રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અર્બુદા સેનાનો રથ સમાજ જાગૃતિ માટેનું કામ કરી રહ્યો છે

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના 20 થી વધારે ગામોની અંદર અર્બુદા સેનાના રથનું આગમન થઈ રહ્યું છે. સીનાડ ગામ ખાતે આવેલ ચૌધરી સમાજ ની જગ્યા લાખેશ્વર મહાદેવ મંદિરથી અર્બુદા સેના નું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ફરતા ફરતા રાધનપુર તાલુકાના લક્ષ્મીપુરા ગામ ખાતે પહોંચતા લક્ષ્મીપુરા ગામ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ રથની અંદર રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ જોડાયા અને રઘુભાઈ દેસાઈ દ્વારા અર્બુદા રથની આરતી ઉતારી વિપુલ ચૌધરીને ખુલ્લુ સમર્થન આપ્યું હતું.

તેમજ અર્બુદા સેનાના રથની અંદર જોડાયા હતા.રાધનપુરના ધારાસભ્ય રઘુભાઇ એ ચૌધરી સમાજ ને આવકાર્યા અને વિપુલ ચૌધરી માટે હર હંમેશા જ્યાં જરૂર પડે ત્યાં સમર્થન આપવાની ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ ખાતરી આપી.ચૌધરી સમાજ ના ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.તેજાભાઈ ચૌધરી અર્બુદા સેના પ્રમુખ રાધનપુર સાથે મોટી સંખ્યામાં ચૌધરી સમાજ ના લોકો જોડાયા હતા.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment