પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકા મકાનનું સ્વપ્ન સાકાર કરતા માલણકા ગામના હિંમતભાઈ ગોહિલ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લાના માલણકા ગામના હિંમતભાઈ ગોહિલ ને કાચા મકાનમાંથી પાકું મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મળતા તેઓ ખુશખુશાલ થયા છે.

માલણકા ગામના હિંમતભાઈ લક્ષ્મણભાઈ ગોહિલે જણાવ્યું હતું કે અગાઉ તેવો કાચા મકાનમાં રહેતા હતા આથી તેમને ઉનાળામાં અને શિયાળામાં ખૂબ જ તકલીફ પડતી હતી. આ ઉપરાંત ચોમાસામાં ક્યારેક ભારે વરસાદની પરિસ્થિતિમાં તેમને બીજાના ઘરે આશરો લેવો પડતો હતો.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કાચું મકાન હોવાને લીધે શૌચાલય માટે પણ બહાર જવું પડતું હતું જ્યારે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકી છત વાળું મકાન બનતા દરેક ઋતુમાં તેઓને રક્ષણ મળશે તેમ જ પાકા ઘરમાં જ શૌચાલય બનાવવામાં આવ્યું છે.

હિંમતભાઈ એ સરકાર નો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો કે પાકું મકાન બનતા પોતાનું ઘર નું મકાન બનાવવાનું સ્વપ્ન સાકાર થયું છે.

Related posts

Leave a Comment