હિન્દ ન્યુઝ, ભાવનગર વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાવનગરમાં કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. કે. પારેખની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓની તાલીમ યોજાઇ હતી. આ તાલીમમાં વિધાનસભાની ચૂંટણીઓ વખતે પોલીસના કર્તવ્યો જેવા કે બંદોબસ્ત અને સુરક્ષા, શિક્ષાત્મક-૧૯૫૧ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ગુના કરતી વ્યક્તિઓ સામે કાર્યવાહી, ચૂંટણીઓને લગતી જાહેર સભાઓમાં શાંતિ અને વ્યવસ્થાની જાળવણી, EVM ની સુરક્ષા, મતદારોને કોઈ પણ પ્રકારની રૂકાવટ કે અવરોધ વિના પોતાનો મત નોંધવા માટે સગવડ મળી રહે, મતદાનને દિવસે મતદાન મથકોએ અનિચ્છનીય બનાવ અટકાવવા માટે અગાઉથી સાવચેતીના પગલાં લઈને બનાવો નિવારવા અંગે જણાવાયું હતું.…
Read MoreDay: November 10, 2022
મારુ મતદાન, મારી જવાબદારી સૂત્રને સ્વીકારી મતદાન કરવા અપીલ કરતા જિલ્લા કલેકટર ડી.કે.પારેખ
હિન્દ ન્યુઝ, ભાવનગર મારુ મતદાન, મારી જવાબદારી ના સૂત્રને સ્વીકારી ભાવનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. કે. પારેખે અપીલ કરી છે. ગુજરાત રાજ્ય વિધાનસભા ૨૦૨૨ ની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે ભાવનગર જિલ્લામાં ૧-ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ મતદાન થનારું છે ત્યારે નિર્ભય અને નિષ્પક્ષ રીતે લોકશાહીના પર્વને ઉજવીને વધુમાં વધુ મતદાન કરવા જિલ્લા કલેકટર દ્વારા જણાવાયું છે. કલેકટર એ વધુમાં જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાની સાત વિધાનસભાની બેઠકોમાં સવારે ૮ થી સાંજના ૫ વાગ્યા સુધી મતદાન થનાર છે મતદાન કરવા…
Read Moreભાવનગર જિલ્લાની ૧૦૨-પાલીતાણા વિધાનસભા બેઠક ખાતે “અવસર રથ” ફરી લોકોને મતદાન કરવા અપીલ કરાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીનો કેમ્પેઇન જાહેર કરવામાં આવેલ છે. આ કેમ્પેઇનનો મુખ્ય હેતુ મતદાર રજીસ્ટ્રેશન અને મતદાનનું પ્રમાણ વધારવાનો છે. સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી ઉચ્ચ મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ જરૂરી છે. જે અંતર્ગત આજરોજ ભાવનગર જિલ્લાની ૧૦૨-પાલીતાણા વિધાનસભા બેઠકનાં ચોંડા, કુંભણ, વાળુકડ, ખાખરીયા, ભુતિયા, દેપલા, ટાણા, ઘેટી, પીપરડી, સણોસરા સહિતનાં તમામ મત વિસ્તાર ખાતે “અવસર રથ” ફરી લોકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.
Read Moreરાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલ ખાદ્યચીજ “ગાયનું ઘી” ના બે નમૂના તપાસ બાદ રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.
હિન્દ ન્યુઝ, રાજકોટ (૧) કૃષ્ણવિજય ડેરી ફાર્મ -કેવડાવાડી મેઈન રોડ, ગરબી ચોક, રાજકોટ ના સંચાલક દિપકભાઈ પોપટભાઈ અકબરી પાસેથી લેવાયેલ ખાધચીજ – “ગાય નું ઘી (લૂઝ)” નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં તીલ ઓઇલ તથા હળદરની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. (૨) “જલારામ ઘી ડેપો -વિનાયક નગર, ઉદયનગર-૧, અક્ષર પ્લાસ્ટીકની સામે, મવડી મેઇન રોડ, રાજકોટના માલિક બીરેનભાઈ પિયુષભાઈ જોબનપુત્રા પાસેથી લેવાયેલ ખાધચીજ – “ગાય નું શુધ્ધ ઘી(લૂઝ)” નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં તીલ ઓઇલની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. નમુનાની કામગીરી :- ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ દૂધનો નમૂનો લેવામાં આવેલ :- (૧) મિક્સ દૂધ (લુઝ): સ્થળ –શ્રી ચામુંડા ડેરી ફાર્મ -અર્હમ હોસ્પિટલ પાસે, પંચવટી…
Read More