રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૨૪/૧૦/૨૨ થી તા.૩૦/૧૦/૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું.

હિન્દ ન્યુઝ, રાજકોટ ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયેલ છે. વરસાદી ઋતુ બાદ મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. મચ્છર જન્ય રોગો અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા…

Read More

ડબલ ફોર્ટિફાઇડ મીઠુ અને ફોર્ટિફાઇડ ચોખા અંગેની મહિલા શિબિર

હિન્દ ન્યુઝ, કાલાવડ  કાલાવડ તાલુકાના નિકાવા ગામે “ન્યુટ્રીશન ઇન્ટરનેસનલ, ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને ICDS વિભાગના સયુંકત ઉપક્રમે ડિવિઝનલ કોર્ડીનેટર વિપુલભાઈ ઠાકર દ્વારા ડબલ ફોર્ટિફાઇડ મીઠુ અને ફોર્ટિફાઇડ ચોખા વિશે એક સેન્સિટાઇઝેશન મિટિંગ રાખવામાં આવી હતી. આ મિટિંગમાં સગર્ભાઓ, ધાત્રી, કિશોરીઓ, મહિલા શદસ્ય કાજલબેન બારોટ તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ, હેલ્થ સુપરવાઈઝર, આંગણવાડી વર્કરો અને હેલ્પર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિર માં વિડિઓ, ડેમોસ્ટ્રેશન તેમજ આયોડીન આર્યન તપાસવાની કીટ વગેરે દ્વારા ખુબજ મહત્વની માહિતી આપવામાં આવી. ફોર્ટિફાઇડ ચોખા અને મીઠાના લાભો, ઉપયોગ, જાળવણી, વિટામિન્સ વગેરે વિશે ખુબ જ ઊંડાણ પૂર્વકે માર્ગદર્શન…

Read More

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે બોટાદ ખાતે સાદગીપૂર્વક “રન ફોર યુનિટી” કાર્યક્રમ સંપન્ન

હિન્દ ન્યુઝ, બોટાદ દેશનાં લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મજયંતીની ઉજવણી અન્વયે રાષ્‍ટ્રીય એક્તા દિવસ નિમિતે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે સાદગીપૂર્ણ રીતે “રન ફોર યુનિટી”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોરબી ખાતે સર્જાયેલી પુલ દુર્ઘટનાના દિવંગતો માટે બે મિનીટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બોટાદના પ્રાંત અધિકારી દીપકભાઈ સતાણી તેમજ ડીવાયએસપી મહર્ષિ રાવલએ ફલેગ ઓફ આપી “રન ફોર યુનિટી”નો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં પોલીસ જવાનો, એન.સી.સી.કેડેટ્સ, રમતવીરો, યોગશિક્ષકો, વિદ્યાર્થીઓ, વિવિધ સામાજિક સંસ્થાના સભ્યો અને શહેરીજનો જોડાયા હતા. આ પ્રસંગે બોટાદ મામલતદાર, જિલ્લા શિક્ષણાધિકારી, નાયબ જિલ્લા…

Read More

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વસો ગામ માં પ્રાથમિક શાળા નવનિર્માણ

હિન્દ ન્યુઝ, ગળતેશ્વર વસો ગામ માં પ્રાથમિક શાળાનું ખુબજ સરસ રીતે નિર્માણ થવા જઈ રહ્યું છે જે સમગ્ર ગુજરાત માં નઈ હોય તેવી પ્રાથમિક શાળા નું નિર્માણ થવા જઈ રહ્યું છે જેમાં અતિ આઘ્યુનિક રીતે સ્માર્ટ ક્લાસ અને સ્માર્ટ રૂમ્સ નું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેમાં નવનિર્માણ ભૂમિ પૂજન કાર્યક્રમ માં આવે લા મુખ્ય મહેમાન વિજયભાઈ ફૂલાભાઈ પટેલ અને દાતા માતૃ ભૂમિ ચેરીટેબલ ટ્રસ્ટ (યુ.એસ.એ) ના પ્રેસિડન્ટ રમેશભાઈ છોટાભાઈ પટેલ નું ખૂબ ખૂબ અભિનંદન છે કે જેમને વાસો ગામ ના વિદ્યાર્થીઓને શિક્ષણ સારું થાય તે બદલ એમને એક મોટા…

Read More

રાધનપુર ખાતે 223મી જલારામ જયંતિ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર 223મી જલારામ જયંતિ ની ઉજવણી કરવામાં આવી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં રઘુવંશી લોહાણા સમાજ દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપી ઉજવણી કરવામાં આવી હતી. આરતી,ભજન,ભોજન અને ભવ્ય શોભા યાત્રા સહિતના અલગ અલગ કાર્યક્રમો આપી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.સમગ્ર રઘુવંશી સમાજ રાધનપુર વિસ્તારનો એક મંચ ઉપર આવી રાધનપુર ખાતે 223મી જલારામ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. જલારામ મંદિરથી શ્રી રામ વાળી સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. રાધનપુર લોહાણા સમાજના પ્રમુખ રઘુરામભાઈ ઠક્કર અને ચકનભાઈ ઠક્કર અને રાધનપુર નગરપાલિકાના નગરસેવક રમેશભાઈ ગોકલાણી અને…

Read More