હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ કામગીરી કરતી શાળાઓને પ્રોત્સાહિત કરવાનો ઉત્તમ પ્રયાસ થઈ રહ્યો છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા બોડેલીની પસંદગી થતા સમગ્ર શાળા પરિવાર હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. સરકારના ભાર વિનાના ભણતર સૂત્રને સાકાર કરવાની સાથે શાળામાં વિધાર્થીઓને શારીરિક, માનસિક, વ્યવસાલયક્ષી શિક્ષણની સાથે ઘડતર થઈ રહ્યું છે. શાળા દરેક સુવિધાઓથી સજજ છે. જેનું મૂલ્યાંકન કરવા માટે જિલ્લા શિક્ષ્ણા અધિકારીની કચેરીથી ડી.ઈ.ઓ., ડી.પી.ઈ.ઓ., ડાયેટના પ્રાચાર્ય, અન્ય ક્લાસ ટુ અધિકારી, સંકુલના પ્રતિનિધિ તથા શ્રેષ્ઠ…
Read MoreMonth: March 2023
ડો.આંબેડકર જન્મ જયંતિ ની ઉજવણી વિષે ફેલાયેલ ગેરસમજ ના સંદર્ભમાં એક અખબારી યાદી
હિન્દ ન્યુઝ, કાલાવડ આથી સમસ્ત દલિત સમાજ કાલાવડ શહેર/તાલુકા અને અન્ય દલિત સંગઠનો ને સવિનય સાથ હું સિધ્ધાર્થ શુકલ અમારા યુવા ગ્રુપ વતી જણાવવાનું કે અમો એ આગામી ડો.બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ ના કાર્યક્રમ ના સંદર્ભમાં તા.૧૬/૩/૨૦૨૩ના રોજ સાંજે વિકાસ કોલોની કાલાવડ શહેર મુકામે એક મિટિંગ રાખેલ જેમા અમો અમારા યુવા ગ્રુપે કાલાવડ શહેર મુકામે બુદ્ધ પ્રતિમા અને ડો.આંબેડકર પ્રતિમા વિકાસની સ્થળે જન્મ જયંતિ દિન નિમિત્તે સુશોભન, ડેકોરેશન અને ઠંડાપીણા (સરબત) નો કાર્યક્રમ રાખવા નો નિર્ણય કરેલ છે. જેથી દર પ્રતિવર્ષ મુજબ યોજાતો ડો.બાબા સાહેબ…
Read Moreસાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાંખરી ગામે ચિત્ર-વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં આદિજાતિનો ભાતીગળ લોકમેળો ભરાયો
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લા પોશીના તાલુકામાં આવેલા ગુભાંખરી ત્રિવેણી સંગમ સ્થળે આદિજાતિ બાંધવોનો માનીતો ભાતીગળ મેળો એટલે ચિત્ર-વિચિત્રનો મેળો આ મેળો હોળીના તહેવાર પછી ૧૫માં દિવસે ઉજવાય છે. અને બે દિવસીય ચાલનારા મેળામાં અંબાજી, દાંતા, પોશીના, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો તથા અરવલ્લી ગિરીકંદરામાં વસતા વનબાંધવો આ મેળામાં સહપરીવાર ઉમટી પડે છે. પૂર્વજોની શ્રાધ્ધવિધી તેમજ અસ્થિ વિસર્જનની અંતિમ ક્રિયાઓ આ મેળામાં આનંદ ઉલ્લાસ સાથે સવારે શોકમગ્ન બની વિધી કરે છે. મહાભારત કાલીન પ્રાચીન સ્થળ એવા ગુણભાંખરી ગામે આદિજાતિ લોકોનો ભાતીગળ મેળો યોજાયો…
Read Moreસાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી તેમજ સ્વામીનારાયણ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રી રાઘવજીભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, અમદાવાદ ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે ચેટીચાંદના પાવન અવસરે આજે બોટાદ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર તેમજ સ્વામીનારાયણ મંદિર (BAPS)ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લોક સુખાકારી તેમજ જનકલ્યાણ માટે મંત્રી રાઘવજીભાઈ પટેલે કષ્ટભંજનદેવ સમક્ષ પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીએ સાળંગપુર ખાતે શાસ્ત્રી હરિપ્રકાશદાસ-અથાણાવાળા, મુની સ્વામીજી, કોઠારી જ્ઞાનેશ્વર સ્વામીજીના આશિર્વાદ પણ મેળવ્યાં હતાં. આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી, ઈન્ચાર્જ જિલ્લા…
Read Moreઝમરાળા અને રતનવાવ ગામના ગોબરધન યોજનાના તેમજ સૂર્ય શકિત યોજનાના લાભાર્થીની મુલાકાત લેતાં મંત્રી રાઘવજીભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, અમદાવાદ ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોઘોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે તેમની બોટાદ જિલ્લાની મુલાકાત દરમિયાન ઝમરાળા ગામ સ્થિત શ્રી ફકકડાનાથ બાપા જગ્યાની મુલાકાત લીધી હતી જ્યાં પ.પૂ. મહંતશ્રી જયદેવદાસજી બાપુએ મંત્રીને જગ્યા અને ગૌશાળા વિશે માહીતગાર કર્યાં હતા. ત્યારબાદ મંત્રીએ ઝમરાળા ગામના ગોબરધન યોજનાના લાભાર્થી દિપકભાઈ નરસિંહભાઈ રાઘાણીના ઘરની મુલાકાત લઈ હતી. આ યોજના અંતર્ગત ખેડૂત કઈ રીતે ગોબર માંથી ગેસ ઉત્પન્ન કરે છે તે અંગે માહિતી મેળવી હતી. યોજના સંદર્ભે લાભાર્થી સાથે ચર્ચા વિચારણા…
