ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરવા પોલીસ તંત્રની રાઉન્ડ ધ કલોક કામગીરી

હિન્દ ન્યુઝ, ભાવનગર  આદર્શ આચારસંહિતાના પાલન સાથે ભાવનગર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ની સમગ્ર પ્રક્રિયા થાય તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્રની સાથો સાથ ભંવનગર જિલ્લાની પોલીસ આયોજન કરીને એક્શન મોડમાં કામગીરી કરી રહી છે. ચૂંટણી સંદર્ભે કાયદો વ્યવસ્થાને લઈ ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર તેમજ પોલીસ અધિક્ષક  ડો. રવીન્દ્ર પટેલની પત્રકાર પરીષદ યોજાઇ હતી. આ તકે રેન્જ આઈ.જી.  ગૌતમ પરમારે જણાવ્યું હતું કે નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે આર્થિક લેવડ દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને ફ્લાઇગ સ્ક્વોડ ટીમ દ્વારા સાત વિધાનસભા મતદાન…

Read More

લોકશાહીના પર્વને બળવતર બનાવવા વધુમાં વધુ મતદાન કરવા મતદારોને અપીલ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારમાં વધુને વધુ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચુંટણી પંચ જહેમત લઈ રહ્યું છે ત્યારે ”વોટ આપવાનું ભૂલશો નહીં” તેમજ ”હું મતદાન કરીશ” ના પોસ્ટરો શહેરનાં અનેક સ્થળોએ લગાવવામાં આવ્યા છે. ”વોટ આપવાનું ભૂલશો નહી” તા. ૧ ડિસેમ્બર ૨૦૨૨ આ શબ્દ અલંકારીક રીતે યાદ રહી જાય એ હેતુ થી વિરોધાભાસ દર્શાવીને મતદારોને વોટ કરવા માટેની અપીલ કરવામાં આવી છે શહેરની વિવિધ સરકારી ઓફિસોમાં જેમકે કલેક્ટર ઓફિસ, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે ”હું મતદાન કરીશ”ના પોસ્ટર લગાવવામાં આવ્યા છે આ કચેરીઓમાં અરજદારો દરરોજ…

Read More

ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી મતદાનના દિવસ બિનઅધિકૃત રીતે વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં જાહેરનામું જારી કરાયું

હિન્દ ન્યુઝ, ભુજ આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ની તારીખો જાહેર થયેલ છે, જે મુજબ તા.૩/૧૧/૨૦૨૨ થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં ૧/૧૨/૨૦૨૨ના મતદાન થનાર છે. ચુંટણીની કામગીરી તા.૦૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે. આ ચૂંટણીમાં ઉમેદવારો તથા રાજકીય પક્ષો તરફથી બિનઅધિકૃત રીતે મતદાનના દિવસે મતદારો મતદાન મથકે લઈ જવા-પરત લાવવા વાહનોનો ઉપયોગ કરવાની સંભાવના છે. જેથી વાહનના આવા દુરૂપયોગના કારણ પ્રતિસ્પર્ધીઓ વચ્ચે…

Read More

મતદાન દિવસે દિવ્યાંગ મતદારો અને સિનીયર સિટીઝનોને મતદાન માટે પ્રાથમિકતા અપાશે

હિન્દ ન્યુઝ, ભુજ  આગામી વિદ્યાનસભા સામાન્ય ચૂંટણી-ર૦રરમી તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૦૩/૧૧/૨૨૨થી ચુંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. અને જિલ્લામાં તા.૦૧/૧૨/૨૨ ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.0૩/૧૧/૨૦૧૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. આગામી વિધાનસભા સામાન્ય ચુંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે. જેથી કચ્છ-ભુજ જિલ્લા મેજીસ્ટ્રેટ દિલીપ રાણાએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી તેમને મળેલ સત્તાની રૂએ સમગ્ર કચ્છ જિલ્લામાં આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે મતદાનના દિવસે મતદાન મથકોએ મતદારોને અનુસરવાના હુકમો…

Read More

મતદાન તેમજ મતગણતરીના દિવસે ઈલેકટ્રીક ઉપકરણ પર ફરમાવેલ પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની તારીખો જાહેર થયેલ છ. જે મુજબ તા.૦૩/૧૧/૨૦૨૨થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૧/૧૨/૨૦૨૨ના મતદાન થનાર છે. ચુંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. આગામી વિધાનસભા પેટા ચુંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જિલ્લા મેજીસ્ટ્રેટ દિલીપ રાણા દ્વારા મતદાનના દિવસે મતદાન બુથની આસપાસ તથા મતગણતરીના દિવસે મતગણતરી કેન્દ્ર ખાતે નિવારક પગલાં ભરવા જાહેરનામું ફરમાવ્યું છે. મતદાનના દિવસ તા.૧/૧૨/૨૦૨૨ મતદાન મથકમાં કે મતદાન મથકની ૧૦૦મી ત્રિજયમાં કોઇપણ વ્યકિત સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરે…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરની ઉપસ્થિતિમાં ટાઉનહોલ ખાતે માઈક્રો ઓબ્ઝર્વર્સની જિલ્લાકક્ષાની તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ આજરોજ ૧૨.૦૦ કલાકે ટાઉનહોલ ભૂજ ખાતે વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ની કામગીરીના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિલીપ રાણાની ઉપસ્થિતિમાં માઈક્રો ઓબ્ઝર્વર્સની જિલ્લાકક્ષાની તાલીમ યોજાઈ હતી. આ તાલીમનું આયોજન નોડલ ઓફિસર માઈક્રો ઓબ્ઝર્વર્સ અને આયોજન અધિકારી  જે.કે.ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ચૂંટણી દરમિયાન મતદાન મથક ખાતેની કામગીરી, ૮૦+ વર્ષથી વધુ વયના મતદારો, દિવ્યાંગજનો વગેરેને ઘરે જઈને કેવી રીતે બેલેટ પેપરની મદદથી મતદાન કરાવવું તેના વિશેની પ્રક્રિયાથી માહિતીગાર કરવામાં આવ્યા હતા. કુલ ૯૪ અધિકારીઓ, કર્મચારીઓ આ તાલીમમાં જોડાયા હતા.

Read More

૧૪ નવેમ્બરના રોજ રણોત્સવના ક્રાફ્ટ તથા ફૂડ સ્ટોલ માટે આવેલી અરજીઓનો કમ્પ્યુટરાઇઝ ડ્રો ભુજ ખાતે યોજાશે

હિન્દ ન્યુઝ,  ભુજ  ધોરડો રણોત્સવ ૨૦૨૨-૨૩ દરમિયાન હસ્તકળા સાથે સંકળાયેલ તેમજ તે પ્રકારની વસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ થાય તે માટે ક્રાફ્ટ સ્ટોલ તથા ખાણી-પીણી માટે ફૂડ સ્ટોલ બજાર ટેન્ટસીટી બહાર “ક્રાફ્ટ & ફૂડ બજાર” ઊભી કરવામાં આવી છે. આ ક્રાફ્ટ સ્ટોલ તથા ફૂડ સ્ટોલ બજારમાં રસ ધરાવતા સખી મંડળ/સ્વ:સહાય જૂથના સભ્યો કારીગરોની અરજીઓ તા.૧૦/૧૧/૨૦૨૨ સુધી સ્વીકારવામાં આવી હતી. જે અંતર્ગત ક્રાફ્ટ તથા ફૂડ સ્ટોલ માટે આવેલ અરજીઓનો કમ્પ્યુટરાઇઝ ડ્રો તા.૧૪/૧૧/૨૦૨૨ના સવારે ૧૧:૦૦ કલાકે, ભુજ હાટ, રિલાયન્સ મોલની સામે,ભુજ ખાતે રાખવામાં આવ્યો છે તેવું જી.કે.રાઠોડ અધ્યક્ષ અને નિયામક જિલ્લા ગ્રામ વિકાસ…

Read More