હિન્દ ન્યુઝ, ભાવનગર રાજય સરકાર દ્વારા આજ તા. ૩ જી જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને કોરોના સામે સુરક્ષા ક્વચ પુરૂ પાડવા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાના કુલ ૧૦ તાલુકામાં આજરોજ કુલ ૨૩૭ શાળામાં ૧૫ થી ૧૮ વર્ષના ૨૦ હજાર બાળકોને કોરોનાની રસી આપવાનું આયોજન કરવામાં આવેલ હતું. જે પૈકી આજરોજ ૧૯,૫૩૭ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ રસીકરણ દરમિયાન કોઈપણ બાળકને કોઈપણ જાતની આડઅસર જોવા મળેલ નથી. આ જ રીતે ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૧૩ વોર્ડમાં આજરોજ…
Read MoreDay: January 6, 2022
3જી જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં 15 થી 18 વય જૂથના કિશોર-કિશોરીઓ માટે કોરોના સામે રક્ષણ આપતી રસીના રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, મહીસાગર 3જી જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં 15 થી 18 વય જૂથના કિશોર-કિશોરીઓ માટે કોરોના સામે રક્ષણ આપતી રસીના રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ 15 થી 18 વય જૂથના કિશોર-કિશોરીઓ માટે કોરોના રસીકરણનો પંચમહાલ સાંસદની ઉપસ્થિતમાં થયો પ્રારંભ થયો હતો. કિશોર-કિશોરીઓ કોરોના રસીનો પ્રથમ ડોઝ મુકાવી પોતાને કોરોનાથી કર્યા રક્ષિત. કોરોનાથી રક્ષિત થવા કોરોના રસીકરણ એક અબોધ શસ્ત્ર પુરવાર થઈ રહ્યું છે અને સરકાર દ્વારા 18 વર્ષ થી વધુ વય જૂથના નાગરિકોને રસી આપી કોરોના સામે રક્ષણ આપ્યું છે અને હવે રાજ્ય સરકાર દ્વારા આજથી…
Read Moreથરાદ ખાતે ઉકાળા વિતરણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, થરાદ આયુર્વેદ શાખા, આયુષમેડીકલ એસોસિએશન થરાદ સાથે સહયોગી સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા નડેશ્વરી હોસ્પિટલ થરાદ ખાતે કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળા વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમાં પરિષદના સભ્યો ડો.હિતેન્દ્રભાઈ, ડો.મેહુલ ભાઈ નાયક, જયપ્રકાશ જોશી મંત્રી વિપુલભાઈ ચૌધરી, વિનોદભાઈ ત્રિવેદી, મુકેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા. આ ઉકાળા વિતરણ નો લાભ થરાદનાં પ્રજાજનોએ મેળવ્યો હતો. રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ
Read Moreશુદ્ધ હવા-ખોરાક મળવાની સાથે ખેતિ સાથે સંકળાયેલા હોવાથી ખેલાડીઓની શારીરિક ક્ષમતા વિકસે છે : સીનીયર કોચ કાનજી ભાલીયા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્યમાં ગીર સોમનાથ જિલ્લો રમત-ગમત ક્ષેત્રે જુદી ભાત પાડે છે. અહિંયાથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય અનેક ખેલાડીઓ નીકળ્યા છે. તેની પાછળના કારણો જણાવતા ગીર સોમનાથ જિલ્લાના સીનીયર કોચ કાનજી ભાલીયા કહે છે કે, ગીર સોમનાથ જિલ્લો શહેરી વાતાવરણથી દૂર છે. અહિંયા લોકોને શુદ્ધ હવાની સાથે સાત્વિક ખોરાક મળે છે. તેમજ મોટાભાગના પરિવારો ખેતિ સંકળાયેલા છે. જેથી સખત મહેનતવાળું ખેતિ કામ કરતાં હોવાથી તેમની શારીરિક ક્ષમતા વિકસે છે. ઉપરાંત આ જિલ્લામાં ડુંગરાળ પ્રદેશ, ગીરનું જંલગ અને દરિયા કિનારો પણ આવેલો છે. આમ, એક અલગ આબોહવા…
