તારાપુરના 75વર્ષીય વૃદ્ધ વેપારીએ 18 વર્ષના યુવક સાથેના સમલૈંગીક સંબંધનો કરૂણ અંજામ ,પૈસા ન મળતા યુવકે સોનાની ચેઇન લૂંટી વૃદ્ધની હત્યા કરી

હિન્દ ન્યુઝ, આણંદ        તારાપુરમાં લોખંડના ખાટલા અને પીપડા વેચવાનો વ્યવસાય કરતાં વેપારીની 26મી જૂનના રોજ ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ કેસ ઉકેલવા માટે 3 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત સાત ટીમ કામે લાગી છે. જેમાં સીસીટીવી ફુટેજ આધારે શકમંદ પરપ્રાંતિય યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આ યુવકની પૂછપરછમાં તેને મૃતક સાથે સમલૈંગીક સંબંધ હોવાનો ઘટસ્પોટ કર્યો હતો. મૃતક વૃદ્ધ પાસે યુવકે નાણા માંગતા વૃદ્ધે નકાર કરતા યુવકે સોનાના ચેઇનની લૂંટ કરી વૃદ્ધની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે . તારાપુરના નાજુમલ અસ્ટેટમાં રહેતા અશોકકુમાર નાજુમલ…

Read More

શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિરે ગુરુપૂર્ણિમા નિમિત્તે હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે હિન્દુ સેના એ કર્યો રુદ્રાભિષેક

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર લાલપુર બાયપાસ થી ઠેબા ચોકડી જતા શ્રી રામેશ્વરાનંદજીના આશ્રમ ખાતે આવેલ શ્રી ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે ગુરૂપૂર્ણિમા નિમિતે હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે હિન્દુ સેના દ્વારા રુદ્રાભિષેકનું આયોજન તેમજ પૂજન કર્યું હતું. સાથોસાથ અલગ અલગ ગામોથી આવેલા હિન્દુ સેના સૈનિકોએ હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે સંકલ્પ બંધ થયા હતા અને ગુરુજીના ચરણોમાં હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે સોગંદ લીધા હતા, બાદ પ્રસાદી લઈ હિન્દુત્વના કામ સાથે હંમેશા તત્પર રહેવા તેમજ હિન્દુ રાષ્ટ્રના કામમાં આવતી બાધાઓને કળ અને બળ તેમજ તન, મન અને ધન થી હિન્દુ રાષ્ટ્ર માટે…

Read More

નાર ગામ – આધુનિક ભારતના ગામડાંઓની બદલાતી તસવીર

હિન્દ ન્યુઝ, આણંદ        આણંદના નાર ગામે જ્યાં રૂપિયા એકાદ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયું છે, બાલમંદિરનું આધુનિક ભવન.. જ્યાં રૂપિયા ૪ કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે, સંપૂર્ણ વાતાનુકુલીન વૃંદાવન વાડી..જ્યાં રૂપિયા ૩૦ લાખથી વધુના ખર્ચે ઊભું કરવામાં આવ્યું છે, આધુનિક ગેસી ફાયર સ્મશાન ગૃહ.. જ્યાં આવેલી છે, ૩ નેશનલાઈઝ અને ૧ સહકારી બેંક તથા બે કો-ઓપરેટિવ સોસાયટીઓ… જ્યાંના લોકોને માત્ર ૩ રૂપિયામાં મળી રહ્યું છે ૨૦ લીટર RO નું શુદ્ધ પાણી.. જ્યાં ઉપલબ્ધ છે, મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ વાંચનાલયની વિશેષ સુવિધા… જ્યાં લોકોની આરોગ્ય…

Read More

ઓડનગરના મોટા રણછોડરાય મંદિરમા ગરુપૂર્ણિમા ધામધૂમથી ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ આણંદના ઓડનગરમા રણછોડજી મંદિર, રામનાથ મહાદેવ, કબીર મંદિર, પ્રણામી મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, રામદેવજી મંદિર અન્ય ગુરુગાદી વાળા મંદિરોમા ભગવાન અને ગુરુના આશીર્વાદ લેવા ભક્તોની ભારે ભીડ જોવા મળી  ગુરુપૂર્ણિમા મહા મહોત્સવની ઓડ નગર ખાતે વિવિધ મંદિરો આશ્રમો અને શાળાઓમા ગુરુના ચરણોમાં વંદન કરી ઉજવણી કરવામાં આવી હતી અને ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે રણછોડરાય મંદિરમા શ્રી જાનકીદાસ મહારાજ ગાદીના પરમ પૂજ્ય નવલ કિશોર મહારાજે શિષ્યોને અને ભક્તજનોને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે જો કોઈ શ્રેષ્ઠ માર્ગ બતાવે તે સાચો ગુરુ છે. ગુરુ પાસે જ્ઞાન સત્ય, પ્રેમ,…

Read More

આણંદ અનુપમ મિશન ખાતે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

હિન્દ ન્યુઝ, આનાંદ આણંદ અનુપમ મિશન સંચાલિત યોગી વિદ્યાપીઠ પ્રેરિત સહજાનંદ કલા સાધના તીર્થ ખાતે જિલ્લા કલેક્ટર ડી.એસ.ગઢવીની ઉપસ્થિતિમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. કલેકટર ડી.એસ.ગઢવીએ જીવનમાં સંગીતનું મહત્વ સમજાવતા ઉમેર્યું કે, સંગીત માણસના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે છે. હું પોતે પણ અઠવાડિયા દરમિયાન કામકાજના કારણે જો માનસિક રીતે થાકી જાવ તો શનિ – રવિ અને રજાના દિવસોમાં સંગીતના કારણે મારો થાક ઉતરી જાય છે. આજે અનુપમ મિશન ખાતે સહજાનંદ કલા સાધના તીર્થ દ્વારા ચરોતરના સંગીત કલા ગુરૂઓના સન્માનના કાર્યક્રમમાં મને સહભાગી બનવાનું સદ્દભાગ્ય મળ્યું તે બદલ હું…

Read More