ભારતીય ટપાલ વિભાગના પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સના ડાયરેક્ટ એજન્ટ તરીકે કામ કરવાની સોનેરી તક

હિન્દ ન્યુઝ, નડિયાદ વોક-ઇન-ઈન્ટરવ્યુ      સુપ્રિટેન્ડન્ટ, ખેડા ડીવીઝન, નડિયાદની કચેરી દ્વારા ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમાના ડાયરેક્ટ એજન્ટની નિમણુંક માટે “વોક-ઈન-ઇન્ટરવ્યુ” નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્શાવેલ શરતો પૂર્ણ કરતા તેમજ રસ ધરાવતા ઉમેદવારો માટે “વોક-ઈન-ઇન્ટરવ્યુ” સુપ્રિટેન્ડન્ટ ઓફીસ, બીજો માળ, નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ, નડિયાદ – ૩૮૭૦૦૧ ખાતે તા.૨૬.૦૭.૨૦૨૧ (સોમવાર) ના રોજ બપોરે ૧૨.૦૦ થી ૩.૦૦ કલાકે રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ પોતાના બાયો-ડેટા ની સાથે પાસપોર્ટ સાઈઝનો ફોટા-૨, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાતના સર્ટિફીકેટ, અન્ય આવશ્યક સર્ટિફીકેટ અને અનુભવ (જો કોઈ હોય તો) બાબતના અસલ દાખલા તેમજ દરેકની…

Read More

વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન રજીસ્‍ટ્રેશન શરૂ કરાયુ

હિન્દ ન્યુઝ, નડિયાદ   તા.૧૫-૦૭-૨૦૨૧ થી રી-ઓકશન શરૂ કરવામાં આવશે     પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડિયાદ (ખેડા) દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવેછે કે, અત્રેની કચેરીમાં ટુ-વ્હીલર, ફોર વ્હીલર (નોન ટ્રાન્સપોર્ટ) તેમજ થ્રી વ્હીલર (ટ્રાન્સપોર્ટ) વાહનોને લગતી હાલની સીરિઝ નું રી-ઓકશન ટુ-વ્હીલર જી.જે.૦૭. ઇ.ઇ (EE), ફોર વ્હીલર જી.જે.૦૭. ડી.ડી (DD) તથાં થ્રી વ્હીલર જી.જે.૦૭. ટી.વી. (TV) તા.૧૫-૦૭-૨૦૨૧ થી રી-ઓકશન શરૂ કરવામાં આવનાર હોઈ પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી online http://parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી રી-ઓકશનમાં ભાગ લઈ શકશે. જે માટે અરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા…

Read More

કોંગ્રેસે મંદી મોંઘવારીની મહામારી વિરુદ્ધ ‘જનચેતના’ અભિયાન અંતર્ગત દિયોદર રેસ્ટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, દિયોદર      ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકોને ભાજપના છેલ્લા અઢી દાયકાના સાશનમાં મંદી, મોંઘવારી ના મહામારી ભોગ બની રહ્યા છે. ત્યારે ‘અચ્છે દિન’, બહોત હુઈ મહેગાઈ કી માર’ જેવા રૂપાળા સૂત્રો ની ભ્રામકતા સામે લોકો સુધી સાચી હકીકત પહોંચાડવા કોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ “જનચેતના અભિયાન સેતુ” આજે દિયોદર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે દિયોદર રેસ્ટ હાઉસ ખાતે કોંગ્રેસ મિટિંગ યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય શીવાભાઈ ભુરીયાએ જણાવ્યું કે ભાજપ સરકાર ગરીબ વિરોધી, પેટ્રોલ ડિઝલ એલ.પી.જી ગેસ, વીજ બિલમાં તોતીંગ વધારો, સામાન્ય લોકો ના જીવન જરૂરી ચીજવસ્તુઓના…

Read More

ઉના તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ જનસ્થિરતા પખવાડિયાની ઉજવણી

હિન્દ ન્યુઝ, ઉના         વિશ્વ જનસ્થિરતા પખવાડિયાની ઉજવણી નિમિત્તે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉના ખાતે ઉના તાલુકાના છેવાડાના ગામો ના સગર્ભા બહેનો તથા જોખમી સગર્ભા બહેનો ની તપાસ અર્થે નિદાન કેમ્પ રાખવામાં આવેલ જેમાં અત્રેના સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડોક્ટર ભક્તિ બેન સોની દ્વારા અંદાજિત 67 જેટલા લાભાર્થીઓએ નિ:શુલ્ક કેમ્પનો લાભ લીધો હતો તથા લાભાર્થીઓને માર્ગદર્શન તેમજ નિશુલ્ક નિદાન અને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવેલ આ કેમ્પને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસ ઉના નો સ્ટાફ તથા ખિલખિલાટ અને ૧૦૮ એમ્બ્યુલસ ના સુપરવાઇઝર રંજનબેન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ અને કેમ્પને…

Read More

વર્ચૂઅલ રીતે વિડીયો કોન્ફરન્સીંગથી ગાંધીનગરથી ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ના ઓનલાઇન પેમેન્ટ લોન્ચીંગ કાર્યક્રમનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર      મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વર્ચૂઅલ રીતે વિડીયો કોન્ફરન્સીંગથી ગાંધીનગરથી મુખ્યમંત્રી ‘બાળ સેવા યોજના’નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ કોરોનાની મહામારીમાં માતા-પિતા ગૂમાવી નિરાધાર બનેલાં બાળકોનો આધાર બનવાની સંવેદનશીલતા દર્શાવી કહ્યું કે, ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’નો માત્ર ૩૮ દિવસમાં રાજ્યવ્યાપી અમલ કરાવી રાજ્ય સરકારની સંવેદનશીલતાના દર્શન કરાવ્યાં છે.  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની એન.ડી.એ સરકારના સાત વર્ષ પૂર્ણ થવાના અવસરે ર૯મી મે એ જાહેર થયેલી ‘‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ દ્વારા આજે ડી.બી.ટી.થી આજે નાણાં પણ જમા કરાવી દીધાં છે.  કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલાં, છત્રછાયાં ખોઇ…

Read More

ખેડા જિલ્લાના માતર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારીની મિટિંગ રાખવામાં આવી

હિન્દ ન્યુઝ, ખેડા        તાલુકા લેવલે ગામે ગામ ફરીને સંગઠન ને નવો ઓપ આપવા તથા ગામના યુવાનો ને જોડી કોંગ્રેસ વિચારધારા કેવી રીતે ફરીથી 2022 માં વિધાનસભા માં જીતે અને રાજ્યના કલ્યાણ માટે કોંગ્રેસ સત્તા પ્રાપ્ત કરે, તે અંગે પ્રદેશ માંથી આવેલ નરેશભાઈ રાવલે (માજી ગૃહ મંત્રી ગુજરાત) અને ખેડા જિલ્લા પ્રદેશ પ્રતિનિધિ અતુલભાઈ પટેલે ઊંડાણ પૂર્વક માર્ગદર્શન આપ્યું. ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ ઝાલાએ કાર્યકરોમાં ઉત્સાહ પુરી ફરીથી મેદાનમાં આવવા હાકલ કરી. અમુલ ડેરી ડિરેક્ટર સંજયભાઈ પટેલ, મહેમદાવાદ માજી ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, કાલિદાસભાઈ પરમાર, જિલ્લા મહિલા પ્રમુખ…

Read More

કોરોના મહામારીથી માતા-પિતા ગૂમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર બનવાની સંવેદનશીલતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકાર દર્શાવી

હિન્દ ન્યુઝ, નડિયાદ       પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની એન.ડી.એ સરકારના સાત વર્ષ પૂર્ણ થવા અવસરે ર૯મી મે એ જાહેર થયેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો માત્ર ૩૮ દિવસમાં રાજ્યવ્યાપી અમલ કરવાની આગવી સંવેદના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રગટ કરી  છે કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા, છત્રછાયા ખોઇ ચૂકેલા રાજ્યભરના ૭૭૬ બાળકોને પ્રતિ બાળક દરમહિને રૂ. ૪૦૦૦ની સહાય યોજના અન્વયે ૩૧ લાખ ૪ હજાર રૂપિયા એટ વન કલીક મુખ્યમંત્રીશ્રી એ આ બાળકોના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા.    તદઅનુસાર, અમદાવાદ જિલ્લામાં-૪ર, અમરેલી-૧૯, અરવલ્લી-ર૬, આણંદ-૩૯, કચ્છ-૩૧, ખેડા-૩૬, ગાંધીનગર-૬, ગીર સોમનાથ-૧૬, છોટાઉદેપૂર-૬, જામનગર-ર૪,…

