હિન્દ ન્યુઝ, ઈડર
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના દાવડ ખાતેથી ખાનગી માલિકીના પ્લોટના પાયાના ખોદકામ દરમિયાન મળી આવેલ પ્રાચીન મૂર્તિઓને સંપાદન કરવાના સંબંધમાં જાહેરનામું બહાર પાડવા અને વાંધા સૂચનો મેળવવા તેમજ સદર હું મૂર્તિઓના માલિકી અંગેના હક્ક દવા મેળવવાની કામગીરી કરવા અત્રેને અધિકૃત કરવા હુકમ કરેલ છે. જે વાસ્તે, શ્રીમતી એસ.એન.પરીખ ,જી.એ.એસ ,નાયબ કલેક્ટર અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ ઇડરને મળેલ સત્તાની રૂએ ભારત ભૂમિગત ધન અધિનિયમ – ૧૮૭૮ ની કલમ -૫ હેઠળ આથી જાહેર કરવામાં આવે છે કે, મોજે .દાવડ તા.ઇડર ખાતે રાવળ મંગાભાઇ ત્રિકમભાઇના ખાનગી માલિકીના પ્લોટમાં પાયાના ખોદકામ દરમિયાન તા.૨૧ એપ્રિલ ૨૦૨૦ ના રોજ ૪૮ (એડતાળીસ ) ખંડિત મૂર્તિઓ મળી આવેલ છે. આ મૂર્તિઓ અંગે દાવો કરતી તમામ વ્યક્તિઓને જાતે અથવા તેઓના અધિકૃત એજન્ટ મારફતે આ જાહેરનામાની તારીખ થી ૬ (છ ) માસની અંદર તેઓનો લેખિત દાવો નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ કચેરી ઇડર તા.ઇડર જિલ્લા.સાબરકાંઠામાં રજુ કરવા જણાવવામાં આવે છે. છ માસ બાદ રજુ થયેલ દાવો દાખલ કરવામાં આવશે નહિ મુદત પૂર્ણ થયે આ મિલ્કત અંગે ભારતીય ભૂમિગત ધન અધિનિયમ ૧૮૭૮ ની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. જેની સર્વેએ નોંધ લેવી.
