હિન્દ ન્યુઝ, ભાવનગર
સરકારી મેડિકલ કોલેજ ભાવનગર તથા સર તખ્તસિંહજી હોસ્પિટલના સયુક્ત ઉપક્રમે સરકારી મેડિકલ કોલેજ સેમિનાર હોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બે મિનિટ નું મૌન પાડી મોરબી ખાતે બનેલ કેબલ બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
આ પ્રાર્થના સભામાં સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના ડીન સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગરના તબીબી અધિક્ષક તથા વર્ગ ૧ થી વર્ગ ૪ ના અધિકારીઓ અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા
બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી ભાવનગર