હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના 20 થી વધારે ગામોની અંદર અર્બુદા સેનાના રથનું આગમન થઈ રહ્યું છે. સીનાડ ગામ ખાતે આવેલ ચૌધરી સમાજ ની જગ્યા લાખેશ્વર મહાદેવ મંદિરથી અર્બુદા સેના નું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ફરતા ફરતા રાધનપુર તાલુકાના લક્ષ્મીપુરા ગામ ખાતે પહોંચતા લક્ષ્મીપુરા ગામ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ રથની અંદર રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ જોડાયા અને રઘુભાઈ દેસાઈ દ્વારા અર્બુદા રથની આરતી ઉતારી વિપુલ ચૌધરીને ખુલ્લુ સમર્થન આપ્યું હતું. તેમજ અર્બુદા સેનાના રથની અંદર જોડાયા હતા.રાધનપુરના ધારાસભ્ય રઘુભાઇ એ ચૌધરી સમાજ…
Read MoreMonth: November 2022
મોરબી દુર્ઘટનાનાં દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા સેવા સદન સહિત વિવિધ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો મોરબી દુર્ઘટનાના દિવંગતોને શ્રધાંજલિ પાઠવવા બોટાદ જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, રેલવે સ્ટેશન સહિત વિવિધ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ
Read Moreમોરબીની દુર્ઘટનામા જીવ ગુમાવનારા નાગરિકોને બોટાદ જિલ્લા વહીવટી તંત્રએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ
હિન્દ ન્યુઝ, બોટાદ મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગત નાગરિકોને બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે પ્રાર્થના સભાનુ આયોજન કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. બોટાદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર બીજલ શાહ તેમજ નિવાસી અધિક જિલ્લા કલેક્ટર મુકેશ પરમારની ઉપસ્થિતિમાં જિલ્લા મહેસુલી-વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ દ્વારા પ્રાર્થનાસભા યોજીને દિવંગત નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે બે મિનિટનુ મૌન પાળી દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં હતી. આ સાથે જ બોટાદ જિલ્લા પંચાયત, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સહિત જિલ્લા-તાલુકાના તમામ સરકારી વિભાગો ધ્વારા પણ પોત-પોતાના કાર્યાલયમાં મૌન પાળી…
Read Moreજિલ્લા કલેકટર બી.એ. શાહના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરએ રોડ-રસ્તાના પડતર કામો તાત્કાલિક પૂર્ણ કરવા સૂચન તેમજ માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેકટર બી.એ. શાહે સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, ટ્રાફિકને અડચણરૂપ વૃક્ષો દૂર કરવામાં આવે તેમજ મહત્વની જગ્યાઓ પર સાઈન બોર્ડ મુકવા આવે. કલેક્ટરએ રસ્તાના અધુરા તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવાની તાકિદ કરી હતી. બોટાદ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે મળેલી બેઠકમાં અધિક નિવાસી કલેકટર મુકેશભાઈ પરમાર, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી સહિત સંબધિત અમલીકરણ અધિકારીઓ…
Read Moreઆવતીકાલે બોટાદ જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં રાજકીય શોક સાથે પ્રાર્થના સભા યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટનાને પગલે આવતીકાલે તા. ૨/૧૧/૨૦૨૨ ના રોજ રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે બોટાદ સહિત રાજ્યભરમાં સરકારી કચેરીઓમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નિયમિતપણે રાષ્ટ્રધ્વજ જે ઇમારતો પર લહેરાવવામાં આવતો હોય ત્યાં અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે તેમજ તા. ૨/૧૧/૨૦૨૨ ના રોજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમનું આયોજન થશે નહીં. તમામ ગામડાઓ, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં મોરબીની બ્રિજ દુર્ઘટનામાં દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના સભા યોજાશે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ
