બોટાદ જિલ્લાના ભાગ લેનાર ઈચ્છુક ઉમેદવારે તા.૧૦ ફેબૃઆરી ૨૦૨૨ સુધીમાં રાજપીપળા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ખાતે મોકલી આપવાની રહેશે
હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી નર્મદા દ્વારા ચાલુ વર્ષે “નર્મદા સેવા અને શ્રમ શિબિર”- ૨૦૨૧-૨૨ કાર્યક્ર્મ યોજવામાં આવનાર છે. ચાલુ વર્ષે ૭ (સાત) દિવસ માટે આ શિબિરનુ આયોજન કરવામાં આવનાર છે. જેમાં રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી ઉમેદવાર પસંદ કરી કુલ ૧૫૦ (એકસો પચાસ) યુવક યુવતીઓને આ કાર્યક્ર્મમાં ભાગ લેવાની તક આપવામાં આવશે. આ શિબિરમાં જોડાવા ઇચ્છતા યુવક યુવતિઓ કે જેમની ઉમંર ૧૫ થી ૩૫ વર્ષ હોય તેમને સાદા કાગળ ઉપર (૧) પોતાનુ નામ સરનામુ, મોબાઇલ નંબર (૨) જન્મતારીખ (૩) શૈક્ષણિક લાયકાત (૪) વ્યવસાય (૫) એન.સી.સી / પર્વતારોહણ/ રમત ગમત સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત (૬) શારિરીક તંદુરસ્તી ધરાવતા હોવાનુ દાક્તરી પ્રમાણપત્ર (૭) વાલીની સંમતિ (૮) તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો (૯) ઓળખકાર્ડ (૧૦) અગાઉ આ કાર્યક્ર્મમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત વગેરે માહીતી દર્શાવતી અરજી તા.૧૦/૦૨/૨૦૨૨ સુધીમાં આ કચેરીના નિયંત્રણ હેઠળની જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, બીજો માળ, રૂમ નં. ૨૧૭, જિલ્લા સેવા સદન, રાજપીપળા નર્મદાને મોકલી આપવાની રહેશે.
પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા કુલ ૧૫૦ યુવક યુવતિઓની આ શિબિરમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે. માત્ર પસંદગી પામેલ યુવક યુવતીઓને ફોન/પત્ર દ્વારા જાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક યુવતિઓને નિવાસ, ભોજન તથા આવવા જવાનુ ભાડુ સરકાર તરફથી આપવામાં આવશે જેની નોધ લેવા વધુમાં જણાવવામાં આવે છે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ
