હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
આ પરિપત્ર અનુસાર ચૂંટણીના પ્રચાર માટે ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટો, રાજકીય પક્ષો કે કોઈપણ વ્યક્તિ તરફથી લાઉડ સ્પીકરની પભારતના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અને તે અંગેનો કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા. ૦૧/૧૨/૨૦૨૨ના રોજ ચૂંટણી યોજાનાર છે. જે અંગે લાઉડ સ્પીકરની પરવાનગી અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે.રવાનગી મળવા માંગણીઓ આવે તે સમયે અરજીની નોંધ રજિસ્ટ્રરમાં કરી અને સક્ષમ અધિકારીએ પરવાનગી આપવાની રહેશે. દરેક અરજીની નોંધ રજીસ્ટ્રરમાં અચૂક કરવાની રહેશે.
લાઉડ સ્પીકરની પરવાનગી સવારના ૬.૦૦થી રાત્રે ૧૦.૦૦ કલાક સુધીના સમય માટે જ આપવાની રહેશે ઉપરાંત ફરતા વાહનમાં લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની કચેરીથી પરવાનગી મેળવવાની રહેશે.