ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરવા પોલીસ તંત્રની રાઉન્ડ ધ કલોક કામગીરી

હિન્દ ન્યુઝ, ભાવનગર 

આદર્શ આચારસંહિતાના પાલન સાથે ભાવનગર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ની સમગ્ર પ્રક્રિયા થાય તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્રની સાથો સાથ ભંવનગર જિલ્લાની પોલીસ આયોજન કરીને એક્શન મોડમાં કામગીરી કરી રહી છે. ચૂંટણી સંદર્ભે કાયદો વ્યવસ્થાને લઈ ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર તેમજ પોલીસ અધિક્ષક  ડો. રવીન્દ્ર પટેલની પત્રકાર પરીષદ યોજાઇ હતી. આ તકે રેન્જ આઈ.જી.  ગૌતમ પરમારે જણાવ્યું હતું કે નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે આર્થિક લેવડ દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને ફ્લાઇગ સ્ક્વોડ ટીમ દ્વારા સાત વિધાનસભા મતદાન વિસ્તારમાં વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. ૩૦ જેટલી ચેકપોસ્ટ ઊભી કરી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે આચારસંહિતા અમલમાં આવી ત્યારથી ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરવા પોલીસ તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે. ચુંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય એ માટે પોલીસ અધિકારીઓની રીવ્યુ મિટિંગ પણ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં હથિયારનું લાઇસન્સ ધરાવતા લોકો પાસેથી હથીયાર પરત લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. રાત્રિના ૧૧ થી સવારના ૬ વાગ્યા સુધી ખાસ એક્શન પ્લાન બનાવીને સઘન ચેકિંગ સહિતની કામગીરી સઘન હાથ ધરવામાં આવી છે. અંતમાં રેન્જ આઈજી  એ જણાવ્યું હતું કે કોઈ અસામાજિક તત્વ દ્વારા ચુંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે અથવા ભય નું વાતાવરણ હોઈ એવું લાગે તો પોલીસ કંટ્રોલરૂમ નો સંપર્ક કરવો. આ ઉપરાંત ચુંટણી પહેલા ભયમુક્ત અને ન્યાય વાતાવરણ તૈયાર થાય એ માટે પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે.

Related posts

Leave a Comment