અમેરિકા સ્થિત મુેકશભાઈ વસાણીના સપનાને સાકાર કરવા એઈમટ્રોન ફાઉન્ડેશન દ્વારા ત્રંબા ખાતે યુવાનો અને મહિલાઓને આત્મનિર્ભર કરવા તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ

           મુકેશભાઈ વસાણીનો જન્મ કોટડાસાાંગાણી તાલુકાના નાના વડીયા ગામે થયેલ છે. મુકેશભાઈ એ સંઘર્ષ માંથી પસાર થઇ સફળતાના ઉચ્ચ શિખરો હાંસલ કરેલ છે. મુકેશભાઈ વસાણીની નાના વડીયાથી અમેરિકા સુધીની યાત્રામાં ઘણા ચઢાવ અને ઉતરાવ સાથે એઈમટ્રોન કાંપનીની સ્થાપના કરી. હાલ તેઓ એઈમટ્રોન ગ્રુપ ઓફ કંપનીના એમ.ડી. અને સી.ઈ.ઓ. તરીકેનું દાયિત્વ નિભાવી રહ્યા છે. તેઓ દ્વારા વર્ષ ૨૦૦૮ માં અમેરિકા અને ભારતમાં એઈમટ્રોન ગ્રુપ ઓફ કંપનીની સ્થાપના કરવામાં આવી. સમયના સથવારે કંપનીએ અમેરિકા અને ભારતમાં નોંધનીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. અનુભવના આધારે કંપની દ્વારા છેલ્લા ચાર વર્ષથી એઈમટ્રોન ફાઉન્ડેશનની શરૂઆત કરેલ છે. આ ફાઉન્ડેશન હાલ બેંગ્લોર અને વડોદરા જેવા શહેરોમાં યુવાનો અને મહિલાઓને આત્મનિર્ભર અને સક્ષમ કરવા માર્ગદર્શન અને તાલીમ આપી ‘સેતુ’ (કડી રૂપ) બની રહ્યા છે તેમજ બદલાતી ટેકનોલોજીની દુનિયામાં આવનારી પેઢીને તાલીમ આપી કુશળ રીતે તૈયાર કરવામાં આવે છે. યુવાનોને ઉદ્યોગ સાહસિક અને કારકિર્દી માટે પ્રેરણા આપી સધ્ધર ઉત્પાદક અને નોકરી માટે કુુશળ કૌશલ્યવાન યુવાનો તૈયાર કરી આત્મનિર્ભર બને તે માટેના પ્રયાસ કરવામાં આવે છે. જેના અનુસાંધાને રાજકોટ તાલુકાના કસ્તુરબાધામ (ત્રાંબા) ગામે પોપ્યુલર સ્કૂલ ખાતે પ્રાયોગિક ધોરણે ત્રાંબા ગામની આસપાસના પાંચ ગામો (મરહકા, ગઢકા, સરધાર, અણીયારા અને ત્રાંબા) માં પાંચ મુદ્દા આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય વર્ધન, આત્મરક્ષણ અને હસ્તકલાની તાલીમ આપી મુકેશભાઈ વસાણી વતન પ્રત્યેનુ ઋણ અદા કરી રહ્યા છે.

  

         મુકેશભાઈનું સ્વપન છે કે આવતા સમયમાાં રાજકોટ જિલ્લાના અન્ય તાલુકા અને ગામમાાં પણ આ પ્રકારના તાલીમ વર્ગો શરૂ કરવા. એઈમટ્રોન ફાઉન્ડેશનના ‘એઈમ સેતુ’ કાર્યક્રમ તારીખ ૦૪/૦૨/૨૦૨૩ ના રોજ પોપ્યુલર સ્કૂલ-ત્રાંબા ખાતે સારી રીતે પૂર્ણ થયો. આ કાર્યક્રમમાં ભરતભાઈ બોઘરા (પૂર્વ ધારાસભ્ય- જસદણ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપ અને પ્રમુખ પી.ડી.પરવાડિયા હોસ્પિટલ – આટકોટ), પરેશભાઈ ગજેરા (પ્રમુખ-બિલ્ડીંગ એસોસિયેશન-રાજકોટ, ઉપપ્રમુખ-સરદારધામ-અમદાવાદ, પૂર્વ પ્રમુખ-ખોડલધામ-કાગવડ), વી.બી.બસિયા (જિલ્લા લાઇવલીહુડ મેનેજર-NRLM-રાજકોટ), મનજીભાઈ વસાણી, લખનભાઈ બાાંભણીયા, જતીનભાઈ ચુડાસમા, ભાવેશભાઈ કિયાડા, ચંદ્રેશભાઇ ખુંટ, શ્રીમતી શર્મિલાબેન બાંભણીયા (કેમ્પસ ડાયરેકટ૨–પોપ્યુલર સ્કુલ-ત્રાંબા), સરોજબેન મારડિયા (CSR મેનેજર–એઈમટ્રોન ફાઉન્ડેશન) તેમજ નિયત કરેલ ગામના સરપંચો, તલાટી મંત્રીઓ, આગેવાનો અને ગામડાના SHGના બહેનો બહોળી સાંખ્યામાં ઉપસ્થિત રહેલ.

આ તકે ભરતભાઈ બોઘરા એ જણાવ્યું કે એઈમટ્રોન ફાઉન્ડેશનને આરોગ્યના મુદ્દે પી.ડી.પરવાડિયા હોસ્પિટલ સહકાર આપશે તેવું આહવાન કરવામાં આવ્યું તેમજ તમામ લોકોને એઈમટ્રોન ફાઉન્ડેશનનો લાભ લેવા જણાવેલ.

વી.બી.બસિયા એ જણાવ્યું કે, ‘જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી’ સૂત્ર મુકેશભાઈને લાગુ પડે છે. નાના વાડિયા ગામે સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ લઈ USA જેવા રાષ્ટ્રમાં જવું અને ઉંચી સફળતા હાંસલ કરવી ખૂબ મોટી વાત છે.

શ્રીમતી શર્મિલાબેન બાંભણિયા એ જણાવેલ કે, મુકેશભાઈ હંમેશા પરિવાર ભાવના અને લોકોને સહકાર આપવાના સકારાત્મક વિચારો ધરાવે છે. પોપ્યુલર સ્કુલનું સંચાલન કરવા માટે ની પ્રેરણા મને મુકેશભાઈ દ્વારા મળેલ.

સરોજબેન મારિડયા દ્વારા સ્વાગત પ્રવચન સાથે જણાવવામાં આવ્યું કે એઈમટ્રોન ફાઉન્ડેશનના તાલીમ વર્ગમાં તાલીમ આપવામાં આવશે અને નિયત તમામ ગામના યુવાનો અને બહેનોએ તાલીમ વર્ગમાં નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવેલ.

કાર્યક્રમના અંતમાં આભાર વિધિ શ્રીમતી જાગૃતિબેન ઘાડિયા દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સાંચાલન દિપ્તીબેન અગરિયા દ્વારા કરવામાં આવેલ.

Related posts

Leave a Comment