પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારોઃ બીજા તબક્કામાં 1515 ઉમેદવારીપત્રો ભરાયા : શ્રીમતી પી. ભારતી

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ ચરણમાં 89 બેઠક માટે આગામી તા.01 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની આખરી તા.17 નવેમ્બર પછી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર હવે કુલ 788 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં 65-મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ, જ્યારે સુરતના 163-લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે. ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવી…

Read More

વિધાનસભાની ચુંટણી સંદર્ભે મતદાર ફોટો ઓળખપત્ર દ્વારા ઓળખ સ્થાપિત કરી શકાતી હોય તો સ્પેલિંગમાં થયેલી ભૂલો વગેરેને ધ્યાનમાં લેવી નહિ

હિન્દ ન્યુઝ, ભાવનગર વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ સંદર્ભે મતદાર ફોટો ઓળખપત્રની બાબતમાં જો મતદારની ઓળખ મતદાર ફોટો ઓળખપત્ર દ્વારા સ્થાપિત કરી શકાતી હોય તો તેમાં થયેલી કારકૂની ભૂલો, સ્પેલિંગમાં થયેલી ભૂલો વગેરેને ધ્યાનમાં લેવી નહિ. મતદાર અન્ય વિધાનસભા મતવિભાગના મતદાર નોંધણી અધિકારી દ્વારા ઇસ્યુ કરેલુ મતદાર ફોટો ઓળખપત્ર રજૂ કરે તો, આવું મતદાર ફોટો ઓળખપત્ર ઓળખ માટે ત્યારે જ સ્વીકારવામાં આવશે, જ્યારે મતદાર મતદાન માટે જે મતદાન મથકે ગયા હોય તેની મતદારયાદીમાં મતદારનું નામ નોંધાયેલ હશે. ફોટોગ્રાફમાં અસામ્યતાને જો કારણે મતદારની ઓળખ સ્થાપિત કરવી શક્ય ન હોય તો, મતદારે ચુંટણી પંચ…

Read More

વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાન કરવા અંગે જરૂરી માર્ગદર્શિકા બહાર પડાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ અંતર્ગત મતદારને મતદાન કરવા અંગેની જરૂરી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેમાં જણાવ્યા મુજબ મતદાન પૂરું થવાના સમયે હરોળમાં ઉભેલા તમામ મતદારોને મતદાન કરવા દેવામાં આવશે. મહિલા મતદારો માટે અલગ હરોળની વ્યવસ્થા ઊભી કરાશે તેમજ વરિષ્ઠ નાગરિકોને મતદાન માટે અગ્રતા ક્રમ આપવામાં આવશે. અંધ અને અશક્ત મતદારોને તેમનો મત નોંધવા માટે પુખ્ત વયના સાથી કે સહાયકને મત કુટિરમાં સાથે લઈ જવાની પરવાનગી આપવામાં આવશે. મતદાન મથકમાં મોબાઈલ ફોન અને કેમેરા જેવા ગેઝેટ સાથે લઈ જવાની પરવાનગી નથી. કોઈ ખાસ ઉમેદવારને મત આપવા માટે…

Read More

ભાવનગર શહેરમાં ત્રણ સ્થળોએ સેલ્ફી ઝોન ઉભા કરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર શહેરમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લામાં ફર્સ્ટટાઇમ વોટર એટલે કે યુવાઓના મતદાનમાં સમગ્ર રાજ્યમાં બીજા નંબરે રહ્યુ છે ત્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યુવાઓને મતદાન કરવા અંગે પ્રેરિત થવા નવતર અભીગમ હાથ ધરવામાં આવેલ છે. ભાવનગર શહેરમાં આવેલ વિવિધ ત્રણ સ્થળો પૈકી કલેક્ટર કચેરીની સામે આવેલ સ્માર્ટ બજાર, હિમાલીયા મોલ તેમજ અકવાડા લેક ફ્રન્ટ ખાતે આ સેલ્ફી ઝોન ઉભા કરવામાં આવ્યાં છે. ભાવનગર જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખ દ્વારા કલેક્ટર કચેરી સામે આવેલ સ્માર્ટ બજારમાં ઉભુ કરાયેલ સેલ્ફી ઝોનની મુલાકાત લીધી…

Read More

કચ્છના રણમાં સોઈલ ટેસ્ટિંગ માટે ખાનગી કંપની એ તંબુ તાણ્યા, સ્થાનિક તંત્ર અજાણ.!

