હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત દરમિયાન ગીરગઢડા અને પ્રાંચી ખાતે વિવિધ સિંચાઈ કાર્યોની સમીક્ષા કરી હતી. મંત્રીએ ગીર ગઢડા ખાતે મચ્છુંદ્રી સિંચાઈ યોજનાની ડેમ સાઇટ પર મુલાકાત લીધી હતી. આ ક્ષણે ઉપસ્થિત ઉના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીએ પીછવી નાની સિંચાઈ યોજના તેમજ પ્રાંચી ખાતે પાણી પુરવઠા જૂથ યોજના-૧ અને ૨ની પણ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ કેનાલ લાઇનના કામ, માઈનોર કેનાલ અને સબ માઈનોર કેનાલમાંનવીનીકરણ, માળખાગત કામગીરી ગીરગઢડા…
Read MoreMonth: February 2023
રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લામાં બે ધનવંતરી રથ ફાળવાયા
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકનાં “ધનવંતરી આરોગ્ય રથ ”નું શુભારંભ ભાવનગર જીલ્લામાં તા.૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ કલેક્ટર કચેરી ખાતે સવારના ૧૦:૧૫ કલાકે જિલ્લા કલેકટર ડી.કે.પારેખનાં વરદ હસ્તે શુભારંભ કરવામાં આવનાર છે તેમ પ્રોજેક્ટ મેનેજર, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.
Read Moreઉમરેઠી સમૂહ લગ્નોત્સવમાં વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ અપાયા લગ્ન પ્રમાણપત્ર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ યુવક મંડળ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા ઉમરેઠી ગામે સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નમંડપમાં લગ્નવિધિ પૂરી થયા બાદ વહીવટી તંત્ર દ્વારા તરત જ લગ્ન પ્રમાણપત્રો તેમજ શ્રીમદ્ ભાગવત પુરાણ અપર્ણ કરવામાં આવ્યા હતાં. વહીવટી તંત્રની સ્થળ પર જ પ્રમાણપત્ર વિતરણ કરવાની પ્રશંસનિય કામગીરી ગ્રામ્યજનોએ પણ ખૂબ જ ઉત્સાહથી વખાણી હતી. આ લગ્નોત્સવમાં તાલુકા વિકાસ અધિકારી કૌશિકભાઈ પરમાર, વિસ્તરણ અધિકારી પંચાયત ચિરાગભાઈ પુરોહિત તથા ટી.એલ.ઈ. સરમણભાઈ રામએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. ઉપરાંત આ લગ્નોત્સવમાં તલાટી કમ મંત્રી મનીષાબેન પી. રામએ પોતાના…
Read Moreશ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે ત્રિદિવસીય શબ્દશાળા કાર્યશાળાનું સમાપન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય તથા ભારતીય ભાષા સમિતિ, શિક્ષણ મંત્રાલય, ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય શબ્દશાળા કાર્યશાળાના તૃતીય તથા અંતિમ દિવસે ત્રણ વ્યાખ્યાનોનું આયોજન થયું હતું. જેમાં પ્રશિક્ષણાર્થીઓએ બેંકિંગ-યંત્રો, તેમજ આધુનિક રમતોના શબ્દ નિર્માણ વિશે પ્રશિક્ષણાર્થીઓએ જ્ઞાન મેળવ્યું હતું. પ્રથમ સત્રના વ્યાખ્યાતા આચાર્ય ડો. નરેન્દ્રકુમાર પંડ્યાએ બેંક સંબંધિત શબ્દો જેવા કે લોન, ઇન્વેસ્ટ, ચેક, ફંડ વગેરે શબ્દોનું નિર્માણ સંસ્કૃત માં પાણિનિના સુત્રો દ્વારા સિદ્ધ કેવી રીતે થઈ શકે તેના વિશે માહિતી આપી. બીજા સત્રના વ્યાખ્યાતા સત્યપ્રકાશ દુબેએ આધુનિક યંત્રોનું શબ્દ નિર્માણ અને તેનો શબ્દકોશ રજૂ કર્યો.…
Read Moreવિંછીયા તાલુકાના હાથસણી ગામના જવાન આર્મીમાંથી નિવૃત થતા “વતન કે રખવાલે સ્વાગત સન્માન રેલી ” અને ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, જસદણ મનુભાઈ લાખાભાઇ પરાલીયા આર્મીમાં નિવૃત થઈ માદરે વતન પાંચાળની પાવન ધરામાં પધારતા મનુભાઈને ફુલડે વધાવવા વિંછીયા ગામે સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. વિંછીયાથી પ્રારંભ થઈ સ્વાગત રેલીમાં લોકોએ ઠેર ઠેર સ્વાગત કર્યું હતું ઍક કિલોમીટર લાંબી રેલીમાં ડીજેના તાલે લોકો ઝુમી ઉઠ્યા હતા અને દેશ ભક્તિના નારા સાથે વાતાવરણ સાથે ગુંજી ઉઠ્યું હતું અમરાપુર શેક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જવાનનું જાજરમાન સ્વાગત કર્યું હતું. બાદ અમરાપુર ગામલોકોએ ભવ્ય સ્વાગત કરી ફુલડે વધાવ્યા હતા બાદ પાંચાળની પાવન ધરાની પ્રખ્યાત જગ્યા સતરંગ ધામમાં રામદેવજી…
Read Moreઇતિહાસના દસ્તાવેજોનું પ્રદર્શન અને વ્યાખ્યાન યોજાયું
હિન્દ ન્યુઝ, થરાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે તારીખ ૯/૨/૨૦૨૩ ના રોજ કૉલેજના વિદ્યાર્થીઓ માટે ઇતિહાસના દસ્તાવેજોનું પ્રદર્શન અને વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય અભિલેખાગાર ખાતુ ગાંધીનગરના નિવૃત્ત અધિક્ષક જીતેન્દ્ર વી. શાહ દ્વારા અભિલેખાગાર અને ઇતિહાસ વિષય વિદ્યાર્થીઓને વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. ઇતિહાસ ઉપરાંત રાષ્ટ્રીય અભિલેખાગાર, સાંસ્કૃતિક વારસામાં અને સંશોધન ક્ષેત્રે દફ્તરોની ઉપયોગીતા, સંશોધન માધ્યમો બાબતે વિસ્તારપૂર્વક સમજૂતી આ વ્યાખ્યાન દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. તેમણે ગુજરાતના જુના દેશી રાજ્યોના 150 વર્ષ કરતાં પણ જુના ઐતિહાસિક દસ્તાવેજો વિદ્યાર્થીઓને દર્શાવ્યા હતા તથા વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના…
Read Moreજસદણના સાણથલી ગામે ઝાડની ડાળી પડતા વૃધ્ધનું મોત નીપજ્યું
જસદણના પ્રાપ્ત વિગતો અનુસાર સાણથલી ગામના ધીરુભાઈ વેકરીયા પોતાની વાડી જે મેઘપર ગામના સીમાડે ખીજડા વાળા ખેતરમાં મજુર થી ઝાડ ની ડાળી કપાવતા હતા તે દરમિયાન ઝાડની ડાળી માથે પડતા ગંભીર ઇજા થઈ હતી જેથી તેમને તાત્કાલિક ગોંડલ ક્રિષ્ના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે લઈ જવામાં આવેલ હતા આ બનાવ અંગે ગોંડલ પોલીસે જરૂરી કાગળો કરીને આ બનાવની તપાસ આટકોટ પોલીસ દ્વારા હાથ ધરી છે. જસદણ તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ
