હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર લાલપુર બાયપાસ થી ઠેબા ચોકડી જતા શ્રી રામેશ્વરાનંદજીના આશ્રમ ખાતે આવેલ શ્રી ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે ગુરૂપૂર્ણિમા નિમિતે હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે હિન્દુ સેના દ્વારા રુદ્રાભિષેકનું આયોજન તેમજ પૂજન કર્યું હતું. સાથોસાથ અલગ અલગ ગામોથી આવેલા હિન્દુ સેના સૈનિકોએ હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે સંકલ્પ બંધ થયા હતા અને ગુરુજીના ચરણોમાં હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે સોગંદ લીધા હતા, બાદ પ્રસાદી લઈ હિન્દુત્વના કામ સાથે હંમેશા તત્પર રહેવા તેમજ હિન્દુ રાષ્ટ્રના કામમાં આવતી બાધાઓને કળ અને બળ તેમજ તન, મન અને ધન થી હિન્દુ રાષ્ટ્ર માટે આવતી બાધાઓ દૂર કરવાના પ્રયત્નો સાથે કામ કરવા હિન્દુ સેના આગળ આવી રહી છે. આ રુદ્રાભિષેક માં વડોદરા થી આવેલા મંદિરના ટ્રસ્ટી પ્રતિકભાઇ છાયા તેમજ જામનગરના હિન્દુ સેનાના પૂર્ણકાલીન કિશન નંદા તથા હિન્દુ સેના ગુજરાત પ્રમુખ પ્રતીક ભટ્ટ ખાસ રુદ્રી તેમજ પૂજા માં બેઠા હતા.
આ રુદ્રાભિષેક તેમજ પૂજન ધર્મચાર્ય વિભાગના કર્મકાંડી ચિરાગ ભટ્ટ દ્વારા કરાવ્યું હતું. સ્વામી શ્રી રામેશ્વરાનંદજી ની આરતી શ્રી શક્તિ સિદ્ધ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી પ્રતિક છાયા અને મહિમા છાયા દ્વારા કરાઇ હતી. આ કાર્યક્રમ માં બુધીજી તેમજ રાકેશજી (બૂંદી, રાજસ્થાન), શ્યામગીરી ( વડોદરા), રાજુભાઈ (રાજકોટ), દ્વારકાદાસજી (નઘેડી) તેમજ જામનગરના બ્રીજેશભાઈ જાની, રાજુભાઈ સોની, મયુરસિહ, ભીમાભાઇ મોઢવાડીયા, જીવાભાઈ કરવડિય, ભોજાભાઈ કરવડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે સંકલ્પ બંધ તેમજ બાધાઓને દૂર કરવા માટેની પ્રતિજ્ઞા સાથે પોતાની સંપૂર્ણ સેવા આપનાર હિન્દુ સેના જામનગર શહેરના પ્રમુખ દીપક પિલ્લાઈ, મંત્રી મયુર ચંદન, યુવા પ્રમુખ યશાંક ત્રિવેદી, કાર્યાલય મંત્રી અમિત પઢિયાર, બાલુભા જાડેજા, ધીરજ વલેરા,કુમાર ચાવલા, જય સુખવાની, રવી બક્તિયાપુરી, ભાવેશ દુલાની સહિતના સૈનિકોએ ખાસ ઉપસ્થિતિ સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.