Read Moreબોટાદ જિલ્લાકક્ષા ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગા શિબિરનું આયોજન
હિન્દ ન્યુઝ, બોટાદ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે રાજયમાં વસતા યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે દરેક જિલ્લામાં વ્યક્તિત્વ વિકાસ અને યોગા શિબિરનું આયોજન કરવાનું નક્કી કરેલ છે. બોટાદ જિલ્લામાં વસવાટ કરતાં અભ્યાસ ન કરતાં કે અભ્યાસ કરતાં કોઈપણ ૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતા યુવક-યુવતીઓ આ શિબિરમાં ભાગ લઈ શકશે. કુલ-૪૫ યુવક-યુવતીઓ માટે ૪ દિવસની શિબિરનું આયોજન થશે. આ શિબિર દરમિયાન શિબિરાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દૂષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ પોતાનામાં રહેલ શક્તિઓને…
Read Moreભાવનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે પ્રાર્થના સભા યોજાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારી મેડિકલ કોલેજ ભાવનગર તથા સર તખ્તસિંહજી હોસ્પિટલના સયુક્ત ઉપક્રમે સરકારી મેડિકલ કોલેજ સેમિનાર હોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બે મિનિટ નું મૌન પાડી મોરબી ખાતે બનેલ કેબલ બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રાર્થના સભામાં સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના ડીન સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગરના તબીબી અધિક્ષક તથા વર્ગ ૧ થી વર્ગ ૪ ના અધિકારીઓ અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી ભાવનગર
Read Moreદબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૧૭/૧૦/૨૦૨૨ થી ૩૧/૧૦/૨૦૨૨ દરમ્યાન કરવામાં આવેલ કામગીરી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૧૭/૧૦/૨૦૨૨ થી ૩૧/૧૦/૨૦૨૨ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૧૪ રેંકડી-કેબીનો ફુલછાબ ચોક, જ્યુબેલી ,પુષ્કરધામ મેઈન રોડ, નાનામૌવા ચોક, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૩૨ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે નાનામવા મેઇન રોડ, પુષ્કરધામ મેઇન રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, ૪૦ કી.ગ્રા. શાકભાજી-ફળો કે…
Read Moreમુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ પાંજરાપોળો-ગૌશાળાઓ પાસેથી અરજીઓ મેળવવાનું શરૂ
હિન્દ ન્યુઝ, ભુજ આ યોજનાનાં ઠરાવની જોગવાઈઓ અનુસાર મુંબઇ પબ્લિક ટ્રસ્ટ એક્ટ૧૯૫૦, અથવા ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ,૨૦૨૧અંતર્ગત તા.૩૧/૦૩/૨૦૨૨ પહેલાં નોંધાયેલી ગૌશાળા – પાંજરાપોળ ખાતે રાખવામાં આવતાં ફક્ત ગાય અને ભેંસ વર્ગનાં પ્રાણીઓ માટે પ્રતિદિન પ્રતિ પશુ રૂl. ૩૦/- મુજબ નિભાવ સહાય મળવાપાત્ર થાય છે. અગાઉ આ યોજના હેઠળ ફક્ત પશુઓનાં પ્રમાણમાં પુરતી જમીન ધરાવતી સંસ્થાઓ જ સહાય મેળવવાપાત્ર હોવાનું ઠરાવાયેલ હતું. પરંતુ સરકારનાં તા. ૨૭/૧૦/૨૦૨૨ વાળા ઠરાવથી આ શરત રદ કરાયેલ છે, જેથી હવે પોતાની માલિકીની જમીન ન ધરાવતી સંસ્થાઓ પણ હવે આ યોજના હેઠળ નિભાવ સહાય મેળવવા અરજી કરી શકે…
Read Moreતા.૦૨ નવેમ્બર,૨૦૨૨ના રોજ સમગ્ર રાજ્યમાં રાજકીય શોક જાહેર
હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત સરકાર દ્રારા મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ગુજરાતના નાગરિકોના દિવંગત આત્માઓને આદરના ચિહ્ન તરીકે તા.૦૨/૧૧/૨૦૨૨ના રોજ સમગ્ર રાજયમાં રાજકીય શોક જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે તા.૦૨/૧૧/૨૦૨૨ ના રોજ કચ્છ જિલ્લાના તમામ ગામડાઓ, નગરપાલિકાઓમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ગુજરાતના નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ગુજરાતના નાગરિકોના દિવંગત આત્માઓને આદરના ચિહ્ન તરીકે તા.૦૨/૧૧/૨૦૨૨ના રોજ સમગ્ર રાજ્યમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસે સમગ્ર ગુજરાતમાં જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ…
Read More