Read Moreરેત શિલ્પના અનુભવી કલાકારો ભાગ લઈ શકશે, તા.૮મી જાન્યુઆરી સુધીમાં અરજી કરવી
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ રેત શિલ્પના સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે સોમનામ મંદિર પરિસરની પાસે રેતી શિલ્પ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદ દ્વારા આયોજિત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ગીર સોમનાથ દ્વારા સંચાલિત આ બે દિવસીય રેતી શિલ્પ મહોત્સવમાં ભાગ લેનારને રેતી શિલ્પ કલાકારોને બે દિવસની કામગીરીનો પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવમાં આવશે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે અગાઉ રેત શિલ્પ સ્પર્ધામાં ભાગ લીધેલ હોવો જોઈએ. અથવા રેતી શિલ્પકલાનું અનુભવનું…
Read Moreગીર-સોમનાથ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ માટેની નવી, દ્વિ-ચક્રીય અને ફોર વ્હીલ વાહનોની ચાલુ સીરીઝના બાકી રહેલ ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીર-સોમનાથ દ્વારા જિલ્લામાં ટ્રાન્સપોર્ટ વાહનો માટેની નવી સીરીઝ જીજે-૩૨-વીના તમામ નંબરો તેમજ દ્વિ-ચક્રીય વાહનોની ચાલુ સીરીઝ જીજે-૩૨-આર, જીજે-૩૨-ક્યૂ, જીજે-૩૨-એચ, જીજે-૩૨-જે, જીજે-૩૨-એલ, જીજે-૩૨-એમ, જીજે-૩૨-એન, જીજે-૩૨-પી અને ફોરવ્હીલ વાહનની ચાલુ સીરીઝ જીજે-૩૨-કે, જીજે-૩૨-બી ના બાકી રહેલ ગોલ્ડન/સિલ્વર નંબરોની હરાજી તા. ૨૦/૦૧/૨૦૨૨ નાં રોજ ખોલવામાં આવશે. ઇચ્છા ધરાવનાર વાહન માલીકો વેબ પોર્ટલ http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઇ શકશે. તા. ૧૫-૦૧-૨૦૨૨ થી ૧૭-૦૧-૨૦૨૨ સુધીમાં ઓક્સન માટે ઓનલાઇન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લીકેશન કરવાની રહેશે. તા. ૧૮-૦૧-૨૦૨૨ અને ૧૯-૦૧-૨૦૨૨ ના રોજ ઓક્સનનુ બિલ્ડીંગઓપન થશે…
Read Moreલાયકાત ધરાવતા ફક્ત સ્ત્રી ઉમેદવારોએ જ તા.૭મી જાન્યુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળ તાલુકામાં ૨૨ મધ્યાહન ભોજન સંચાલકની તદ્દન હંગામી ધોરણે જગ્યા ભરવામાં આવશે. આ માટે લાયકાત ધરાવતા ફકત સ્ત્રી ઉમેદવારોની જ અરજીઓ મંગાવવામાં આવી છે. આ પદ માટે લાયક વયમર્યાદા તા.૦૭-૦૧-૨૦૨૨ની સ્થિતિએ ૨૦ થી ૬૦ વર્ષ સુધીની છે શૈક્ષણિક લાયકાત ધો.૧૦ પાસ પરંતુ એસ.એસ.સી. પાસ ઉમેદવાર ન મળે તો તેવા કિસ્સામાં ધોરણ-૭ પાસ પસંદ થવા પાત્ર છે. આ પદ પર માસિક માનદ વેતન રૂ. ૧૬૦૦/- મળવા પાત્ર થશે. આ માટે ઉમેદવારોએ મામલતદાર કચેરી, વેરાવળ(ગ્રામ્ય), સરકારી વિજ્ઞાન શાળા સામે, રાજેન્દ્ર ભુવન રોડ ખાતેથી નિયત નમુનાના અરજી પત્રક મેળવી…
Read More