ઘોઘા તાલુકાના વાળુકડ ગામે ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ વિભાગો દ્વારા તેની અનેક રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વરાજ્ય થી સુરાજ્યની યાત્રાની આ ઉજવણી કરવાં માટે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે વાળુકડ કેળવણી મંડળ ટ્રસ્ટ હાઇસ્કૂલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય સંગ્રામ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશેની જાણકારી આપી લોકોમાં રાષ્ટ્ર ભાવનાનો સંચાર કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત થયેલ…

Read More

ચાપલધરા ખાતે પશુચિકિત્સા કેન્દ્રનુ ખાતમુર્હર્ત કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, વાંસદા               વાંસદા તાલુકાના ચાપલધરા ગામ ખાતે ઘણા બધા પશુપાલકો પોતાના પાળેલા પશુઓની સારવાર કરાવતા હોય છે. વાંસદા તાલુકાના ચાપલધરા ગામમાં ગુરુવારે પશુ આરોગ્યના પેટા કેન્દ્રના અદ્યતન મકાન બાંઘકામનું ખાતમુર્હર્ત જિલ્લા પંચાયતના સભ્ય રેખાબેન આહીર ગામના સરપંચ ચીમનભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ હેમંતસિંહ પરમાર ગામના સભ્યો સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રૂપિયા 28 લાખના ખર્ચે પશુ માટેના આ ઉપકેન્દ્રમાં જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ પશુ દવાખાનથી ચાપલઘરા તેમજ આસપાસના ગામના પશુપાલકોને પોતાના પશુઓની સારવાર નજીકના સ્થળે મળી રહેશે. રિપોર્ટ : સુનિલસિંહ પરમાર

Read More

શહિદ દિન નિમિત્તે સમગ્ર ભાવનગર જિલ્લામાં બે મિનિટ મૌન પાળવા જિલ્લા વહિવટી તંત્રની અપીલ

હિન્દ ન્યુઝ, ભાવનગર                      ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે પોતાના પ્રાણ આપ્યા છે તેવા શહીદોની સ્મૃતિમાં તા.૩૦ મી જાન્યુઆરી, ૨૦૨૨ નાં રોજ સવારે ૧૧-૦૦ વાગે બે મિનિટ મૌન પાળવું અને આખા દેશમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહન વ્યવહારની ગતિ એટલો વખત બંધ રાખવી એવો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે. તા.૩૦મી જાન્યુઆરી, ૨૦૨૨ નાં રોજ સહુ કોઈ આ સમયે એક સાથે ગંભીરતાપૂર્વક મૌન પાળી શકે તે માટે ભાવનગર શહેરમાં સવારે અગિયારમાં અર્ધી મિનિટે જુદા જુદા સ્થળોએ આવેલી કચેરીઓ/ઓફીસો અર્ધી મિનિટ માટે…

Read More

કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી નર્મદા દ્વારા ચાલુ વર્ષે “નર્મદા સેવા અને શ્રમ શિબિર”- ૨૦૨૧-૨૨ કાર્યક્ર્મ યોજાશે

બોટાદ જિલ્લાના ભાગ લેનાર ઈચ્છુક ઉમેદવારે તા.૧૦ ફેબૃઆરી ૨૦૨૨ સુધીમાં રાજપીપળા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ખાતે મોકલી આપવાની રહેશે હિન્દ ન્યુઝ, બોટાદ               બોટાદ જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી નર્મદા દ્વારા ચાલુ વર્ષે “નર્મદા સેવા અને શ્રમ શિબિર”- ૨૦૨૧-૨૨ કાર્યક્ર્મ યોજવામાં આવનાર છે. ચાલુ વર્ષે ૭ (સાત) દિવસ માટે આ શિબિરનુ આયોજન કરવામાં આવનાર છે. જેમાં રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી ઉમેદવાર પસંદ કરી કુલ ૧૫૦ (એકસો પચાસ) યુવક યુવતીઓને…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ I-Create ની મુલાકાતે I-Createના ઇલેકટ્રીક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્દઘાટન કર્યુ