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકા ના ચારણકા ગામની નજીક સોલાર પાર્કના પાછળના વિસ્તારમાં કચ્છના મોટા રણમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રાઇવેટ કંપનીઓ દ્વારા હેવી મશીનરી ગોઠવી ખોદકામની કામગીરી શરૂ કરાઈ છે. જોકે આ કામગીરી બાબતે સ્થાનિક સરકારી વિભાગ જોડે કોઈ જ પ્રકારની મંજૂરી જ લેવામાં આવી નથી. નવાઈની વાત તો એ છે કે આ બાબતે ઘુડખર અભ્યારણ નજીક હોવા છતાં ઘુડખર વિભાગ પણ આ બાબતે અજાણ હોવાનો રાગ આલાપ્યો હતો. બીજી તરફ પ્રાઇવેટ કંપની દ્વારા રણમાં જ તંબુ તાણીને રહેણાંક કરીને સોઇલ ટેસ્ટિંગ ની કામગીરી શરૂ કરી છે.…

Read More

સાંતલપુર ડાભી ઉનરોડ માં અસામાજિક તત્વોનો આતંક, ધોળા દિવસે નવ યુવાન ની હત્યા

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના સાંતલપુરના ડાભી ઉનરોડ માં અસામાજિક તત્વોનો આતંક ધોળા દિવસે નવ યુવાન ની હત્યા નો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. થોડા દિવસો અગાઉ હારીજ માં યુવાન ની ખુલ્લેઆમ આમ હત્યા કરી દેવામાં આવી હતી. આ બનાવ બાદ ફરીથી પાટણ જિલ્લા ના તાલુકે ફરી અસામાજિક તત્ત્વો દ્વારા નવ યુવાન ની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. સાંતલપુર તાલુકાના ડાભી ઉનરોડ ગામે નવ યુવાન ની ખુલ્લેઆમ હત્યા કરી દેતા પરિવારજનો માં શોક ની…

Read More

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટીની ચકાસણી હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ  રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે કૃષ્ણનગર મેઇન રોડ-મવડી વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૧ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં દૂધ, ઘી, ડેરી પ્રોડક્ટસ, ચીકી, ખાદ્યતેલ વગેરેના કુલ ૧૨ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર ૦૫ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.  (૦૧) બાલાજી ભવાની ફરસાણ & સ્વીટ પેઢીમાં ચકાસણી દરમિયાન ઉપયોગમાં લેવાતું દાજિયું તેલનો આશરે ૫ kg જથ્થાનો નાશ કરવામાં આવેલ. (૦૨) રવેચી ટી સ્ટોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૩) શ્રી બાલાજી સોપારી -લાઇસન્સ…

Read More

રાજ્યમાં પ્રથમ તબક્કામાં 5,87,175 અને બીજા તબક્કામાં 5,87,195 યુવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

હિન્દ ન્યુઝ, ભુજ  • હવે, 01 જાન્યુઆરી ઉપરાંત 01 એપ્રિલ, 01 જુલાઈ અને 01 ઓક્ટોબરે 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો આ         ચૂંટણીમાં મતદાન કરી શકશે • જાન્યુઆરીથી ઓક્ટોબર, 2022 દરમ્યાન 3.24 લાખથી વધુ મતદારો મતદાર યાદીમાં નોંધાયા • સૌથી વધુ યુવા મતદાર ધરાવતાં જિલ્લાઓમાં અનુક્રમે સુરત, અમદાવાદ, બનાસકાંઠા, વડોદરા અને             દાહોદનો સમાવેશ • પ્રથમ તબક્કામાં સૌથી વધુ સુરતમાં 1,02,506 યુવા મતદારો • બીજા તબક્કામાં સૌથી વધુ અમદાવાદમાં 93,428 યુવા મતદારો આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વધુને વધુ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે…

Read More

આગામી ૨૭મીએ નોખાણીયા બટ પર ફાયરીંગ પ્રેકટીસ યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ ભુજ પાસે રૂદ્રમાતા નજીક આવેલ નોખાણીયા પોલીસ ફિલ્ડ બટ પર આગામી તા.૨૭મી નવે.૨૦૨૨ના ધ ભુજ મર્કેટાઇલ કો.ઓપ.બેંક લી.ભુજના તાબા હેઠળના ફરજ બજાવતાં તમામ અધિ/કર્મ.ઓની ફાયરીંગ પ્રેકટીસ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેંજમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેંજમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જેતે વ્યકિતની રહેશે તેવું કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મિતેષ પંડયા દ્વારા જણાવાયું છે.

Read More

અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ થતો બોટાદ જિલ્લો: શાળાઓમાં સંકલ્પ પત્રોનું વિતરણ

હિન્દ ન્યુઝ, બોટાદ વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અન્વયે લોકશાહીના આ અવસરમાં લોકો ભાગીદાર થાય અને મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુસર બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર નિરંતર કાર્યરત છે. ત્યારે નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરણા મળી રહે તે માટે બોટાદ જિલ્લાની શાળાઓમાં સ્વીપ પ્રવૃત્તિ અન્વયે વિદ્યાર્થીઓ મારફત તેમના વાલીઓ પાસે ”અવશ્ય મતદાન કરે” તે બાબતનો સંકલ્પ કરાવી, સંકલ્પ ૫ત્ર ૫ર વાલીની સહી મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને સંકલ્પ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આચાર્યો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ…

Read More