હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે (૧) તા.૨૭/૦૩/૨૦૨૩ ના રોજ બોમ્બે સિલ્વર એપાર્ટમેન્ટ, સેટેલાઇટ ચોક, મોરબી રોડ, રાજકોટ (૨) એસ.આર.પી.કેમ્પ ગ્રુપ – ૧૩ આપદા મિત્રો, ઘંટેશ્વર, રાજકોટ (૩) ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફીસ, રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ…
Read MoreMonth: March 2023
વેસ્ટ ઝોનનાં મવડી મેઈન રોડ પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી
“વન વીક, વન રોડ” ઝુંબેશ હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૨૮-૦૩-૨૦૨૩ના રોજ વેસ્ટ ઝોનનાં મવડી મેઈન રોડ (બાપાસીતારામ ચોકથી વીશ્વેશ્વર મહાદેવ મંદિર સુધી) પર રાજકોટ મહાનગરપાલિકાની અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા…
Read Moreભુજ તાલુકાના હરીપર નજીક આવેલ ફિલ્ડ બટ પર ફાયરીંગ પ્રેકટીસ
હિન્દ ન્યુઝ, ભુજ ભુજ તાલુકાના હરીપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ રેન્જ નં.03 183 (I) Fd Wksp Coy EME તા.૩૧/૩/૨૦૨૩ના તાબા હેઠળની આર્મ્સ ફાયરીંગ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.
Read Moreઈસ્ટ ઝોનના વોર્ડ નં. ૪, ૬ અને ૧૫માં કામ કરતા શ્રમજીવી લોકોને ઈ-શ્રમ કાર્ડ મેળવવામાં સગવડતા અને સરળતા રહે તે માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, રાજકોટ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ અસંગઠિત ક્ષેત્રોમા કામ કરતા તમામ કામદારો/શ્રમિકો પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું ઈ-શ્રમ કાર્ડ માટેનું રજિસ્ટ્રેશન કરાવી રૂ. ૨,૦૦,૦૦૦/- સુધીનું વિમા કવચ મેળવી શકે છે. આ યોજનાનો લાભ વધુને વધુ નાગરિકો મેળવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તા. ૨૮/૦૩/૨૦૨૩ના વોર્ડ નં. ૪, ૬ અને ૧૫માં કામ કરતા શ્રમજીવી લોકોને ઈ-શ્રમ કાર્ડ મેળવવામા સગવડતા અને સરળતા રહે તે માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો જેમાં ૩૮થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. ઈસ્ટ ઝોનમાં ઈ-શ્રમ કાર્ડ કાઢી આપવાનું આયોજન સીટી એન્જીનીયર પી. ડી. અઢીયાના માર્ગદર્શન દર્શન…
Read Moreધોરણ 6 થી 12ના શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિઃશુલ્ક શિક્ષણ માટેની અમૂલ્ય તક
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2023-24થી સામાજિક ભાગીદારી દ્વારા જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્શિયલ સ્કુલ્સ, જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ, .રક્ષાશકિત સ્કુલ્સ યોજનાઓ શરુ થઇ રહી છે. આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિધાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડીઝીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું રેસીડેન્શિયલ સ્કુલ્સમાં નિવાસી છાત્રાલય, રમત-ગમત, કલા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. પ્રતિભાશાળી વિધાર્થીઓની પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે અને…