Read More

કોવીડ રસીકરણ અભિયાન ના ઈન્ચાર્જ પંકજભાઈ ચાંવ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

હિન્દ ન્યુઝ, જસદણ જન્મ દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા        જેઓ રાષ્ટ્ર વાદ ના રંગે રંગાઈ ને ભારતીય જનતા પાર્ટી સાથે નાનપણથી જ જોડાયા અને જસદણ નગર પાલિકા ના સદસ્ય તેમજ કારોબારી ચેરમેન તેમજ ભાજપ સંગઠન માં શહેર ભાજપના મહામંત્રી ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા ભાજપ માં નગર પાલિકા સેલ ના કન્વીનર જેવી મહત્વ ની જવાબદારી સાથે સેવાઓ આપેલ. તેઓ હાલ જસદણ ઇલેક્ટ્રોનિક એસોસિએશન ના પ્રમુખ તેમજ રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કારોબારી સદસ્ય સાથે જેમણે કોવીડ રસી કરણ અભિયાન ખૂબ જ જાગૃતતા પૂર્વક ચલાવી ને જસદણ શહેર ને સમગ્ર સૌરાષ્ટ્રમાં…

Read More

ઉના ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની મિટિંગ ઉના કન્યા શાળા નં.3 ખાતે ઉજવવામાં આવી

હિન્દ ન્યુઝ, ઉના      ઉના ખાતે તા. ૦૫/૦૭/૨૦૨૧ ને સોમવારે સાંજે ચાર કલાકે શ્રી ઉના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની મિટિંગ ઉના કન્યા શાળા નં.3 ખાતે ગીર સોમનાથ જિલ્લાનાં કાર્યવાહક પ્રમુખ વજેસિંહભાઈ ચુડાસમાનાં અધ્યક્ષ સ્થાને અને ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી પરબતભાઇ ચાંડેરા, સિનિયર ઉપપ્રમુખ દેવાભાઇ સોલંકીનાં અતિથિ વિશેષ પદે મળેલી. જેમાં ઉના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખપદે અરજણભાઇ લાખણોત્રા અને મહામંત્રી તરીકે ચંદ્રેશભાઇ ડાભીની વરણી કરવામાં આવી તેમજ ઉના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારીની પણ રચના કરવામાં આવી. આ તકે તાલુકા સંઘનાં તમામ ડેલીગેટ મિત્રો તેમજ પે…

Read More

દિયોદર નશા બંધી ને આબકારી કચેરીને ખંભાતી તાળા

હિન્દ ન્યુઝ, દિયોદર       દિયોદર તેમજ બીજા તાલુકાના ડોકટરો અને મેડિકલ ધરાવતા લાયસન્સ ધારકોને લાયસન્સ રીન્યુ કરાવવા માટે પાલનપુર ના ધક્કા ખાવા પડે છે. દિયોદર તાલુકામા વર્ષોથી નશા બંધી, આબકારી કચેરી આવેલી છે. દિયોદર નશા બંધી અને આબકારી કચેરી વાવ, સુઇંગામ, થરાદ, કોકરેજ તાલુકાના લાયસન્સ નવા જુના રિન્યુ અહીં કરવામાં આવતા હતા. જ્યાં સરકાર દ્વારા પોશ ડોડા, અફીણ, મેડીકલ સ્પિરિટ, આલ્કોહોલ, મીથાઈલ અલકોહોલ જેવા કેફી દ્રવ્યો ના બંધાણીઓ માટે અને પોશ ડોડા વેચાણ કરતા દુકાનના લાયસન્સ ધારકો માટે કચેરીએ લાયન્સ આપવામાં આવતા હતા. પણ સરકારના અથાગ પ્રયત્નો કરી…

Read More