ભાવનગર જિલ્લામા મહિલા વિકાસ અર્થે શ્રેષ્ઠ કામગીરી કરતી સંસ્થા અથવા વ્યક્તિઓને “મહિલા વિકાસ પુરષ્કાર” આપવા અર્થે અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગુજરાત સરકારનાં મહિલા વિકાસ બાળ વિકાસ વિભાગ દ્વારા “મહિલા વિકાસ પુરષ્કાર” યોજના હેઠળ દર વર્ષે રાજ્યની મહિલા સ્વેચ્છિક સંસ્થા અને મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારને પુરષ્કાર આપવા માટે નક્કી થયેલ છે. જેમાં શ્રેષ્ઠ મહિલા સંસ્થાને રૂ. એક લાખ અને શ્રેષ્ઠ મહિલા કાર્યકરને રૂ.૫૦ હજાર આપવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં મહિલા વિકાસને લગતી શ્રેષ્ઠ કામગીરી કરતી એક સ્વૈચ્છિક સંસ્થાને અને એક શ્રેષ્ઠ સામાજીક કાર્યકરને વર્ષ ૨૦૨૧-૨૦૨૨ નાં “ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર” એનાયત કરવા મહિલા અને બાળ અધિકારીની કચેરી-ભાવનગર મારફતે નિયમ નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે. જે અંગે વધુ માહિતિ આપતા જિલ્લા મહિલા અને બાળ અધિકારી કે.વી.કાતરીયાએ જણાવ્યુ કે, ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર ઈચ્છુક સ્વેચ્છિક સંસ્થા તેમજ સામાજીક કાર્યકર જે ઓછામાં ઓછા છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં મહિલા કલ્યાણ ક્ષેત્રે, મહિલાઓના સામાજીક, આર્થિક સશક્તિકરણને લગતી પ્રવૃત્તિ કરતી હોય તેવી સ્વેચ્છિક સંસ્થા તેમજ તેવા મહિલા સામાજીક કાર્યકર પુરસ્કાર મેળવવા માટે આધાર પુરાવા સાથે અરજી કરી શકશે તેમજ કોઈ પણ સરકારી અથવા તો અર્ધસરકારી અને ૧૦૦ ટકા સરકારી અનુદાનથી ચાલતી સંસ્થા આ પુરસ્કાર માટે અરજી કરી શકશે નહિ તેમજ ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર મેળવવા અંગેનું અરજી પત્રક મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટ www.wcd.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકશે તેમજ જે તે જિલ્લા ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર ખાતેથી કચેરી સમય દરમ્યાન મળી શકશે.

બ્યુરોચીફ : હકીમ ઝવેરી, ભાવનગર

Related posts

Leave a Comment