હિન્દ ન્યુઝ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેનિયોરશિપ એન્ડ ટેક્નોલોજી i-Createના કેમ્પસની મુલાકાત લઇને વિવિધ સ્ટાર્ટઅપની નવિન શોધ-સંશોધન, ગતિવિધિઓની તલસ્પર્શી માહિતી મેળવી હતી. તેમણે યુવા સ્ટાર્ટઅપ્સ સાથે પ્રત્યક્ષ વાતચીત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રી અમદાવાદ જિલ્લાના દેવ ધોલેરા નજીક આવેલા i-Create કેમ્પસમાં મુખ્ય સચિવ પંકજકુમાર સાથે પહોચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે i-Createના ઇલેક્ટ્રીક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્દઘાટન પણ આ મુલાકાત દરમ્યાન કર્યુ હતું. i-Create EV સેન્ટર ઓફ એક્સલન્સમાં નાના ઇલેક્ટ્રિક વાહનો માટે યુનિક અને ઇન્ટિગ્રેટેડ ઓપન-સોર્સ પ્લેટફોર્મ બનાવવાથી માંડીને શહેરો માટે ઓપન સ્ટાન્ડડર્સ તરીકે ગ્રીન અર્બન માસ મોબિલિટી…

Read More

“નર્મદા સેવા અને શ્રમ શિબિર”- ૨૦૨૧-૨૨ માં ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતિઓએ તા.૧૦ મી ફેબ્રુઆરી, ૨૦૨૨ સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે

હિન્દ ન્યુઝ, નર્મદા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી નર્મદા દ્વારા ચાલુ વર્ષે “નર્મદા સેવા અને શ્રમ શિબિર”- ૨૦૨૧-૨૨ કાર્યક્ર્મ યોજવામાં આવનાર છે. ચાલુ વર્ષે ૭ (સાત) દિવસ માટે આ શિબિરનુ આયોજન કરવામાં આવનાર છે. જેમાં રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી ઉમેદવાર પસંદ કરી કુલ ૧૫૦ (એકસો પચાસ) યુવક યુવતીઓને આ કાર્યક્ર્મમાં ભાગ લેવાની તક આપવામાં આવશે. આ શિબિરમાં જોડાવા ઇચ્છતા યુવક યુવતિઓ કે જેમની ઉમંર ૧૫ થી ૩૫ વર્ષ હોય તેમને સાદા કાગળ ઉપર પોતાનુ નામ સરનામુ, મોબાઇલ નંબર, જન્મતારીખ, શૈક્ષણીક લાયકાત, વ્યવસાય, એન.સી.સી / પર્વતારોહણ/…

Read More

ઇડર દાવડ ખાતે ખાનગી માલિકીના પ્લોટમાં પાયાના ખોદકામ દરમિયાન પ્રાચીન ખંડિત ૪૮ મૂર્તિઓના માલિકી અંગેના હક્ક દવા અંગે

હિન્દ ન્યુઝ, ઈડર સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના દાવડ ખાતેથી ખાનગી માલિકીના પ્લોટના પાયાના ખોદકામ દરમિયાન મળી આવેલ પ્રાચીન મૂર્તિઓને સંપાદન કરવાના સંબંધમાં જાહેરનામું બહાર પાડવા અને વાંધા સૂચનો મેળવવા તેમજ સદર હું મૂર્તિઓના માલિકી અંગેના હક્ક દવા મેળવવાની કામગીરી કરવા અત્રેને અધિકૃત કરવા હુકમ કરેલ છે. જે વાસ્તે, શ્રીમતી એસ.એન.પરીખ ,જી.એ.એસ ,નાયબ કલેક્ટર અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ ઇડરને મળેલ સત્તાની રૂએ ભારત ભૂમિગત ધન અધિનિયમ – ૧૮૭૮ ની કલમ -૫ હેઠળ આથી જાહેર કરવામાં આવે છે કે, મોજે .દાવડ તા.ઇડર ખાતે રાવળ મંગાભાઇ ત્રિકમભાઇના ખાનગી માલિકીના પ્લોટમાં પાયાના ખોદકામ દરમિયાન…

