હિન્દ ન્યુઝ, ભાવનગર
આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા એનેમિયા મુકત ભારત અંતર્ગત તા.૯ ફેબ્રુઆરીના ટેસ્ટ, ટ્રીટ અને ટોક એમ ટી૩ કેમ્પ ભાવનગર જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ યોજાયો હતો. જેમાં મુખ્યત્વે ૧૦ થી ૧૯ વર્ષની કિશોરીઓનું હિમોગ્લોબીન અને બ્લડ ગૃપની તપાસણી કરવામાં આવી હતી.
એનિમિયા એ એવી સ્થિતિ છે જેમાં લાલ રક્ત કોશિકાઓની સંખ્યા (આરબીસી), અને પરિણામે તેમની ઓક્સિજન-વહન ક્ષમતા, શરીરની શારીરિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે અપૂરતી છે. લાલ રક્તકણોનું ઉત્પાદન અથવા લાલ રક્તકણોનું અસ્તિત્વ એનિમિયાનું કારણ બની શકે છે. આયર્નની ઉણપ એનિમિયા બાળકોમાં ક્ષતિગ્રસ્ત જ્ઞાનાત્મક, કામમાં ઘટાડો થાય છે. પુખ્ત વયના લોકોમાં ક્ષમતા બાલ્યાવસ્થામાં અને પ્રારંભિક બાળપણમાં તેની અસર સૌથી ગંભીર હોય છે. સગર્ભાવસ્થામાં આયર્નની ઉણપનો એનિમિયા પેરીનેટલ નુકશાન, અકાળે અને ઓછા જન્મ વજન તરફ દોરી શકે છે (LBW) બાળકો. આયર્નની ઉણપનો એનિમિયા શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ પ્રતિકૂળ અસર કરે છે. એનિમિયાની પ્રતિકૂળ અસરો એનિમિયાના ધટાડાથી ભૌતિક વિકાસ, અશક્ત જાતીય અને પ્રજનનક્ષમ વિકાસ ઘટાડી જ્ઞાનાત્મક વિકાસ, કામ આઉટપુટમાં ઘટાડો, કામ કરવાની ક્ષમતામાં ઘટાડો, એકાગ્રતામાં ઘટાડો, નબળી શીખવાની ક્ષમતા, અનિયમિત માસિક સ્રાવ, LBW બાળકો અને પ્રિર્ટમ ડિલિવરી થઇ શકે છે.
ભાવનગર તાલુકા કક્ષાનો એનેમિયા મુકત ભારત અંતર્ગતનો T3 કેમ્પ તા.૯/૨/૨૦૨૩ ના રોજ શામપરા ખાતેની કસ્તુરબા ગર્લ્સ હોસ્ટેલ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં તમામ ધોરણ ૮ થી ધોરણ ૧૨ ની તથા ઉચ્ચ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓનું હિમોગ્લોબીન અને બ્લડ ગૃપ ચેક કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દરેક વિર્ધાથીનીઓનું ABHA(Aayushman Bharat Health Account) કાર્ડ પણ તૈયાર કરાયું. જેથી તેણીની ચકાસણીનો રેકર્ડ કાયમી નોંધ સ્વરુપે તેમાં નોંધાય રહે અને ભવિષ્યે વધુ સારવારની જરુર જણાયે ઉપયોગી બની શકે.
એનેમિયા મુકત ભારત અંતર્ગતના સદર T3 કેમ્પ અંતર્ગત તમામ એનેમિક કિશોરીઓને યોગ્ય આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં અને તેઓને આઈ.એફ.એ.ની ગોળીથી સારવાર આપવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણી પ્રસાદ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સુફિયાનભાઇ લાખાણી, આરબીએસકે ટીમ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફરીયાદકાનાં સ્ટાફે તથા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો તથા કસ્તુરબા ગર્લ્સ હોસ્ટેલના સ્ટાફે જેહમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.