લોકશાહીના પર્વને બળવતર બનાવવા વધુમાં વધુ મતદાન કરવા મતદારોને અપીલ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભાવનગર જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારમાં વધુને વધુ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચુંટણી પંચ જહેમત લઈ રહ્યું છે ત્યારે ”વોટ આપવાનું ભૂલશો નહીં” તેમજ ”હું મતદાન કરીશ” ના પોસ્ટરો શહેરનાં અનેક સ્થળોએ લગાવવામાં આવ્યા છે. ”વોટ આપવાનું ભૂલશો નહી” તા. ૧ ડિસેમ્બર ૨૦૨૨ આ શબ્દ અલંકારીક રીતે યાદ રહી જાય એ હેતુ થી વિરોધાભાસ દર્શાવીને મતદારોને વોટ કરવા માટેની અપીલ કરવામાં આવી છે શહેરની વિવિધ સરકારી ઓફિસોમાં જેમકે કલેક્ટર ઓફિસ, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે ”હું મતદાન કરીશ”ના પોસ્ટર લગાવવામાં આવ્યા છે આ કચેરીઓમાં અરજદારો દરરોજ ખૂબ જ મોટા પ્રમાણમાં આવતા હોય મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી ”હું મતદાન કરીશ”ના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં ૧ ડિસેમ્બર ૨૦૨૨ માં રોજ વિધાનસભા સામાન્ય ચુંટણી અંતર્ગત મતદાન યોજાનાર છે.

Related posts

Leave a Comment