હિન્દ ન્યુઝ, વાંસદા
વાંસદા તાલુકાના ચાપલધરા ગામ ખાતે ઘણા બધા પશુપાલકો પોતાના પાળેલા પશુઓની સારવાર કરાવતા હોય છે. વાંસદા તાલુકાના ચાપલધરા ગામમાં ગુરુવારે પશુ આરોગ્યના પેટા કેન્દ્રના અદ્યતન મકાન બાંઘકામનું ખાતમુર્હર્ત જિલ્લા પંચાયતના સભ્ય રેખાબેન આહીર ગામના સરપંચ ચીમનભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ હેમંતસિંહ પરમાર ગામના સભ્યો સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રૂપિયા 28 લાખના ખર્ચે પશુ માટેના આ ઉપકેન્દ્રમાં જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ પશુ દવાખાનથી ચાપલઘરા તેમજ આસપાસના ગામના પશુપાલકોને પોતાના પશુઓની સારવાર નજીકના સ્થળે મળી રહેશે.

રિપોર્ટ : સુનિલસિંહ પરમાર

