હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ રજૂ કરેલાં પાણીની વ્યવસ્થા, જમીન માપણી, રોડ , રસ્તાઓ, વિજળી, બાંધકામ વગેરે બાબતોને લગતાં પ્રશ્નોની જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. અત્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે ત્યારે જિલ્લામાં વીજળીની કોઇ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય, નીચે ઝૂકેલાં વાયરોથી કોઇને વીજ શોક ન લાગે તે માટેની તકેદારીના પગલાં લેવાં અને દરેક તાલુકામાં પાણી સમિતિની બેઠક દર અઠવાડિયે ચોક્કસ મળે અને જે તે તાલુકાના પ્રશ્નો તાલુકા…
Read MoreMonth: July 2022
ભુજ જિલ્લા માહિતી કચેરી ખાતે વિનામુલ્યે પ્રિકોશન ડોઝનો બહોળી સંખ્યામાં પત્રકારો અને તેના પરીવારજનોએ લાભ લીધો
હિન્દ ન્યુઝ, ભુજ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજથી ગુજરાત સરકાર દ્વારા ૧૮ થી ૫૯ વયજુથના માટે ૭૫ દિવસ સુધી વિનામુલ્યે પ્રિકોશન ડોઝનો પ્રારંભ કરાયો છે ત્યારે આજે ભુજ જિલ્લા માહિતી કચેરી ખાતે સર્વ પત્રકારો અને તેમના પરિવારજનોને પ્રિકોશન ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગના સહકારથી કચ્છમાં આજે ૨૬ સ્થળોએ ડોઝની શરૂઆત કરાઇ છે ત્યારે કોરાનાને હરાવવા તથા લોહશાહીની ચોથી જાગીર સમા પત્રકારો અને તેના પરીવારજનોની આરોગ્ય સુરક્ષા માટે નાયબ માહિતી નિયામકની કચેરી, માહિતી ભવન ભુજ ખાતે વિનામુલ્યે યોજાયેલા પ્રિકોશન(કોવિશિલ્ડ-કોવેક્સિન) ડોઝ કેમ્પનો સર્વ પત્રકારો અને તેના પરીવારજનોએ બહોળી…
Read Moreગીર સોમનાથ પોલીસ વિભાગે વરસાદમાં બંધ પડેલા વાહનોને ધક્કા મારી પૂર્વવત કર્યો વાહન વ્યવહાર, સાર્થક કર્યું ‘May I Help You?’નું સૂત્ર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે લોકોની મુશ્કેલી સામે જિલ્લા પોલીસ વિભાગ ‘મે આઈ હેલ્પ યુ?’ શબ્દોને ખરા અર્થમાં સાર્થક કરી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં પણ પ્રભાસ પાટણ પોલીસની આવી જ સરાહનીય કામગીરી સામે આવી હતી. જ્યાં વરસતા વરસાદમાં બંધ પડેલા વાહનોને ધક્કો મારી રસ્તો ક્લિયર કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ફાટક પાસે વરસાદનું પાણી ભરાવાનાં કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. જેની જાણ પ્રભાસ પાટણ ટ્રાફિક પોલીસના…
Read Moreગરીબોને મદદ કરી ચહેરા ઉપર હાસ્ય લાવનાર ખજૂરભાઇનું દુબઇમાં સન્માન કરવામાં આવ્યું
દુબઇ પોલીસ અને ગવર્નમેન્ટે કર્યું સન્માન સમગ્ર ગુજરાત માટે ગૌરવ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કોમેડીથી પોતાના કેરિયરની શરૂઆત કરનારા નીતિન જાની ઉર્ફે ખજુરભાઈને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. નીતિન જાની આજે ગુજરાતના દરેક ઘરમાં ઓળખાય છે, દરેક વ્યક્તિઅં મોઢે તેમનું નામ હાજર છે. ગુજરાતની અંદર તેમને જે લોકસેવાના કાર્યો કર્યા છે તેના માટે ગુજરાતીઓ તેમને દિલથી સલામ કરે છે. ત્યારે નીતિન જાનીના આ સેવાકીય કાર્યો માટે ફક્ત ગુજરાતીઓએ જ નહીં, પરંતુ દુબઇમાં પણ તેમનું ખાસ સન્માન કરાયું છે, નીતિન જાનીએ તેમના સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલા જ કેટલીક તસવીરો શેર…
Read Moreકચ્છમાં ૩૬માંથી ૨૩ રોડ રસ્તા યથાવત પુનઃ શરૂ કરાયા
હિન્દ ન્યુઝ, ભુજ તાજેતરમાં કચ્છ જિલ્લામાં પડેલા વરસાદના પગલે કુલ ૩૬ રસ્તાઓ, નાના પુલ ખોરવાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ મકાન વિભાગ પંચાયતની સઘન કામગીરીના પગલે હાલે ૨૩ રોડ રસ્તા, નાના પુલ પૂર્વવત થઇ ગયા છે તેમજ અન્ય ૧૩ રોડ રસ્તા પુલ રીપેરીંગની કામગીરી ચાલી રહી છે. ભારેથી અતિભારે વરસાદના કારણે કચ્છમાં તૂટેલાં માર્ગોને યુધ્ધના ધોરણે ૨૮ જેસીબી, ૨૬ ડમ્પર, ૧૫ ટ્રેકટર, ૩ લોડર અને ૧ હીટાચી પોકલેન્ટ જેવા મશીનો સાધનોની મદદથી ૬૭ જેટલાં માનવબળે દિન પાંચમાં ૨૩ માર્ગો પૂર્વવત કરી જનસામાન્ય માટે કાર્યરત કરી દીધા છે. અબડાસા, નખત્રાણા,…
Read Moreઆઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ દિવસ ચાલનારા કોવિડ પ્રિકોશન ડોઝના અભિયાનનો આજે જિલ્લામાં ૨૨૬ સ્થળોએ પ્રારંભ કરાયો
હિન્દ ન્યુઝ, ભુજ ભારત સરકાર ધ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગ રુપે ૧પ/૭/૨૨ થી ૭૫ દિવસ માટે ૧૮ થી ૫૯ વર્ષની વય જુથના લાભાર્થીઓને ફ્રી કોવીડ પ્રિકોશન ડોઝ આપવાની જાહેરાત કરેલ. તે અનુસંધાને કચ્છ જીલ્લામાં પ્રથમ દિવસે કુલ રર૬ સ્થળોએ રસીકરણ સેશનનું આયોજન કરી વિવિધ મહાનુભાવોના હસ્તે શુભારંભ કરવામાં આવેલ. પ્રથમ દિવસના અંતે કુલ ૭૬૭૫ લાભાર્થીઓને રક્ષિત કરવામાં આવ્યા છે. આ અભિયાનનો શુભારંભ પ્રા.આ.કે. માધાપર ખાતેથી જીલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારાએ કરાવેલ. આ તકે તેમણે કોવિડ રસીનો પ્રિકોશન ડોઝ લેવાથી ઈમ્યુનીટી વધે છે અને નવા ઉભા થનાર…
Read Moreબોટાદ જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યૂઝ, બોટાદ આજે બોટાદ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કલેકટર બી.એ.શાહની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લાની વિકાસલક્ષી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, અટલ પેન્શન યોજનાને લઇને ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના વિકાસને લઇને કલેક્ટરએ આ બેઠકમાં વિવિધ કચેરીઓના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચાવિચારણા કરી હતી. આ બેઠકમાં સેવાસેતુ કાર્યક્રમ હેઠળ કરાયેલી કામગીરી, સરકારી નાણાંની વસૂલાત, કચેરીમાં આવતા કાગળોની સ્થિતિ, પેન્શન કેસ અંગે પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સંકલનની બેઠકમાં લોકોની અરજીઓના…
Read Moreબોટાદ જિલ્લામાં તા.૧૮ થી ૨૨ જુલાઇ દરમિયાન લેવાનારી ધો-૧૦ તથા ધો-૧૨ ની પરીક્ષા દરમિયાન ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ શહેર તથા જિલ્લામાં આગામી તા.૧૮/૦૭/૨૦૨૨ થી તા.૨૨/૦૭/૨૦૨૨ દરમ્યાન ગુજરાત માધ્યમિક,ઉચ્ચત્તર માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ–૧૦ તથા ધોરણ-૧૨ ની જુલાઇ-૨૦૨૨ ની પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ધોરણ-૧૦ ની પરીક્ષાનો સમય સવારના ૧૦:૦૦ થી ૦૧:૧૫ કલાક અને ધોરણ–૧૨ ની સામાન્ય પ્રવાહ પરીક્ષાનો સમય બપોરના ૦૩:૦૦ થી…
Read Moreબોટાદ શહેરમાં ટ્રાફીક સમસ્યાને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું
બોટાદ બોટાદ શહેરમાં ટ્રાફીક સમસ્યા અને લોકોની અવર જવર માટે ટુ-વ્હીલ તથા ફોર વ્હીલ વાહનોનો ઉત્તરોત્તર વધારો થવાના કારણે બોટાદ શહેરની ભૌગોલિક પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં રેલ્વે સ્ટેશન રોડ, અન્ડરબ્રિજ, સાળંગપુર રોડ તથા ટાવર રોડ પરથી પાળીયાદ તરફ જતા વાહનોને ફકત સાળંગપુર ત્રણ રસ્તાથી ગોંડલ પાન પેલેસથી મસ્તરામ મંદિર-સતવારા બોર્ડીંગ થઇ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલપં૫ સામેથી પાળીયાદ રોડ ઉ૫ર પ્રવેશ કરવાનો રહેશે. તેવી જ રીતે પાળીયાદ તરફથી સાળંગપુર જતાં વાહનોને હવેલી ચોકથી મોબાઇલ બજાર –…
Read Moreધાંગધ્રા પીપલ્સ કો-ઓપરેટીવ બેંકની અપીલ નામંજૂર કરતી હાઇકોર્ટ બેંકની રૂપિયા 50,000 ની પેનલ્ટી ફટકારવામાં આવી
હિન્દ ન્યુઝ, ધાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે ખૂબ ચર્ચા કિસ્સો ધાંગધ્રા પીપલ્સ કો-ઓપરેટીવ બેંકના કર્મચારીને નિયમો વિરુદ્ધ છુટા કરતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો ધી ધ્રાંગધ્રા પીપલ્સ કો ઓપ બેંકની અપીલ નામંજૂર કરતી હાઈકોર્ટે બેંકને રુ ૫૦ હજારની પેનલ્ટી ફટકારી વર્ષ ૨૦૨૧ માં અપીલ દાખલ કરવામાં આવી હતી નરેશકુમાર અગ્રવાલની સામે કરી હતી અપીલ ગુજરાત હાઇકોર્ટે ના નામદાર ન્યાય મુર્તી દ્રારા અપીલ ના મંજૂર કરવામાં આવી હતી અરજદારની વય મર્યાદા સુધીના તમામ હક આપવા નીચલી કોર્ટના હુકમને રાખ્યો યથાવત બેંકને રૂપિયા 50 હજારની પેનલ્ટી પણ ફટકારાઇ…
Read More