Read More

હિંમતનગરના રાજપુર (નવા) કામધેનુ યુનિવર્સિટી ખાતે મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્તે સ્નાતક અને અનુસ્નાતક મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલયનું ભૂમિ પૂજન અને નવીન છાત્રાલય ભવનનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, કેન્દ્રિય કેબિનેટ મંત્રી પુરૂષોતમ રૂપાલા વર્ચ્યુઅલ માધ્યમ થકી ઉપસ્થિત રહ્યા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાજપુર (નવા) કામધેનુ યુનિવર્સિટી ખાતે રાજ્ય કક્ષાના કલ્પસર, મત્સ્યઉદ્યોગ, નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીના વરદ હસ્તે સ્નાતક અને અનુસ્નાતક મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલયના ભૂમિ પૂજન તથા ભાઈઓ માટેની છાત્રાલય ભવનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્ર્મમાં વર્ચ્યુઅલ માધ્યમથી કેબિનેટમંત્રી પુરૂષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, આજે અહિં વિધાર્થીઓ માટેના અધ્યતન સુવિધાઓથી સજ્જ ૩૬ રૂમો અને ૧૦૮ વિધાર્થીઓની ક્ષમતાવાળા નવીન છાત્રાલયને ખુલ્લું મુકવામાં આવ્યું છે. તેમજ સ્નાતક અને અનુસ્નાતક મત્સ્યવિજ્ઞાન…

Read More

બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ પ્રભારી મંત્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્‍થાને આજે બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ૧૫% વિવેકાધિન જોગવાઈ, ૫% પ્રોત્સાહક જોગવાઈ, એ.ટી.વી.ટી જોગવાઈ, વિકાસશીલ તાલુકા જોગવાઈ, ધારાસભ્ય જોગવાઈ, સાંસદસભ્ય જોગવાઈ હેઠળના વર્ષ: ૨૦૧૮-૧૯ થી વર્ષ:૨૦૨૧-૨૨ સુધીના કામોની સમીક્ષા કરવામાં આવી અને આગામી વર્ષ: ૨૦૨૨-૨૩ની વિવિધ જોગવાઇ હેઠળનાં કામોના પૂર્વ આયોજન અંગેની સમીક્ષા કરવામાં આવી હતી અને બોટાદ જિલ્લાના અગત્યના નિર્દેશકો દ્વારા જિલ્લાની સ્થિતિ દર્શાવતો અગત્યનો Sustainable Development Goals Report Botad District August-2021 નુ મંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું…

Read More

મહેસાણા જિલ્લાની 13 વ્યાજબી ભાવની દુકાનો શરૂ કરવા માટે 14 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, મહેસાણા મહેસાણા જિલ્લાની 13 વ્યાજબી ભાવની દુકાનો શરૂ કરવા માટે જાહેરનામું પુરવઠા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. જેમાં ઉંઝા તાલુકાનું વિશોળ (સામાન્ય), મહેસાણા તાલુકાના જોરણંગ 1, જોરણંગ 2, છઠીયારડા 1, છઠીયારડા 2, પાલાવાસણા અને રામોસણ 2 માટે (સામાન્ય ઉમેદવારો), બોરીઆવી 1 અને પાંચોટ-3 માટે (બક્ષીપંચ ઉમેદવારો ), વિસનગર તાલુકાના પાલડી માટે (બક્ષીપંચના ઉમેદવારો), કમાણા 1 માટે (સામાન્ય ઉમેદવારો), સતલાસણા તાલુકાના સરદારપુર (ચિ)-કેશરપુરા-દુલાણા માટે (સામાન્ય ઉમેદવારો) સહિત ખેરાલુ તાલુકાના પાન્છા ગામે બક્ષીપંચના ઉમેદવારો નવીન દુકાનો માટે 14 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકે છે. જેમાં છઠીયારડા 01 અને 02…

Read More