પ્રબળ રાજકીય ઇચ્છા શક્તિથી ગુજરાત સરકાર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-લવ જેહાદ લાવી કુમળી માનસિકતા ધરાવતી યુવતિઓને બચાવવા ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમમાં ફેરફાર કરાયા છે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ તા.૧૯ ગુજરાત સરકાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ તળે પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમમાં કેટલાક ફેરફાર કર્યા છે જેને આપણે લવ જેહાદ તરીકે ઓળખીએ છીએ. જેનો હેતુ આપણી કુમળી માનસિકતા ધરાવતી યુવતિઓને બચાવવાનો છે તેમ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહજી જાડેજાએ જણાવ્યું હતું. જૂનાગઢ પાસેના ચાંપરડાની મુલાકાતે આવેલ ગુહ રાજ્યમંત્રીએ માધ્યમકર્મીઓ સાથે સંવાદ સાધતા વધુમાં કહ્યું કે, આ કાયદો પસાર કરવાના મૂળમાં કોઇ વિદ્યર્મી દ્વારા આપણી યુવતીઓને પોતાનુ નામ અટક બદલીને કે અન્ય રીતે સોશ્યલ મીડિયામાં પોતાના નામની ખોટી પોસ્ટ મૂકીને કુમળી માનસિકતા ધરાવતી યુવતીઓને ભોળવીને, કપટથી લલચાવી લગ્ન કરતા…

Read More

૨૧મી સદી શિક્ષણની છે, જેની પાસે શિક્ષણ છે તે જગત પર રાજ કરશે : ગૃહ રાજયમંત્રી જાડેજા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ તા.૧૯ રાજ્યના કાયદા અને ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમિયાન શ્રી બ્રમ્હાનંદ વિદ્યાધામ ચાંપરડાની શુભેચ્છા મુલાકાત, નર્સીંગ સ્ટાફ ક્વાર્ટર બીલ્ડીંગનું લોકાર્પણ, ચાંપરડા પોલીસ ચાકીનું ખાતમુહુર્ત તેમજ યજ્ઞમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ૧૯મી સદી બાહુબળની હતી, ૨૦મી સદી મૂડીની હતી. જ્યારે ૨૧મી સદી શિક્ષણની છે. જેની પાસે શિક્ષણ છે તે જગત પર રાજ કરશે. ત્યારે ચાંપરડા સ્થિત શ્રી બ્રમ્હાનંદ વિદ્યાધામમાં થતી શિક્ષણ, આરોગ્ય અને સેવાકીય પ્રવૃતિઓને ગૃહમંત્રીએ બીરદાવી હતી. તેમણે આ તકે મુક્તાનંદબાપુની સેવાકીય કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, બાપુ…

Read More

પોરબંદર જિલ્લાની વિવિધ ૧૨ સહકારી મંડળીઓની નોંધણી રદ્દ કરાશે

હિન્દ ન્યુઝ, પોરબંદર પોરબંદર જિલ્લાની વિવિધ ૧૨ સહકારી મંડળીઓને સહકારી કાયદાની કલમ-૨૦ મુજબ જુદા જુદા કારણોસર આ મંડળીઓની નોંધણી રદ્દ કરવા નક્કી કરાયુ છે. આ સહકારી મંડળીઓમાં રાણા રોજીવાડા તેલીબીયા ઉત્પાદક સહકારી મંડળી લી, શ્રી પોરબંદર તાલુકા શિક્ષક શરાફી સહકારી મંડળી લી, શ્રી હરિઓમ મત્સ્યો. સહકારી મંડળી લી, શ્રી સાગરશક્તિ મત્સ્યો. સહકારી મંડળી લી, શ્રી સત્યમ મત્સ્યો. સહકારી મંડળી લી, શ્રી માધવ મત્સ્યો. સહકારી મંડળી લી, શ્રી અભિમન્યુ મત્સ્યો. સહકારી મંડળી લી, શ્રી શિવમ ક્રૃપા મત્સ્યો. સહકારી મંડળી લી, શ્રી શબ્બીર સાગર મત્સ્યો. સહકારી મંડળી લી, શ્રી પદમાણી ક્રૃપા મત્સ્યો.…