Read Moreઅમરનાથ યાત્રાએ જનાર શ્રદ્ધાળુઓ માટે તબીબી પ્રમાણપત્ર ઇશ્યુ કરવા અલાયદી વ્યવસ્થા ઉભી કરાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર વર્ષ ૨૦૨૩ માં અમરનાથ યાત્રામાં જવા માંગતા તમામ શ્રધ્ધાળુ યાત્રીઓ માટે, સર તખ્તસિંહજી હોસ્પીટલ, ભાવનગર ખાતે તબીબી પ્રમાણપત્ર ઇશ્યુ કરવા માટે, રુમ નં -૧૭, ગ્રાઉન્ડ ફ્લોર, નવું ઓપીડી બિલ્ડીંગ, સર તખ્તસિંહજી હોસ્પીટલ ભાવનગર ખાતે તા. ૦૧/૦૪/૨૦૨૩ થી અઠવાડીયામાં સોમવારથી શુક્રવાર સુધી (જાહેર રજાના દિવસો સિવાય) બપોરે ૦૩.૦૦ કલાક થી સાંજના ૦૫.૦૦ કલાક સુધી અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. અમરનાથ યાત્રાએ જવા માંગતા તમામ શ્રધ્ધાળુ યાત્રીઓને જણાવવાનુ કે આ અંગે તેઓએ તેમની ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રકીયા પુર્ણ કરી, નિયત ફોર્મ સાથેની અરજી કચેરીના કામકાજના સમય દરમ્યાન ઇન્વર્ડ વિભાગ,…
Read Moreસિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૨૭-૦૩-૨૦૨૩ થી તા.૨૯-૦૩-૨૦૨૩ નાં સમયગાળા દરમ્યાન ૩ ગલ્સ ગુજરાત બટાલીયન એન.સી.સી., ભાવનગરનાં કેડેટનાં ટ્રેનિંગનાં ભાગરૂપે વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને અધિનિયમની…
Read Moreકંબોડીયા ખાતે આયોજિત ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ઉડાન ભરતા કુડા ગામના પાયલબેન
અડગ મન ના માનવીને હિમાલય પણ નડતો નથી હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નાનકડા ગામ કુડાના વતની પાયલબેન કાનજીભાઈ બારૈયા જે એકપગથી છે તેઓએ વિપરીત પરિસ્થિતિમાં પણ મક્કમ મન સાથે દોડીને એશિયન ટ્રેક એન્ડ ટ્રફ ફેડરેશન ઇન્ડિયા દ્વારા કંબોડીયા ખાતે આયોજિત ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો છે. વાત છે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું એક નાનકડું એવું કુડા ગામ જ્યાં વાડી વિસ્તારમાં રહેતા અને અભ્યાસની સાથે સાથે રમત ગમતમાં પણ એટલું જ ધ્યાન આપતા અને વાડી વિસ્તારમાં રહેતા કે જ્યાં દોડવા માટે પણ કોઈ પણ પ્રકારનું મેદાન કે…
Read Moreભુજ તાલુકાના હરીપર નજીક આવેલ ફિલ્ડ બટ પર ફાયરીંગ પ્રેકટીસ
હિન્દ ન્યુઝ, ભુજ ભુજ તાલુકાના હરીપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ રેન્જ નં.1 ઉપર તા.૨૯/૩/૨૦૨૩ના 273 Coy ASC (Sup) Type A ના તાબા હેઠળની આર્મ્સ ફાયરીંગ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.
Read Moreગીર સોમનાથ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા માનવ વસ્તી વગરના ટાપુઓ બાબતે જાહેરનામું પ્રસિદ્ધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત સ્ટેટ લેવલ કોસ્ટલ સિક્યુરિટીની બેઠક અને ડિપાર્ટમેન્ટ લેવલ કોસ્ટલ સિક્યુરિટી કમિટીની બેઠકની કાર્યવાહી નોંધના મુદ્દા નં.૦૮માં માનવ વસ્તી વગરના ટાપુઓ પર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે અનુસાર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. આ જાહેરનામા અનુસાર ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના-મોટા કુલ ૦૫ ટાપુઓ/રોક (ખડક) આવેલા છે. જે ટાપુઓ પર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય,આ ટાપુઓ/રોક (ખડગ) ઉપર કોઈપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવી નહી કે ઘુષણખોરી કરવી નહી,તેમજ સુરક્ષાને લગત કોઈ પ્રશ્ન ઉપસ્થિત…
Read More