ભાવનગરમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ અધિકારીઓની જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ,  ભાવનગર

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાવનગરમાં કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. કે. પારેખની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓની તાલીમ યોજાઇ હતી. આ તાલીમમાં વિધાનસભાની ચૂંટણીઓ વખતે પોલીસના કર્તવ્યો જેવા કે બંદોબસ્ત અને સુરક્ષા, શિક્ષાત્મક-૧૯૫૧ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ગુના કરતી વ્યક્તિઓ સામે કાર્યવાહી, ચૂંટણીઓને લગતી જાહેર સભાઓમાં શાંતિ અને વ્યવસ્થાની જાળવણી, EVM ની સુરક્ષા, મતદારોને કોઈ પણ પ્રકારની રૂકાવટ કે અવરોધ વિના પોતાનો મત નોંધવા માટે સગવડ મળી રહે, મતદાનને દિવસે મતદાન મથકોએ અનિચ્છનીય બનાવ અટકાવવા માટે અગાઉથી સાવચેતીના પગલાં લઈને બનાવો નિવારવા અંગે જણાવાયું હતું. આ ઉપરાંત મતદાનના દિવસે તમામ દરજ્જાના પોલીસ અને અધિકારીઓની ફરજ અંગે જણાવ્યું હતું. આ તાલીમમાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એસ. એન. કટારા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતિ જયશ્રીબેન જરૂ, નાયબ પોલીસ અધિક્ષક આર. વી. ડામોર તથા જિલ્લાનાં પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment