સુરત સ્મિમેર હોસ્પિટલ અને ડાયમંડ કંપનીઓ દ્વારા શહીદ દિવસ’ નિમિત્તે શહીદોને રક્તદાનરૂપી શ્રદ્ધાંજલિ

હિન્દ ન્યુઝ, સુરત              માં ભોમને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની પૂણ્યતિથિએ આજે ૨૩મી માર્ચે દેશમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમની ક્રાંતિ અને ઉત્સાહ આજે પણ સૌના માટે પ્રેરણાસ્ત્રોત છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેન્ક તથા ડાયમંડ કંપનીઓ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરીને ૩૫૦ યુનિટ રકત એકત્ર કરીને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તમામ યુનિટ રક્ત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એનાયત કરાયું હતું. સુરત શહેરના વરાછા વિસ્તારની માતાવાડી સ્થિત…

Read More

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ સાથે CSR અંગે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત                 સિવિલ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સુવિધાઓમા વધારો થાય તેમજ સીએસઆર ફંડનો જાહેર આરોગ્ય માટે યોગ્ય ઉપયોગ તે માટે ગુજરાત સીએસઆર ઓથોરિટીના ઉપક્રમે જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા સેવાસદન ખાતે આયોજિત બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું કે, ઉદ્યોગગૃહો જાહેર આરોગ્ય સેવાને બહેતર બનાવવા સમાજસેવામાં ઉત્તરોત્તર સહયોગ આપે તે આવશ્યક છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૩થી કંપનીઓ માટે CSR-કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફરજિયાત કરવામાં આવી છે. જેમાં કંપનીઓ ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં પોતાની આવકનો, પોતાના નફાનો એક નાનકડો હિસ્સો સમાજસેવા…

Read More

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની મદદથી સુરતના પાસોદરાની જન્મથી મૂકબધિર બે વર્ષની દિકરી પંથી પોશિયાનું ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’નું સફળ ઓપરેશન

હિન્દ ન્યુઝ, સુરત            રસ્તા ઉપર અકસ્માતમાં ઈજાગ્રસ્તોને પોતાનો કાફલો રોકી તુરંત હોસ્પિટલ પહોંચાડવા, સરકારી શાળાઓના ગંદા બાથરૂમ-ટોઈલેટને જાતે જ સાફ કરવા કે પછી શાળાના બાળકો સ્વચ્છતાની ટેવ કેળવે એ માટે તેમના વધેલા નખ કાપવા જેવા કાર્યોથી આમ જનતામાં લોકપ્રિય બનેલા યુવા શિક્ષણ રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરિયાની સંવેદનશીલતાનો પરિચય ફરી એક વાર સામાન્ય નાગરિકોને થયો છે. મંત્રીની મદદથી સુરતના પાસોદરાની ૨ વર્ષની નાનકડી પંથી પોશિયાનું ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’નું સફળ ઓપરેશન થયું છે. કામરેજના પાસોદરામાં રહેતા મનિષભાઈ પોસિયાની ૨ વર્ષીય પુત્રી પંથી જન્મથી મૂકબધિર અને શારિરીક…

Read More

નર્મદા જિલ્લાને ટીબી મુક્ત બનાવવા “Yes We Can End TB”ના સંકલ્પ સાથે “વિશ્વ ક્ષય દિવસ”ની કરાયેલી ઉજવણી

હિન્દ ન્યુઝ, નર્મદા                રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત આજરોજ જિલ્લા ક્ષય કેન્દ્ર રાજપીપલા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં “વિશ્વ ક્ષય દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. “Yes We Can End TB”ની થીમ સાથે યોજાયેલા આ કાર્યક્રમને જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે ખુલ્લો મૂકાયા બાદ સ્વામી નારાયણ ગુરૂકૂળ નર્સિંગ કોલેજ-એકતાનગરના તાલીમાર્થીઓએ ક્ષયના રોગ, લક્ષણો અને તેના નિદાન વિશે જાણકારી આપતું અને ટીબી જેવા રોગોને લઈને લોકોમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ-અંધશ્રદ્ધાને દૂર કરવાનો સંદેશો પાઠવતું નાટક પ્રસ્તુત કરી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા…

Read More

ધનંજય પેરેડાઈઝ એપાર્ટમેન્ટનાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજી તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ             રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૨૩/૦૩/૨૦૨૩ નાં રોજ ધનંજય પેરેડાઈઝ એપાર્ટમેન્ટ, મવડી બાય પાસ, રામધણ ગૌ શાળા પાસે, રાજકોટ ખાતે ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે…

Read More

કચ્છ જિલ્લામાં ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા રાજ્ય સરકાર કોઈ કચાશ રાખશે નહીં: મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ

હિન્દ ન્યુઝ, ભુજ          ગુજરાત વિધાનસભા ખાતે કચ્છ જિલ્લામાં પાણી પહોંચાડવા પંપીગ સ્ટેશન અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી વતી જવાબ આપતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, કચ્છ એટલે પાણીની અછત ઘરાવતો જિલ્લો એ વાત હવે ભૂતકાળ બની ગઈ છે. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજનના પરિણામે આજે કચ્છ જિલ્લો નવસર્જિત બનીને હરિયાળો બન્યો છે. છેક એકતાનગરથી લઈને કચ્છના મૂળકૂબા ગામ સુધી ૭૪૩ કિ.મીની લંબાઈ ધરાવતી કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાનું પાણી પહોંચતું થયું છે. તેમણે ઉમેર્યું કે, કચ્છ શાખા નહેર દ્વારા…

Read More

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન અમિત અરોરાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ “રૂડા” બોર્ડ બેઠકમાં કરોડના ખર્ચના અંદાજપત્રને બહાલી અપાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ            રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.૨૪-૦૩-૨૦૨૩ના રોજ ૧૬૮મી બોર્ડ બેઠક ચેરમેનશ્રી અમિત અરોરાની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૨૩૭.૪૧ કરોડની આવક સામે રૂા.૨૩૦.૧૦ કરોડના ખર્ચના અંદાજપત્રને બહાલી આપવામાં આવેલ જેમાં રૂ.૨૧૦.૯૯ કરોડના મૂડીગત ખર્ચ, ૧૨ કરોડના રેવન્યુ ખર્ચ તથા ૭ કરોડના ડીપોઝીટ ખર્ચ કરવાનું ઠરાવવામાં આવેલ છે v  નવા બજેટમાં અનેક પ્રકારનાં માળખાકીય સુવિધાનાં કામો હાથ ધરવાનું આયોજન કરાયું છે. જેમા v  રસ્તા અને બ્રિજના કામો માટે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા Ø  માળખાકીય સુવિધામાં રોડના કામો માટે રૂ.૧૧૯.૯૦ કરોડનાખર્ચની આગામી વર્ષ ૨૦૨૩-૨૪ માટે જોગવાઈ કરવામાં આવેલ છે. Ø  આ…

Read More

કલેકટર ડી કે પારેખની અધ્યક્ષતામાં ડીસ્ટ્રીક ક્રાઈસીસ ગ્રુપની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા કલેકટર ડી. કે. પારેખ ની અધ્યક્ષતામાં આજરોજ આયોજન હોલ ખાતે ડિસ્ટ્રિક્ટ ક્રાઈસીસ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરએ આપત્તિ વ્યવસ્થાપન અંગે દરેક વિભાગના વડાઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.જે. પટેલ, ડી.વાય.એસ.પી. આર. વી. ડામોર, એન. ડી. આર. એફ. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પ્રવિણકુમાર, એન. ડી. આર. એફ. ઇન્સ્પેકટર દિપક બાબુ, એન. ડી. આર. એફ. ઇન્સ્પેકટર અજય કુમાર, ગુજરાત મેરીટાઇમ બોર્ડના પોર્ટ ઓફિસર કેપ્ટન રાકેશ મિશ્રા, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

ભાવનગરમાં તા.૨૬ માર્ચનાં રોજ “હર ઘર ધ્યાન” ૨૦૨૨-૨૩ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત સરકારના આયુષ મંત્રાલયની સુચના મુજબ આર્ટ ઓફ લીવીંગ દ્વારા આયુષ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા સંચાલીત મહાનગરપાલિકાકક્ષા અને જિલ્લાકક્ષા ખાતે “હર ઘર ધ્યાન” ૨૦૨૨-૨૩ કાર્યક્રમ તા.૨૬-૦૩-૨૦૨૩ના રોજ સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ કલાક સુધી યોજાનાર છે. જેમાં મહાનગરપાલિકાકક્ષા કાર્યક્રમ સ્થળ – ઘોઘા સર્કલ મંડળ (અખાડો) મેદાન, ભાવનગર ખાતે અને જિલ્લાકક્ષાનું સ્થળ- મોડેલ સ્કૂલ સિદસર ગામ ખાતે યોજાનાર છે. જેમાં લોકો ધ્યાન અને વિશ્વ યોગની તૈયારીરૂપે યોગ પ્રોટોકોલ આસનો કરશે. આ કાર્યક્રમમાં ભાવનગરનાં તમામ લોકોને આ…

Read More

ખોડીયાર માતાજી મંદિર રાજપરા ખાતે આગામી તા.૨૬ નાં રોજ શ્રી ખોડીયાર ઉત્સવ ૨૦૨૨-૨૩નું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામો ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન અંતર્ગત ખોડીયાર ઉત્સવ કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર, ભાવનગર તથા ખોડીયાર મંદીર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજન તા.૨૬-૦૩-૨૦૨૩ના રોજ ખોડીયાર મંદિર, જી.ભાવનગર ખાતે સાંજે ૦૬:૩૦ કલાકે યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમના ઉદ્દઘાટક અને અધ્યક્ષ રાજ્યકક્ષાનાં મત્સ્યોધોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ આપનાર મહાનુભાવોમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ધારાસભ્યઓ સર્વે જીતેન્દ્રભાઈ વાઘાણી, સુ સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, શિવાભાઈ ગોહિલ, ગૌતમભાઈ ચૌહાણ…

Read More