ભાવનગરમાં મત ગણતરી કેન્દ્રની મુલાકાત લેતા જિલ્લા કલેકટરશ્રી ડી.કે.પારેખ

હિન્દ  ન્યુઝ, ભાવનગર

ભાવનગરમાં વિધાનસભા સામાન્ય ચુંટણી ૨૦૨૨ નાં મત ગણતરી કેન્દ્રની જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ દરેક વિધાનસભા દીઠ સ્ટ્રોંગ રૂમ, મત ગણતરી કેન્દ્ર, મીડિયા સેન્ટર વગેરે સવલતો તથા ભૌતિક સગવડતા અંગેની જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.આ મુલાકાતમાં પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ. એન. કટારા, ભાવનગરના પ્રાંત અધિકારી એચ.એમ ઝણકાટ, સ્થાનિક રીટનિંગ ઓફિસરો, જી.ઈ.સી. સ્ટાફ તથા સ્થાનિક ચૂંટણીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment