જિલ્લાની તમામ સરકારી આઈ.ટી.આઈમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ૨૬મી સુધી લંબાવાઇ

હિન્દ ન્યુઝ, ભુજ

        જિલ્લાની તમામ આઇ.ટી.આઇ ખાતે (વર્ષ:૨૦૨૨ – ૨૩) માટે પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવીને તા.૨૬/૦૬/૨૦૨૨ કરાઇ છે. દરેક આઇ.ટી.આઇ ખાતે વિનામૂલ્યે પ્રવેશફોર્મ ભરી આપવામાં આવશે .જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરેલા છે. પરંતુ રજિસ્ટ્રેશન ફી રૂ. ૫૦ ઓનલાઇન ભરેલી નથી . એમને રૂ. ૫૦ ઓનલાઇન ભરીને અરજી કન્ફર્મ કરવા તેમજ વધુ માહિતી માટે હેલ્પડેસ્ક સેન્ટર આઇ.ટી.આઇ ગાંધીધામ ,ઓસ્લો સીનેમાની બાજુમાં, જી.આઇ.ડી.સી એરીયા ગાંધીધામ -૩૭૦૨૦૧નો સંપર્ક કરવા આચાર્ય આઇ.ટી.આઇ ગાંધીધામની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment