માંગરોળ સરકીટ હાઉસમાં જીલ્લા ભાજપ લઘુમતી મોરચાની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, માંગરોળ      જુનાગઢ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાની ટીમ સ્થાનિક સંગઠનમાં લઘુમતી મોરચાની રચના કરવા, નવા હોદેદારો સાથે પરિચય કરવા, આગામી કાર્યક્રમોની જાણકારી આપવા, લઘુમતી સમાજની સ્થિતિ અંગે સમીક્ષા કરવા, ભાજપનો જનાધાર વધારવા બાબત જીલ્લાનો પ્રવાસ કરી રહ્યા છે. જેના ભાગ રૂપે આજે માંગરોળ સરકીટ હાઉસમાં મિટિંગ યોજાઈ. જીલ્લા લઘુમતી મોરચાના પ્રવાસમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ડીરેક્ટર સિરાજભાઈ માડકીયા, પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા ના મંત્રી હુસેનભાઈ દલ, જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અબ્દુલ્લામીંયા બાપુ, મહામંત્રી આરીફભાઈ નાઈ, મહામંત્રી નજીરખાન બેલીમ, ઉપપ્રમુખ ગફારભાઈ ભોર, મંત્રી બહાદુરશા બાનવા, ખજાનચી અખલાકભાઈ ભાભા,…

Read More

ગુજરાતમાં આવશે પર્યાવરણ પ્રિય વાહન વ્યવહારનો નવો યુગ

હિન્દ ન્યુઝ, નડિયાદ  આગામી ૪ વર્ષમાં રાજ્યના માર્ગો પર બે લાખ ઇલેકટ્રીક વાહનોના ઉપયોગના લક્ષ્ય સાથે ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ની મહત્વપૂર્ણ જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી  આવનારા ૪ વર્ષમાં રાજ્યમાં ઇ-વ્હીકલનો ઉપયોગ વધારવો  ઇ-વ્હીકલ અને તેને આનુષાંગિક સાધન-સામગ્રીનું મેન્યૂફેકચરીંગ હબ ગુજરાતને બનાવવું  ઇલેકટ્રીક મોબીલીટી ક્ષેત્રે યુવા સ્ટાર્ટઅપ રોકાણકારોને પ્રોત્સાહિત કરવા  વાહનોના ધૂમાડાથી થતું વાયુ પ્રદૂષણ અટકાવી પર્યાવરણ રક્ષા કરવી  ઇ-વાહનોની બેટરીના ચાર્જીંગ માટે રાજ્યમાં હાલના ર૭૮ ઉપરાંત નવા રપ૦ ચાર્જીંગ સ્ટેશન સાથે કુલ પર૮ ચાર્જીંગ સ્ટેશનનું ઇન્ફ્રાસ્ટ્રકચર મળશે  પેટ્રોલ પંપને પણ ચાર્જીંગ સ્ટેશન માટે…

Read More

એક એવા ડોક્ટર કે જેમણે રાજ્ય સરકારે શરૂઆત કરાવી તે પહેલાં જ સ્થળ પર કોરોના વેક્સીનેશન માટે ‘વોક- ઇન રજિસ્ટ્રેશન’ની શરૂઆત કરાવી

હિન્દ ન્યુઝ,ભાવનગર રાજ્યમાં અત્યાર સુધી ૧૮ થી ૪૪ વર્ષની વયજૂથના લોકોને કોરોનાનું વેક્સીનેશન કરાવવાં માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું. આ રજિસ્ટ્રેશન માટે પ્રથમ તો મોબાઇલ કે ઇન્ટરનેટ જોઇએ. પરંતુ જો રજિસ્ટ્રેશન કરાવવું હોય અને આ સગવડ ન હોય તો શું ? આવી ફરજિયાત અમૂક લોકો પાસેથી સાંભળીને ભાવનગરના આનંદનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. ક્રિષ્નાબેન જસાણીને વિચાર આવ્યો કે, જો આવા લોકોનું રજિસ્ટ્રેશન આપણે જ કરી દઇએ તો આ સમસ્યાનું સમાધાન આવી જાય. આ વિચારને ડો. ક્રિષ્નાબેને તેમના ઉપરી અધિકારીઓેને જણાવ્યો અને તેમના સહકારથી તેમના કાર્યસ્થળ એટલે કે…

Read More

જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તા.૧૦ જુલાઇના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદનાં આદેશ પ્રમાણે કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા ભાવનગરની તમામ અપીલ અદાલતો અને સિનિયર અને જુનિયર દિવાની અદાલતો સાથે તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં તા.૧૦ જુલાઇના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં સમાધાનપાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. આ લોક અદાલતમાં પી.જી.વી.સી.એલ., નેગોશીએબલ એક્ટ(ચેક રીટર્ન), બેંકને લગતા કેસ, મોટર અકસ્માત, વળતરના કેસ, લગ્ન વિષયક કેસ, રેવન્યુ કેસ, સર્વિસ મેટર, જમીન સંપાદનના વળતરના કેસ તેમજ લેબર કોર્ટના…