Read More

જસદણ તાલુકાના વેરાવળ(ભાડલા) ખાતે રૂા. ૨૧.૯૧ લાખના ખર્ચે તૈયાર થનાર પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

  હિન્દ ન્યુઝ, રાજકોટ જસદણ તાલુકાના વેરાવળ(ભાડલા) ગામે રૂા. ૨૧.૯૧ લાખના ખર્ચે ‘‘વાસ્મો’’ દ્વારા તૈયાર થનાર ઘરે ઘર નળ દ્વારા પાણી વિતરણ કરવાની આંતરીક પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે સંપન્ન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દેશના પ્રત્યેક ઘરોમાં નળ દ્વારા પીવાનું શુધ્ધ પાણી પહોંચતું કરવાના મહત્વાકાંક્ષી ‘‘હર ઘર નલ સે જલ’’ અભિયાનને ગુજરાત રાજયમાં વર્ષ ૨૦૨૨માં જ પરીપુર્ણ કરવાના લક્ષ્યાંક સાથે થઇ રહેલ કામગીરીની વિગતો આપતાં મંત્રી બાવળીયાએ આ વિસ્તારમાં થઇ રહેલ શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વિજળી સહિતની માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેના કામોની વિસ્તૃત…

Read More

વિંછીયા ખાતે રૂ.૭.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ બે નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

હિન્દ ન્યુઝ, રાજકોટ વિછીંયા ગામે રાજયના પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ધારાસભ્ય ગ્રાંટમાંથી તૈયાર થયેલ રૂ. ૨.૫૦ લાખના નુતન બસ સ્ટેશનનું તથા ઓરી રોડ પર આવેલ જુના બસ સ્ટેશનની જગ્યાએ રૂા. ૫ લાખના ખર્ચે તૈયાર થયેલ નવા બસસ્ટેશનનું લોકાર્પણ યોજાયું હતું. રાજયના સર્વાંગી વિકાસ માટે સુયોગ્ય પરીવહનની વ્યવસ્થા પણ એક મહત્વનું પાસુ છે તેમ જણાવતાં કુંવરજીભાઇ બાવળીયાએ વધુમાં જણાવ્યું હતું કે રાજયના છેવાડાના ગામ સુધી માર્ગ અને પરીવહનની સુવિધા સુચારૂરૂપે લોકોને ઉપલબ્ધ બને તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે. આ તકે તેઓએ રાજય સરકાર દ્વારા…

Read More

જામનગર મહાનગર યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા રાષ્ટ્ર કલ્યાણના સંકલ્પને વધુ સુદ્રઢ કરવા સંદર્ભે ચાલી રહેલ યુવા સંકલ્પ યાત્રાનું ઉત્સાહપૂર્વક આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર આજ-રોજ યુવા ભાજપ જામનગર મહાનગર દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત યુવા સંકલ્પ યાત્રા મેરેથોન દોડ ૨૦૨૧ લાલ બંગલા સર્કલએ થી મેરેથોન પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મેરેથોનમાં ૧૦૦૦ જેટલા યુવાનો, મહિલાઓ, બાળકો અને દિવ્યંગોએ પણ ભાગ લીધો હતો. આ મેરેથોન દોડમાં રાજયકક્ષાનામંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) અને શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, મયેર બીનાબેન, મહામંત્રી પ્રકાશભાઈ, વિજયસિંહ, મેરામણભાઈ, ચેરમેન મનીષભાઈ, રાજુભાઈ, ડેમયેર તપનભાઈ, શાશકપક્ષ નેતા કુશુમ્બેન, કેતનભાઈ, કોર્પોરેટર વોર્ડ પ્રમુખ તેમજ વોર્ડ ના પદાધિકારીઓ અને તમામ મોરચાના પદાધિકારીઓની ઉપસ્થિતમાં જામનગર મહાનગર યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા રાષ્ટ્ર કલ્યાણના સંકલ્પને વધુ…

