હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા બોટાદ જિલ્લામાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે રાજશેખરા એન. (IPS) તેમજ ખર્ચ ઓબ્ઝર્વર તરીકે સંદીપ રાણા(IRS)ની નિમણૂંક કરવામાં આવી છે. આ બન્ને ઓબ્ઝર્વરઓનું બોટાદ જિલ્લામાં આગમન થઈ ગયું છે. વિધાનસભાની આ સામાન્ય ચૂંટણી અન્વયે બોટાદ જિલ્લાનાં કોઈ વ્યક્તિએ ચૂંટણી ખર્ચ સંબંધિત કોઈ રજૂઆત કરવી હોય તો ખર્ચ ઓબ્ઝર્વર સંદીપ રાણાને તેમના મો. નં. ૮૩૪૭૬ ૭૫૩૨૦ પર રજૂઆત કરી શકશે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિએ રજૂઆત માટે રૂબરૂ મળવું હોય તો બોટાદનાં પાળિયાદ રોડ સ્થિત સર્કીટ હાઉસ ખાતે સવારે ૯-૦૦ થી…
Read MoreMonth: November 2022
મારો મત, મારૂં ભવિષ્ય: શ્રી પાળિયાદ કે.વ.શાળાનાં વિદ્યાર્થીઓએ સાયકલ રેલી યોજીને અચૂક મતદાન કરવા અનુરોધ કર્યો
હિન્દ ન્યુઝ, બોટાદ વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અન્વયે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન (SVEEP)ના માધ્યમથી મહત્તમ મતદાન થાય, તે માટે વિવિધ પ્રવત્તિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શ્રી પાળિયાદ કે.વ.શાળાનાં વિદ્યાર્થીઓએ સાયકલ રેલી યોજીને નાગરિકોને અચૂક મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ હાથમાં બેનર્સ રાખી ઉત્સાહપૂર્વક ”મતદાન કરો”ના નારા લગાવ્યા હતા. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ
Read More“મતદાન કેવી રીતે કરવું”, લોકશાહીમાં “મતદાનનું અનેરું મહત્વ” સહિતનાં વિષયો પર એકપાત્રીય અભિનય દ્વારા ગામલોકોને મતદાન કરવાં પ્રોત્સાહિત કરતાં વિદ્યાર્થીઓ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાની સરકારી માધ્યમિક શાળા ભગવાનપરા ખાતે સ્વીપ પ્રવૃત્તિ અન્વયે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એકપાત્રીય અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકશાહીને લગતાં વિવિધ વિષયો પર શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર અભિનય સાથે ગામલોકોને “મતદાન અવશ્ય કરવું”નો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં “મતદાન કેવી રીતે કરવું”, લોકશાહીમાં “મતદાનનું અનેરું મહત્વ”, “ચૂંટણીમાં NOTAનો શું ઉપયોગ હોય છે “તેમજ “દરેક મત મહત્વનો છે” જેવાં વિવિધ રસપ્રદ વિષયો પર બાળકોએ અદભૂત અભિનય દ્વારા લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યાં હતાં. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ
Read Moreભાવનગર જિલ્લામાં કુલ ૪૯ મતદાન મથકો સખી મતદાન મથક તરીકે કાર્યરત થશે
હિન્દ ન્યુઝ, ભાવનગર વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨ મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં મહિલાઓ મતદાન કરવા માટે પ્રેરાય અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડી.કે.પારેખના માર્ગદર્શન હેઠળ ૯૯-મહુવા, ૧૦૦-તળાજા, ૧૦૧-ગારીયાધાર, ૧૦૨-પાલિતાણા, ૧૦૩-ભાવનગર ગ્રામ્ય, ૧૦૪-ભાવનગર પૂર્વ અને ૧૦૫-ભાવનગર પશ્ચિમ મતદાર વિભાગમાં કુલ ૪૯ મતદાન મથકો ”ખાસ સખી મતદાન મથક” તરીકે કાર્યરત થશે. ૯૯-મહુવા વિધાનસભા મતદાર વિભાગમાં ૧૨૧ મહુવા-૨૫, ૧૨૩ મહુવા-૨૭, ૧૨૫ મહુવા-૨૯,૧૩૮ મહુવા-૪૨, ૧૩૯ મહુવા-૪૩,…
Read Moreરાજકોટ રાજપથ લી. દ્વારા તા.૦૭/૧૧/૨૦૨૨ થી તા.૧૩/૧૧/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV – રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા.૦૭/૧૧/૨૦૨૨ થી તા.૧૩/૧૧/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે દર્શાવેલ છે. જે વિગતોથી રાજકોટ શહેરના નાગરીકોને આપના સુપ્રસીધ્ધ અખબારના માધ્યમ મારફતે વિના મુલ્યે પ્રસીધ્ધ કરવા વિનંતી છે. ૧. સિટી બસ (RMTS) સેવા જનરલ– રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૭ રૂટ પર ૧૧૫ સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. સિટી બસ સેવા (RMTS)માં તા.૦૭/૧૧/૨૦૨૨ થી તા.૧૩/૧૧/૨૦૨૨ દરમિયાન કુલ અંદાજીત ૯૨,૬૬૮ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૬૭,૮૧૯ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.…
Read Moreઆદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવા વાંધાજનક મેસેજ પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી અંતર્ગત જૂદા જૂદા રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના ટેકેદારો દ્વારા ચૂંટણી પ્રચારમાં વેગ આવનાર છે ત્યારે કેટલીક વ્યક્તિઓ દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવા વાંધાજનક શોર્ટ મેસેજ સર્વીસીસ (SMSs) અન્ય વ્યક્તિઓને મોકલતા હોય છે. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગૃપ/બલ્ક એસ.એમ.એસના પ્રસારણને પ્રતિબંધિત કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે, વોડાફોન, બીએસએનએલ, રિલાયન્સ/જીઓ, એરટેલ, આઈડિયા વગેરે કોઈપણ કંપનીઓ ગીર સોમનાથના વિસ્તારમાં તા.૨૯/૧૧/૨૦૨૨ના રોજ ૦૦.૦૦ કલાકથી…
Read Moreગીર સોમનાથમાં ચૂંટણી પ્રચાર સબબ ટેલિવિઝન, કેબલ નેટવર્કમાં જાહેરાત ટેલીકાસ્ટ સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના ચાર વિધાનસભા મતદાર વિભાગો માટે તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સ્થાનિક કંટ્રોલરૂમથી તથા ટી.વી. ચેનલના રાજ્ય, આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય તેમજ એ.એમ અને એફ.એમ રેડીયો નેટવર્કની જાહેરાતોના નિયંત્રણ માટે કેબલ ટેલિવિઝન અધિનિયમ અંતર્ગત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત ટેલિવિઝન ચેનલથી, કેબલ નેટવર્કથી અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવા વિચારતા દરેક નોંધાયેલ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ જાહેરાત ટેલીકાસ્ટના સંદર્ભે મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ જિલ્લા…
Read Moreઉના તાલુકામાં ફર્યો ‘અવસર રથ’, વધુ મતદાન કરવા લોકોને કરાઈ અપીલ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથના આંગણે વિધાનસભા ચૂંટણીનો અવસર આવી ઉભો છે ત્યારે વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે તમામ પ્રકારના મતદારોમાં જાગૃતિ આવે તે હેતુથી તેમજ ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય તેવા ઉના તાલુકાના ૩૮-સણોસરી, ૬૪-બેડીયા ૧ એ ૨, ૬૧થી ૬૩ અંબાળા-૧ થી ૩, ૩૪-ખીલાવડ, ૯૧-મહોબતપરા, ૧૦૨-૧૦૪-કાંધી-૧થી ૪ના મત વિસ્તારોમાં ‘અવસર રથ’ દ્વારા આ તમામ ઓછા મતદાનવાળા વિસ્તારોના મતદારોને વધુમાં વધુ બહોળી સંખ્યામાં મતદાન કરવા અંગે અપીલ કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.જી.ગોહીલના માર્ગદર્શન હેઠળ સ્વીપના નોડલ અધિકારી આર.એ.ડોડીયા, સહ નોડલ એન.ડી.અપારનાથી દ્વારા ઉપસ્થિત રહીને અવસર રથનું પ્રસ્થાન કરાવેલ હતું અને રૂટ અનુસાર…
Read Moreરાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે પારેવડી ચોકથી કુવાડવા રોડ -વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ.
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે પારેવડી ચોકથી કુવાડવા રોડ -વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ જેમાં ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં, દૂધ, પ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૬ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (૧)રૈયારાજ કોલ્ડ્રિંક્સ (૨)ધનંજય કોલ્ડ્રિંક્સ (૩)રાજ કોલ્ડ્રિંક્સ (૪)પટેલ પાન (૦૫)માં મેલડી ટી સ્ટોલ (૦૬)શ્રી ખોડિયાર ફરસાણ (૦૭)રાધે ટી સ્ટોલ (૦૮)ગાંધી સોડા શોપ (૦૯)શ્રી શક્તિ પાન કોર્નર (૧૦)શ્રી શક્તિ ટી સ્ટોલ (૧૧)ડિલક્સ પાન & કોલ્ડ્રિંક્સ (૧૨)જોકર ગાંઠિયા (૧૩)શીતલ પાર્લર (૧૪)કૈલાશ…
Read Moreકચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વર સાથે મહત્વપૂર્ણ બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી દિલીપ રાણાએ ઓબ્ઝર્વર અધિકારી ઓને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કચ્છની ૬ બેઠકની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીના નિયુક્ત કરાયેલા નોડલ ઓફિસર જેવા કે મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, ટ્રેનિંગ મેનેજમેન્ટ, મટીરીયલ મેનેજમેન્ટ, એમસીસી ઈમ્પ્લીમેન્ટેશન, એક્ષપેન્ડીચર મોનિટરિંગ, સ્વીપ, બેલેટ પેપર, મીડિયા મેનેજમેન્ટ, કોમ્યુટરાઈઝેશન, ઓબ્ઝર્વર, હેલ્પલાઈન અને ફરિયાદ, કોમ્યુનિકેશન, સ્ટાફ…
Read More