હિન્દ ન્યુઝ, થરાદ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદમાં તા. ૧૯/૧/૨૦૨૩ ગુરૂવારના રોજ સદર કૉલેજના પુસ્તકાલય વિભાગ દ્વારા પુસ્તકપ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિષયો જેવા કે, ગુજરાતી ભાષા અને સાહિત્ય, લોકસાહિત્ય, સંસ્કૃત ભાષા અને સાહિત્ય, ઇતિહાસ, વાણિજ્ય, ભારતનું બંધારણ, સામાન્ય જ્ઞાન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા અનેક પુસ્તકો તથા સામયિકો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સરદાર પટેલ, ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, ડો.આંબેડકર, વીર સાવરકરના પુસ્તકો માટે એક અલગથી ‘યુગપુરુષકોર્નર’ બનાવવામાં આવ્યું હતું. જેમાં સરદાર પટેલના સ્ટેચ્યુ સામે તેમના પુસ્તકોને પ્રદર્શિત કરવામાં આવ્યા. તો વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા પ્રકાશિત ગુજરાતી વિશ્વકોશના ૨૫…
Read MoreMonth: January 2023
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકા મકાનનું સ્વપ્ન સાકાર કરતા માલણકા ગામના હિંમતભાઈ ગોહિલ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના માલણકા ગામના હિંમતભાઈ ગોહિલ ને કાચા મકાનમાંથી પાકું મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મળતા તેઓ ખુશખુશાલ થયા છે. માલણકા ગામના હિંમતભાઈ લક્ષ્મણભાઈ ગોહિલે જણાવ્યું હતું કે અગાઉ તેવો કાચા મકાનમાં રહેતા હતા આથી તેમને ઉનાળામાં અને શિયાળામાં ખૂબ જ તકલીફ પડતી હતી. આ ઉપરાંત ચોમાસામાં ક્યારેક ભારે વરસાદની પરિસ્થિતિમાં તેમને બીજાના ઘરે આશરો લેવો પડતો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કાચું મકાન હોવાને લીધે શૌચાલય માટે પણ બહાર જવું પડતું હતું જ્યારે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકી છત વાળું મકાન…
Read Moreનવી પેઢીને પ્રસન્નતા પ્રાપ્ત થાય તે વિજ્ઞાનની સાર્થકતા – લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવે
હિન્દ ન્યુઝ, ભાવનગર શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન પ્રારંભ કરાવતા લોક વૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ કહ્યું કે, નવી પેઢીને પ્રસન્નતા પ્રાપ્ત થાય તે વિજ્ઞાનની સાર્થકતા છે. આ પ્રદર્શનમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિભાવંત વિદ્યાર્થી બાળકો વિવિધ કૃતિઓ સાથે ભાગ લીધો હતો. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત, ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તથા ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા દ્વારા પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું વિભાગીય કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૦૨૩ યોજાયું…
Read Moreઆગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે તળાજાના મુખ્યમાર્ગ સહિત અન્ય વિસ્તારોમાં સફાઇની કામગીરી હાથ ધરાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી પ્રજાhસત્તાક પર્વની ભાવનગરની જિલ્લાકક્ષાની ઉજવણી તળાજામાં થવા જઇ રહી છે જે અન્વયે તળાજાના મુખ્ય માર્ગો તેમજ તળાજાનાં શહેરી વિસ્તારના વોર્ડ વાઇઝ વિશેષ ખાસ પ્રકારની સફાઈ ઝુંબેશ ની શરૂઆત કરવામાં આવેલ છે જે અંતર્ગત સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તળાજાની સફાઇની કામગીરી માટે તમામ સાત વોર્ડની અંદર સફાઈ માટે ખાસ સુપરવાઈઝર ની નિમણૂક કરવામાં આવેલ છે આ ઉપરાંત નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી કે.જે.પટેલ મારફતે પણ વોર્ડ વાઇઝ સફાઈની રોજે રોજ માહિતી મેળવી રીવ્યુ કરવામાં આવે છે. આ માટે સફાઈ વિભાગની સાથે સાથે…
Read Moreભાવનગરમાં ગ્રામ વિકાસની યોજનાઓના સુચારૂ અમલીકરણ અર્થે વર્કશોપ યોજાયો
ભાવનગર ભાવનગરમાં ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના સુચારૂ અમલીકરણ અર્થે સર્કિટ હાઉસ, વાઘાવાડી રોડ, ભાવનગર ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સ્વચ્છ ભરત મિશન (ગ્રામીણ) યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) યોજના, એન. આર. એ. એમ. યોજના તેમજ મનરેગા યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે તાલુકા પંચાયત ભાવનગર પ્રમુખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રીબેન જરૂ, તાલુકા વિકાસ અધિકારી પી. કે. રાવત ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભાવનગર તાલુકામાંથી ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યઓ, તાલુકા પંચાયતના સભ્યઓ, સરપંચઓ, તલાટીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Read Moreઅનુસુચિત જનજાતીનાં શિક્ષિત તાલીમાર્થીઓ માટે ભોજન તથા શિક્ષણ પુરૂ પાડવા અંગે ભાવો મંગાવાયા
હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારનાં ગૃહ વિભાગનાં હુકમથી આપવામાં આવેલ આદેશ મુજબ અનુસૂચિત જનજાતીના શિક્ષિત યુવાનો/યુવતિઓ સરકાર દ્વારા આયોજીત હેતુલક્ષી તાલીમનો લાભ મેળવી પગભર થઇને સમાજના મુખ્ય પ્રવાહમાં આમેલ થઇ શકે તેમજ પોલીસ, લશ્કર, બી.એસ.એફ., આર.એ.એફ., સી.આર.પી.એફ., સી.આઇ.એસ.એફ., એસ.એસ.બી તથા સરકારનાં અન્ય વિભાગની ભરતી થવાની/જોડાવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતા પુર્વક પસાર કરી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય તે માટે આવા બાળકોને તાલીમ આપવા માટે દિન -૩૦ નો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ તાલીમ માટે ઉમેદવારને સવારનો ચા-નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રીનુ ભોજન માટેની વ્યવસ્થા માટે રૂ.૨,૮૮,૦૦૦/-ની મર્યાદામાં ભોજન પુરૂ…
Read Moreપંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેણા ખાતે કલેકટરની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઇ
હિન્દ ન્યુઝ, પંચમહાલ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેણા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા ક્લેક્ટર સુજલ મયાત્રાની અઘ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ હતી. ગ્રામસભામાં રેણા અને આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા અને યોજનાકીય બાબતો અને પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. આ સાથે સ્થળ પર જ વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. ગ્રામસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. લોકોના દ્વારે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી અને દિવસીય ગ્રામસભાઓ યોજવામાં આવે છે. આ સભામાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પ્રાંત અધિકારી શહેરા, મામલતદાર, ગામના…
Read Moreસિટિઝન પરસેપ્શન સર્વેમાં ભાગ લેવા જાહેર જનતાને મ્યુનિ. કમિશનર અમિત અરોરાની હાર્દિક અપીલ
હિન્દ ન્યુઝ, રાજકોટ ભારત સરકારના અર્બન આઉટકમ મિશન ૨૦૨૨ અંતર્ગત સિટિઝન પરસેપ્શન સર્વેનું આયોજન કરવામાં આવેલ છે. આ સર્વે વેબસાઈટના માધ્યમથી હાથ ધરવામાં આવેલ છે. આ સર્વેમાં નાગરિકો પાસેથી પ્રાપ્ત થનાર અભિપ્રાય શહેરના ભાવિ વિકાસ માટે ખુબ જ મૂલ્યવાન બની શકશે, તેમ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું. તેમણે વિશેષમાં એમ જણાવ્યું હતું કે, આ સર્વેનો હેતુ શહેરીજનોને મળતી સુવિધાઓ તેમજ અસુવિધાઓનો અંદાજ મેળવવાનો છે. આ સર્વેના પરિણામો ભવિષ્યમાં આવનારી પરિયોજનાઓનો પાયો બની શકે એમ હોય તમામ નાગરિકો આ સર્વેમાં ભાગ લઇ પોતાની નાગરિક ફરજ નિભાવે તે રાજકોટના વિકાસના હિતમાં…
Read Moreશેત્રુંજય ગીરીરાજ જૈન તીર્થ ઉપર આવેલ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના પૂજારીની હંગામી નિમણૂક માટે અરજી મંગાવવામાં આવી
હિન્દ ન્યુઝ, ભાવનગર શેત્રુંજય ગીરીરાજ જૈન તીર્થ ઉપર આવેલ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના પુજારીની હંગામી ધોરણે નિમણૂંક કરવાની કાર્યવાહી કરવા સરકારના ગૃહ વિભાગ તરફથી રચવામાં આવેલ ટાસ્ક ફોર્સની તા.૧૭/૦૧/૨૦૨૩ ની બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ છે. સબબ, સનાતન વૈદિક ધર્મ અનુસાર શિવપુજાના જાણકાર પુજારીશ્રીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. નિલકંઠ મહાદેવ મંદિર શેત્રુંજય ગીરીરાજ ઉપર દૈનિક ધોરણે પુજા કરવા ઈચ્છુક વ્યક્તિઓએ તા.૨૧/૦૧/૨૦૨૩ સુધીમાં પોતાના ફોટોગ્રાફ સહિતના બાયોડેટા સાથેની અરજી સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, પાલીતાણાની કચેરી ખાતે રજુ કરવાની રહેશે, તા .૨૧ / ૦૧ / ૨૦૨૩ ના રોજ સાંજના ૦૬:૧૦ કલાક બાદ રજુ…
Read Moreहाजीपुर संसदीय क्षेत्र से मेरे परिवार का अटुट रिस्ता है। जिसे भुला नहीं जा सकता है – केन्द्रीय मंत्री पशुपति कुमार पारस
हिन्द न्यूज़, बिहार हाजीपुर लोकसभा के सासंद सह केन्द्रीय मंत्री पशुपति कुमार पारस ने संबोधित करते हुए कहा कि 1977 से हाजीपुर लोकसभा क्षेत्र से मेरे परिवार का अटुट रिस्ता है। जिसे भुलाया नहीं जा सकता है। मैं उन रिश्तों को कायम रखुंगा। मेरे बड़े भाई स्व राम विलास पासवान को हाजीपुर की जनता ने गिनिज बुक में नाम दर्ज करा देश में गौरवान्वित कराने काम किया है । उसे हम कभी भुला नहीं पायेंगे। उन्होंने आगे कहा कि अपने संसदीय क्षेत्र हाजीपुर को केन्द्रीय मंत्री स्व. पासवान ने हाजीपुर…
Read More