જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને આજે કલેકટર કચેરી ખાતે મળી હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની આ બેઠકમાં ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી તેમજ તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ રજુ કરેલા રસ્તાઓ, બીનઅધિકૃત દબાણો, વીજ ફીડર, પાણીની વ્યવસ્થા, જમીન માપણી, બીનખેતી, યોજનાઓની સહાય અંગે વગેરે બબતોને લગતા પ્રશ્નો પરત્વે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજુ કરવા અંગેની સૂચના આપી હતી. ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટર…

Read More

પાલિતાણામાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા

હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ સવારે પાલીતાણા ખાતે એક અને અખંડ ભારતના શિલ્પી એવાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. સરદાર પટેલની પ્રતિમા અને સરદાર ચોકના અનાવરણ પ્રસંગે ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તથા આર.સી.મકવાણા, મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા, ઘનશ્યામભાઈ શિહોરા, રેખાબેન ડુંગરાણી તથા પાલીતાણાના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં. બ્યુરોચીફ : હકીમ ઝવેરી

Read More

ભાવનગર જિલ્લામા મહિલા વિકાસ અર્થે શ્રેષ્ઠ કામગીરી કરતી સંસ્થા અથવા વ્યક્તિઓને “મહિલા વિકાસ પુરષ્કાર” આપવા અર્થે અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારનાં મહિલા વિકાસ બાળ વિકાસ વિભાગ દ્વારા “મહિલા વિકાસ પુરષ્કાર” યોજના હેઠળ દર વર્ષે રાજ્યની મહિલા સ્વેચ્છિક સંસ્થા અને મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારને પુરષ્કાર આપવા માટે નક્કી થયેલ છે. જેમાં શ્રેષ્ઠ મહિલા સંસ્થાને રૂ. એક લાખ અને શ્રેષ્ઠ મહિલા કાર્યકરને રૂ.૫૦ હજાર આપવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં મહિલા વિકાસને લગતી શ્રેષ્ઠ કામગીરી કરતી એક સ્વૈચ્છિક સંસ્થાને અને એક શ્રેષ્ઠ સામાજીક કાર્યકરને વર્ષ ૨૦૨૧-૨૦૨૨ નાં “ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર” એનાયત કરવા મહિલા અને બાળ અધિકારીની કચેરી-ભાવનગર મારફતે નિયમ નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.…

Read More

પાલીતાણા ખાતે કોવિડ રસીકરણ કેન્દ્રની મુલાકાત લેતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા

હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આજે સવારે પાલીતાણા ખાતે કાર્યરત કોવિડ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. મંત્રીએ ઉપસ્થિત પાલીતાણાવાસીઓને કોરોનાના સામે રક્ષણ માટે કોરોના રસીની ઉપયુક્તતા વિશે જાણકારી આપી દરેક વ્યક્તિ કોરોનાની રસી લઈ લે તે આજના સમયની તાતી જરૂરિયાત છે તેમ સમજાવ્યું હતું. મંત્રીએ આ અવસરે નવી શબ વાહિનીને પણ જનતાના ઉપયોગ માટે ખુલ્લી મૂકી હતી. અવસરે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ તેમની સાથે જોડાયા હતાં. આ પ્રસંગે ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તથા આર.સી.મકવાણા, મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા, ઘનશ્યામભાઈ શિહોરા, રેખાબેન ડુંગરાણી તથા પાલીતાણાના…

Read More

બનાસકાંઠા માં તાલુકા લેવલે આવેદનપત્ર અપાયું…

હિન્દ ન્યુઝ, લાખણી રાષ્ટ્રીય કિસાન સંઘ ના બેનર હેઠળ આવેદન પત્ર અપાયું… દિયોદર લાખણી ધાનેરા થરાદ ખાતે ખેડૂત આગેવાનો એ આવેદનપત્ર આપી કરી રજુઆત બનાસકાંઠા ને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી અને નવી કેનાલ દરેક વિસ્તાર માં આપવાની કરાઈ માંગ બનાસકાંઠા નહિવત વરસાદ પડતાં ખેતર માં સુકાઈ રહ્યો છે પાક….. જિલ્લા ના અનેક તાલુકા અને ગામડા ઓ કેનાલ થી વંચીત… રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