Read Moreશિલ્પકળા ક્ષેત્રે રસ ધરાવતા યુવાનોને સાપ્તી ધ્રાંગધ્રા ખાતેના વિવિધ ત્રણ નિવાસી તાલીમ કોર્સના માધ્યમથી સ્વાવલંબી શિલ્પકળા સર્જક બનવાની અમુલ્ય તક
હિન્દ ન્યુઝ, ભાવનગર ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત કમિશ્નરશ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી-ગાંધીનગર સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી)-ધ્રાંગધ્રા દ્વારા પથ્થરકળા/શિલ્પ ઉદ્યોગ ક્ષેત્રે સ્વાવલંબી શિલ્પકળા સર્જક બનવાની ઇચ્છા ધરાવતા યુવાનો પાસેથી વિવિધ ત્રણ નિવાસી તાલીમ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં શિલ્પકાર તરીકે તરીકે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે સ્ટોન ક્રાફટ અને ડીઝાઈનનો ૨ વર્ષનો સર્ટીફીકેટ કોર્ષ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત, સ્ટોન ક્રાફ્ટ અને ડિઝાઇન-૬ મહિના તથા લેથ ઓપરેશન અને સ્ટોન પ્રોડક્ટ ડિઝાઇન-૩ મહિના-એમ બે ટૂંકા ગાળાના કોર્ષ પણ સાપ્તી ધાંગધ્રા…
Read Moreભાવનગર ની જાહેર જનતાને અનઅધિકૃત વ્યક્તિઓની લોભામણી વાતોમાં ન ફસાવા માટે જિલ્લા ઉધોગ કેન્દ્રનું મહત્વપૂર્ણ આહવાન
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા ઉધોગ કેન્દ્ર ના ધ્યાને આવેલ છે કે, કચેરીમાં આવતા કેટલાક અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા ઉદ્યોગ કેન્દ્રમાથી લોન મેળવવાની અરજીઓ મંજુર કરાવવાની લોભ લાલચ આપી આવી અરજીઓ કરવા અને અરજીઓ મંજુર કરાવવા માટે અનઅધિકૃત રકમની માંગણી અરજદારો પાસેથી કરવામાં આવે છે. સરકારના નિયમોનુસાર અરજદારો પાસેથી આવી અરજીઓ માટે કોઈ જ રકમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વસુલવામાં આવતી નથી તથા આવી અરજીઓ મેળવવા માટે કચેરીની બહારના કોઈપણ વ્યક્તિને અધિકૃત કરવામાં આવતા નથી. નિયમ અનુસારના સરકારી કામકાજ માટે નાણાંની માંગણી કરવી કે નાણાં આપવાની ઓફર કરવી બંને ભ્રષ્ટાચાર નિવારણ…
Read Moreભાવનગરના શામપરા કસ્તુરબા ગર્લ્સ હોસ્ટેલ ખાતે એનેમિયા મુકત ભારત અંતર્ગત ટેસ્ટ, ટ્રીટ અને ટોક (T૩) કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા એનેમિયા મુકત ભારત અંતર્ગત તા.૯ ફેબ્રુઆરીના ટેસ્ટ, ટ્રીટ અને ટોક એમ ટી૩ કેમ્પ ભાવનગર જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ યોજાયો હતો. જેમાં મુખ્યત્વે ૧૦ થી ૧૯ વર્ષની કિશોરીઓનું હિમોગ્લોબીન અને બ્લડ ગૃપની તપાસણી કરવામાં આવી હતી. એનિમિયા એ એવી સ્થિતિ છે જેમાં લાલ રક્ત કોશિકાઓની સંખ્યા (આરબીસી), અને પરિણામે તેમની ઓક્સિજન-વહન ક્ષમતા, શરીરની શારીરિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે અપૂરતી છે. લાલ રક્તકણોનું ઉત્પાદન અથવા લાલ રક્તકણોનું અસ્તિત્વ એનિમિયાનું કારણ બની શકે છે. આયર્નની ઉણપ એનિમિયા બાળકોમાં ક્ષતિગ્રસ્ત જ્ઞાનાત્મક, કામમાં ઘટાડો થાય છે.…
Read More