Read More

હવાઇ ઉડ્ડયન ક્ષેત્રે ભાવનગર માટે નવું સોનેરી સોપાન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર માટે નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. જે અંતર્ગત ભાવનગરથી આવતીકાલથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત થવા જઇ રહી છે. આવતીકાલે બપોરે ભાવનગર એરપોર્ટ ખાતેથી સ્પાઇસ જેટની ફલાઇટને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વર્ચ્યુઅલી ફ્લેગ ઓફ કરી આ નવી ફ્લાઇટ સેવાનો શુભારંભ કરાવશે. આ અવસરે સાંસદ સર્વ આર.સી પાટીલ, ભારતીબેન શિયાળ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્ય મંત્રી સુ. વિભાવરીબેન દવે, મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ભારતના વડાપ્રધાન…

Read More

આર.ટી.ઓ. કચેરી દ્વારા દ્વિચક્રી મોટર સાયકલ માટે સીરીઝ અંગેની અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર આર.ટી.ઓ. કચેરી ભાવનગર દ્વારા દ્વિચક્રી મોટર સાયકલ માટેની સીરીઝ GJ-04-DR 0001 થી 9999 ની રી-ઓક્શન પ્રક્રિયા હાથ ધરવામા આવશે. જેમાં તા.૨૪-૦૮-૨૦૨૧ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રિયામા તા.૨૪-૦૮-૨૦૨૧ થી તા.૨૭-૦૮-૨૦૨૧ સુધી સવારના ૧૦:૦૦ થી સાંજના ૪:૦૦ કલાક સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. આ ઈ-ઓક્શન પ્રક્રિયાનુ પરીણામ તા.૨૭-૦૮-૨૦૨૧ના રોજ સાંજના ૪:૦૦ કલાકે જાહેર કરવામા આવશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

ગારિયાધાર તાલુકાના કલાકારો માટે “યુવા ઉત્સવ” સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર પ્રતિ વર્ષે યોજાતો ગારિયાધાર તાલુકા કક્ષા યુવા ઉત્સવની સ્પર્ધાઓ પૈકી ચાલુ વર્ષે કુલ ૧૫ સ્પર્ધાનું આયોજન ઓફ લાઇન (લાઈવ) જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, ભાવનગર દ્વારા યોજવાનો થાય છે. આ સ્પર્ધાની વય મર્યાદા તા.૩૧/૧૨/૨૦૨૧ ને ધ્યાને રાખીને અ વિભાગમાં ૧૫ થી ૨૦ વર્ષ, બ વિભાગમાં ૨૧ થી ૨૯ વર્ષ અને ખુલ્લા વિભાગમાં ૧૫ થી ૨૯ વર્ષની રહેશે. જેમાં ભાવનગર ગ્રામ્ય કક્ષાની સ્પર્ધામાં સૌ પ્રથમ તાલુકાકક્ષાએ કુલ ૧૫ સ્પર્ધા ઓફલાઇન (લાઈવ) કરવાની થતી હોય જેથી ગારિયાધાર તાલુકા કક્ષા યુવા ઉત્સવની એન્ટ્રી અને ૧૮ સ્પર્ધાની એન્ટ્રી…

Read More

રાજકોટ જીલ્લાનાં જસદણથી 20 કિ.મી. દુર ઘેલો નદીનાં કિનારે બિરાજમાન ઘેલા સોમનાથ નો ઈતિહાસ

હિન્દ ન્યુઝ, જસદણ સૌરાષ્ટ્રના પાંચાળ પંથકનાં રાજકોટ જીલ્લાનાં જસદણથી 20 કિ.મી. દુર ઘેલો નદીનાં કિનારે બિરાજમાન શ્રી ઘેલા સોમનાથ મહાદેવ યાત્રાધામના અનોખા શિવલિંગની કથા – કેવી રીતે શિવલિંગના રક્ષણ કરતા ઘેલો વાણિયો માર્યો ગયો તેની યાદમાં નામ પડયું સોમનાથમાંથી ઘેલાસોમનાથ. આવો જાણીએ આ મંદિરનો આશરે 15મી સદી 1457ની આસપાસનો ઇતિહાસ છે. -: કથા :- વેરાવળ પ્રભાસપાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લુંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મહમદ ગઝનીએ બે-ત્રણ વાર હુમલો કર્યો હતો.પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી. એ સમયે જુનાગઢ ઉપર કુંવર મહિપાલની કુંવરી મીનળદેવી કે જે…

Read More