જસદણમાં જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત

હિન્દ ન્યુઝ, જસદણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકારમાં નવનિયુક્ત મંત્રીઓ સોરાષ્ટ્ર ગુજરાતના જન આશીર્વાદ થકી ભારતના ભવ્ય વિકાસની ઝલક જન જન શુધી પહોંચાડવા પ્રવાસ કરી રહ્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા ની જન આશીર્વાદ યાત્રા આજે જસદણ પહોંચી હતી આ તકે સ્વાગત કરવા માટે જન આશીર્વાદ યાત્રાના પ્રભારી ડો.ભરતભાઈ બોધરા સહિત ભાજપના અનેક આગેવાનો જોડાયા હતા. આ યાત્રામાં પરસોત્તમભાઈ રૂપાલા સાથે સાંસદ મોહનભાઇ કુંડારિયાં, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય લાખભાઈ સાગઠિયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, મંત્રી આર.સી.ફળદુ, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખારચિયા, જીલ્લા કારોબારી સભ્ય પંકજભાઈ ચાંવ જિલ્લા ભાજપના…

Read More

હવાઇ ઉડ્ડયન ક્ષેત્રે ભાવનગર માટે નવા અધ્યાયની શરૂઆત

હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ભાવનગર ખાતે નવી શરૂ થયેલી ફ્લાઇટના શુભારંગ પ્રસંગે કહ્યું કે, આજે ભાવનગર માટે નવો અધ્યાય લખાવાં જઈ રહ્યો છે. ગુજરાતની વિકાસની નવી ઉંચાઇઓને આંબી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક સાથે ૩ વિમાની કનેક્ટિવિટી રાજ્યને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મળી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કનેક્ટિવિટી વિકાસને આગળ વધારે છે, જ્યાં કનેક્ટિવિટી ઘટે છે ત્યાં વિકાસ રૂંધાય છે. આ મહત્વને પારખીને રાજ્ય સરકારે વધુને વધુ એરપોર્ટ અને એરસ્ટ્રીપ વિકસાવીને રાજ્યની ક્ષમતાને વિશ્વ ફલક પર લઈ જવાં માટે વધુને વધુ…

Read More

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને એમના ધર્મ પત્નિ શ્રી સોમનાથ મહાદેવ નાં દર્શને

હિન્દ ન્યુઝ,  માન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણીએ પવિત્ર શ્રાવણ માસમાં આજે સોમનાથ મહાદેવ ના દર્શન, ધ્વજાપૂજા અર્ચના કરી શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. સાથે પ્રવાસન અને મત્સ્યોદ્યોગ માન મંત્રી જવાહરભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઈ પરમાર, નગરપાલિકા પ્રમુખ પિયુષભાઇ ફોફંડી, નિતીનભાઇ ભારદ્વાજ પૂજા અર્ચનામાં સહભાગી થયા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી, કોર્ડીનેટર કુંતલભાઇ સંઘવી, એક્ઝિક્યુટીવ ઓફીસર દિલિપ ભાઇ ચાવડા પણ ઉપસ્થિત રહેલ. શ્રી સોમનાથ ટ્રસ્ટ ના માન. ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી દ્વારા માન. મુખ્યમંત્રી ને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિહ્ન આપી સન્માન…

Read More

સુઈગામના મોરવાડા ગામેથી ઝડપાયું શંકાસ્પદ બાયોડીઝલ ….

હિન્દ ન્યુઝ, લાખણી કેઆરસી ઇન્ફોપ્રોજેક્ટ પ્રાઇવેટ લી. ના પ્લાન્ટમાંથી ઝડપાયું 19200 લીટર શંકાસ્પદ બાયોડીઝલ…. જિલ્લાની એસઓજી પોલીસને બાતમી મળતા કરાઈ હતી રેડ… રેદ દરમ્યાન રૂ.13,44,000નું શંકાસ્પદ બાયોડીઝલ મળી આવતા પોલીસે સીઝ કરી અનિલ મુલચંદભાઇ જાટ સામે ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી….   રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

બનાસકાંઠાના લાખણીમાં ગત રાત્રે પાંચ દુકાનોનાં તાળાં તૂટયાં

હિન્દ ન્યુઝ, લાખણી લાખણી તાલુકાના માર્કેટના ધોરા ના પ્લોટ શોપિંગ થઈ ચોરી શોપિંગમાં આવેલી પાંચ દુકાનોમાં ચોરોએ પોતાનો હાથ અજમાવ્યો શ્રી ગાયત્રી પશુઆહાર, ગાયત્રી હાડવેર અંબિકા, એગ્રો, અંબિકા બિઝનેસ સેન્ટર અને અંબિકા ખેડૂત વિકાસ સહિત દુકાનના તાળા તૂટ્યા રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More