હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારમાં બદલી-બઢતી, પ્રમોશન એક નિત્યક્રમ હોય છે, પરંતુ એવાં પણ કર્મચારીઓ અને અધિકારીઓ હોય છે કે, જેઓ તેમના સેવા કાળના સ્થળે એવાં કાર્યો કરીને જતાં હોય છે કે લોકો તેનું હંમેશા સ્મરણ કરતાં હોય છે. કોરોના કાળ દરમિયાન ભાવનગર જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી તરીકેની યશસ્વી કામગીરી કરનાર ડો. એ.કે. તાવિયાડ આવાં જ એક અધિકારી છે. જેઓની તાજેતરમાં ભાવનગર થી ગોધરા ખાતે બદલી થતાં તેમનો ભવ્ય વિદાયમાન સમારોહ યોજવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવિયાડની ભાવનગર થી પંચમહાલ ટી.બી અધિકારી તરીકે બદલી થતાં…
Read MoreDay: June 24, 2022
જિલ્લાની તમામ સરકારી આઈ.ટી.આઈમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ૨૬મી સુધી લંબાવાઇ
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લાની તમામ આઇ.ટી.આઇ ખાતે (વર્ષ:૨૦૨૨ – ૨૩) માટે પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવીને તા.૨૬/૦૬/૨૦૨૨ કરાઇ છે. દરેક આઇ.ટી.આઇ ખાતે વિનામૂલ્યે પ્રવેશફોર્મ ભરી આપવામાં આવશે .જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરેલા છે. પરંતુ રજિસ્ટ્રેશન ફી રૂ. ૫૦ ઓનલાઇન ભરેલી નથી . એમને રૂ. ૫૦ ઓનલાઇન ભરીને અરજી કન્ફર્મ કરવા તેમજ વધુ માહિતી માટે હેલ્પડેસ્ક સેન્ટર આઇ.ટી.આઇ ગાંધીધામ ,ઓસ્લો સીનેમાની બાજુમાં, જી.આઇ.ડી.સી એરીયા ગાંધીધામ -૩૭૦૨૦૧નો સંપર્ક કરવા આચાર્ય આઇ.ટી.આઇ ગાંધીધામની યાદીમાં જણાવાયું છે.
Read More