Read Moreબોટાદ સ્થિત પાંજરાપોળ તથા ગૌશાળાની શુભેચ્છા મુલાકાત લેતાં મંત્રી રાઘવજીભાઇ પટેલ
હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોઘોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે બોટાદ સ્થિત પાંજરાપોળ તથા ગૌશાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, પાંજરાપોળ જેવી સંસ્થાઓ જીવદયાને વરેલી હોય છે. બ્રાઝિલમાં આર્થિક ક્રાંતિની પાછળ અહીંની ગાયોની પ્રજાતી નો મહત્વનો ફાળો હોવાનું જણાવ્યું હતું. પાંજરાપોળ અને ગૌશાળા ખાતે રાખવામાં આવતા ગાયવર્ગ અને ભેંસવર્ગના પશુઓના નિભાવ માટે અમલી ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય યોજના થકી પશુદીઠ સહાયની ચૂકવણી પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.…
Read Moreચેટી ચંડ દિવસની સાંસ્કૃતિક ઉજવણીમાં સિંધી સમાજ સાથે સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
હિન્દ ન્યુઝ, અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંધી સમાજના ચેટી ચંડ દિવસની અમદાવાદમાં આયોજિત ઉજવણીમાં ઉત્સાહ-ઉમંગથી છલકાતાં સિંધી પરિવારો સાથે સહભાગી થયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ચેટી ચંડ પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સિંધી પરિવારોને ચેટી ચંડની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ દેશનાં સૌ નાગરિકોને આપણી વિરાસત ઉપર ગર્વ લઇને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની હાકલ કરી છે ત્યારે આપણા વારસા, આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરાઓને ઉજાગર કરવા…
Read Moreઅલંગમાં વાવાઝોડા બાદ પ્લોટ નંબર ૧૦ ખાતે એમોનિયા લીકેજ : એન.ડી.આર.એફ. ટીમ દ્વારા મોકડ્રીલ યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના અલંગ ખાતે આવેલ ૧૨૦ કિમી ઝડપે વાવાઝોડા બાદ પ્લોટ નંબર ૧૦ માં એમોનિયા ગેસ લીકેજ છે તેવા સમાચાર મળતા ભાવનગર જિલ્લાનું તંત્ર દોડતુ થયું હતુ. જો કે આ રીયલ નહીં પરંતુ મોકડ્રીલ હોવાની જાણ થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. અલંગ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં પ્લોટ આવેલા હોઈ તેમજ અલગ અલગ પ્રકારના કેમિકલનો ઉપયોગ થતો હોઈ કેમિકલ લીકેજ થાય તો તંત્ર કેટલું સજાગ છે તેની ચકાસણી માટે એન.ડી.આર.એફ. ટીમ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં ફાયર ફાઇટર, ૧૦૮ એમ્બ્યુલન્સ, ટેકનીશિયન ટીમ સહિત સંબંધિત કચેરીઓનો સ્ટાફ…
Read Moreભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘શહીદ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના નારીગામ પાસે રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે ૨૩ માર્ચના રોજ ‘શહીદ દિવસ’ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદ દિવસનું ઐતિહાસિક મહત્વ છે કારણ કે તે ૧૯૩૧ માં ભારતની આઝાદીની લડત દરમિયાન ભગત સિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને ફાંસી પર લટકાવવામાં આવ્યા હતા તે દિવસને ચિહ્નિત કરે છે. આ દિવસમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ‘શહીદ દિવસ’ શા માટે ઉજવવામાં આવે છે તેના વિષે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ ની ઉજવણી દરમિયાન મિનેશ ખારવા દ્વારા ‘શહીદ દિવસ’ ની માહિતી આપતો એક લેક્ચર પ્રસ્તુત કરવામાં આવ્યો હતો…
Read Moreભાવનગરનાં ભૂભલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નવા રતનપર શાળામાં વિશ્વ ટીબી દીવસની ઉજવણી કરાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૫ મા ટીબી મુક્ત ભારત અભિયાન અન્વયે ૨૪ માર્ચ વિશ્વ ટીબી દીવસ ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ભાવનગર તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભૂભલીનાં નવા રતનપર શાળામાં વિશ્વ ટીબી દીવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણી પ્રસાદ, ટીબી અધિકારી ડો. પી વી રેવર ની સુચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુફિયાનભાઇ લાખાણીના માર્ગદર્શન મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડીકલ ઓફીસર ડો. મૃગાબેન બધેકા, તાલુકા સુપર વાઈઝર અનિલભાઇ પંડીત દ્વારા બાળકોને ટીબી થી બચવાના ઉપાયો અને ટીબી રોગ વિષે માહિતી અપાઈ હતી. આ…
Read More