રેત શિલ્પના અનુભવી કલાકારો ભાગ લઈ શકશે, તા.૮મી જાન્યુઆરી સુધીમાં અરજી કરવી

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

          રેત શિલ્પના સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે સોમનામ મંદિર પરિસરની પાસે રેતી શિલ્પ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદ દ્વારા આયોજિત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ગીર સોમનાથ દ્વારા સંચાલિત આ બે દિવસીય રેતી શિલ્પ મહોત્સવમાં ભાગ લેનારને રેતી શિલ્પ કલાકારોને બે દિવસની કામગીરીનો પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવમાં આવશે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે અગાઉ રેત શિલ્પ સ્પર્ધામાં ભાગ લીધેલ હોવો જોઈએ. અથવા રેતી શિલ્પકલાનું અનુભવનું પ્રમાણપત્ર હોય તેવા જ કલાકારો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તા.૦૮-૦૧-૨૦૨૨ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, “જિલ્લા સેવા સદન” રૂમ નં.૩૧૩-૩૧૪, બીજો માળ, મુ.ઈણાજ, તા. વેરાવળ ખાતે મોકલી આપવાની રહેશે.

Related posts

Leave a Comment