ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કોમનવેલ્થ ગેમ્સ જેવો માહોલ : હરિયાણાની ટીમના કેપ્ટન યશસ્વી કૌશિક

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે આજરોજ નેશનલ ગેમ્સ ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે નેટબોલ ટુર્નામેન્ટનો પુરુષ વર્ગનો પહેલો મેચ ગુજરાત અને હરિયાણાની ટીમ વચ્ચે રમાયો હતો નેટબોલની હરિયાણાની ટીમના કેપ્ટન યશસ્વી કૌશિકે જણાવ્યું હતું કે ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ ગેમ્સ જેવો માહોલ છે ઘણા લાંબા સમય બાદ નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે આથી ટીમમાં નવા ખેલાડીઓ છે આમ, નવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ભાવનગરવાસીઓને મેચ જોવા આવવા અપીલ કરી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં સરસ આયોજન કરવામાં આવ્યું…

Read More

ભાવેણાવાસીઓને ગુજરાતની નેટબોલ ટીમને સપોર્ટ કરવા અપીલ : વિકાસ પ્રજાપતિ

હિન્દ ન્યુઝ, ભાવનગર       ૩૬ મી નેશનલ ગેમ્સનું ભાવનગર ખાતે તા. ૨૬/૦૯/૨૦૨૨ થી નેટબોલ ટુર્નામેન્ટ નો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે નેટબોલ ટીમના કેપ્ટન વિકાસ પ્રજાપતિએ ભાવેણાવાસીઓને ગુજરાતની નેટ બોલ ટીમને સપોર્ટ કરવા માટે અપીલ કરી હતી આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહ બાદ પ્રથમ ટુર્નામેન્ટ ગુજરાતની હરિયાણા સામે રમાઈ હતી ત્યારે નેટબોલ ગુજરાતના કેપ્ટન વિકાસ પ્રજાપતિએ ભાવનગરવાસીઓને નેટબોલની ગુજરાતની તેમને સ્પોર્ટ કરવા માટે ભાવભરી અપીલ કરી છે ગુજરાતની ટીમનો આગામી મેચ ૨૭ સપ્ટેમ્બર ના બપોરે ૨.૩૦ વાગ્યે મધ્યપ્રદેશ સામે તેમજ ૨૮ સપ્ટેમ્બરના ૨.૩૦ વાગ્યે પંજાબ સામે રમાશે.

Read More

શ્રી જાળિયા અમરાજી કેન્દ્રવર્તી શાળામાં ચબૂતરાનું ઉ્દઘાટન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભારતીય સંસ્કૃતિમાં પ્રાણીમાત્રના રક્ષણની વાત કરવામાં આવી છે. સમાજમાં અનેક પરોપકારી લોકો માટે વિવિધ રીતે પક્ષીઓની સેવા કરે છે. કોઇ તેના માટે ચણ નાંખે છે. તો કોઇ તેના માટે અન્ય ખોરાકની વ્યવસ્થા કરે છે. તે અંતર્ગત શ્રી જાળિયા અમરાજી કેન્દ્રવર્તી શાળામાં ચબૂતરાનું ઉ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પક્ષીઓ માટે જુવાર, પીવાના પાણી ભરવાં માટે એક પીપ, પાણીના કુંડ અને શાળાના ૩૭૦ બાળકો માટે બિસ્કીટ,બોલપેન અને ડબ્બીઓ આપવામાં આવી હતી. અંદાજિત ૪૦ હજાર જેટલી રકમની ભેટ આ રીતે શાળામાં આપવામાં આવી હતી. આ તમામ વસ્તુઓના દાતા શ્રી…

Read More

સિહોર ખાતે રોજગાર નિમણૂંક પત્રો/ એપ્રેન્ટિસશીપ કરારપત્રોના વિતરણનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર નિમણૂંક પત્રો/ એપ્રેન્ટિસશીપ કરારપત્રોના વિતરણનો કાર્યક્રમ આજે સામાજિક ન્યાય અને અધિકારિતા શ્રી આર.સી મકવાણાની ઉપસ્થિતિમાં સિહોર ખાતે યોજાયો હતો. ટાઉન હોલ ખાતે યોજાયેલાં આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું કે, મહેનત વગર સિધ્ધિ મળતી નથી. તમારી જાતમાં કોઇ નિપુણતા કેળવો જેથી લોકો તમને પૂછતાં આવે. આજે જાતજાતના નવાં અભ્યાસક્રમો શરૂ થયાં છે તેની તાલીમ મેળવી પોતે પગભર બનવાં સાથે સમાજ વિકાસમાં પણ યોગદાન આપે તે આજના સમયની જરૂરીયાત છે. તેમણે જણાવ્યું કે, રોજગાર ખાતાની વેબસાઈટ અનુબંધમ ઉપર ઇન્ટરવ્યું, સ્કિલ મેચિંગ તથા…

Read More

ભાવનગર ખાતે ૬ હજાર યુવાઓને નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્રોના વિતરણનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર રાજ્યમાં આજે યુવાઓને નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્રોના વિતરણના કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે. તે અંતર્ગત ભાવનગરમાં આ અંગેનો કાર્યક્રમ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં મોતીબાગ ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે યોજાયો હતો. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આ અવસરે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આઇ.ટી.આઇ., પોલિટેક્નિક કોલેજો દ્વારા યુવાઓને કૌશલ્યવાન બનાવવાનું બીડું ઝડપ્યું છે. આ માટે રાજ્યના દરેકે દરેક તાલુકામાં આઇ.ટી.આઇ. ની સ્થાપના કરવામાં આવી છે અને ઉદ્યોગોને સાનુકૂળ માનવબળ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, માત્ર તાલીમ આપવી…

Read More

રાજકોટ રાજપથ લી. દ્વારા તા.૧૯/૦૯/૨૦૨૨ થી તા.૨૫/૦૯/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV – રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા.૧૯/૦૯/૨૦૨૨ થી તા.૨૫/૦૯/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે દર્શાવેલ છે. જે વિગતોથી રાજકોટ શહેરના નાગરીકોને આપના સુપ્રસીધ્ધ અખબારના માધ્યમ મારફતે વિના મુલ્યે પ્રસીધ્ધ કરવા વિનંતી છે. ૧. સિટી બસ (RMTS) સેવા  જનરલ- રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૭ રૂટ પર ૯૫ સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. સિટી બસ સેવા (RMTS)માં તા.૧૯/૦૯/૨૦૨૨ થી તા.૨૫/૦૯/૨૦૨૨ દરમિયાન કુલ અંદાજીત ૧,૧૮,૩૦૦ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૨,૦૨,૫૧૫ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે સિટી…

Read More