Read More

RTE Act-2009 અંતર્ગત શરૂ થનાર RTE પ્રવેશ પ્રકિયા ૨૦૨૧-૨૨ માટે જરૂરી માર્ગદર્શિકા બહાર પડાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ અંતર્ગત બાળકને શૈક્ષણિક વર્ષ:૨૦ર૧-૨૨માં તા.૨૫/૦૬/૨૦૨૧ થી તા.૦૫/૦૭/૨૦૨૧ સુધી http://rte.orpgujarat.com પર ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થનાર છે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વાલીઓએ આ ફોર્મની પ્રિન્ટ કે અન્ય આધારો હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ કોઈ જગ્યાએ રૂબરૂ જમા કરાવવાના થતા નથી. વધુમાં ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ સ્વચ્છ અને સ્પષ્ટ જોઈ શકાય તે રીતે સ્કેન કરી અપલોડ કરવા, તથા ફોર્મ ભરતી વખતે ભાવનગર ગ્રામ્યની શાળાઓ પસંદ કરવા જિલ્લા તરીકે ભાવનગર ગ્રામ્ય પસંદ કરવાનું રહેશે. વધુમાં સમગ્ર પ્રવેશ પ્રકિયા દરમિયાન કોઈ પણ મુશ્કેલી ઉભી થાય અથવા અનાધિકૃત પ્રવૃત્તિ…

Read More

સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

  હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી જુન/૨૦૨૧ – જુલાઇ/૨૦૨૧ના માસ દરમિયાન તા.૨૪/૦૬/૨૦૨૧ના રોજ વડસાવિત્રી પૂર્ણીમાં, તા.૦૨/૦૭/૨૦૨૧ના રોજ કાલભૈરવાષ્મી, તા.૧૨/૦૭/૨૦૨૧ના રોજ અષાઢી બીજ(ભગવાન જગન્નાથજી રથયાત્રા) તથા તા.૧૭/૦૭/૨૦૨૧ના રોજ દુર્ગાષ્ટમી વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર લઇને હરે ફરે નહિ તે માટે પ્રતીબંઘિત ફરમાવતુ જાહેરનામુ જાહેર શાંતિ અને…

Read More

મુખ્યમંત્રી વિજયભાઈ ની વિજયભાઈ રૂપાણીની સુચના મુજબ રાજ્ય સરકાર માસ્ક નહીં પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા નામદાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે

  હિન્દ ન્યુઝ, નડિયાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક નહિ પહેરવા બદલનો દંડ રૂ. 1,000 થી ઘટાડીને રૂ 500 કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને સૂચના આપી છે. તદ્દ અન્વયે ગુજરાત હાઇકોર્ટમાં માસ્ક નહિં પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા માટે રાજ્ય સરકાર રજૂઆત કરશે. રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Read More

જનરલ ઇલેક્ટ્રિકલ વેલ્ફેર એસોસીએશન સુરત દ્વારા જનરલ મિટિંગ

હિન્દ ન્યુઝ, સુરત    જનરલ ઇલેક્ટ્રિકલ વેલ્ફેર એસોસીએશન સુરત દ્વારા તા.19/06/2021 ના રોજ લાલ દરવાજા હોટેલ તુલસી ખાતે કોરોના કાળના 17 મહિના બાદ લાયસન્સ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર એસોસીએશનની જનરલ મિટિંગ તેમજ ઇલેક્ટ્રિકલ સેફટી બાબતે જાગૃતિ લાવવા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર.સી.ટી પટેલ તથા સુરત ફાયર વિભાગના ફાયરસેફ્ટી ના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જે.જે.પટેલ દ્વારા બહુમાળી મકાનો, હોટેલો, સિનેમા, હોસ્પિટલો નો, ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર દ્વારા વાયરીંગ વેરિફિકેશન ટેસ્ટ રિપોર્ટ તેમજ સેફટી બાબતે સેમિનાર કરવામાં આવ્યો તથા નવી કમિટીની રચના કરવામાં આવી. કોરોના સંક્રમણના કારણે બે કોન્ટ્રાક્ટર ભાઈઓ ના નિધન થયા તેઓને શ્રદ્ધાંજલિ સહ પ્રાર્થના કરવામાં આવી.…

Read More

ગીર-સોમનાથમાં સાતમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે ૧૦ યોગ કોચ અને ૧૦ ટ્રેનરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

  હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ  સમગ્ર રાજ્યમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે માન.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યોગ કોચ અને ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમનો શુભારંભ વર્ચ્યુલ માધ્યમથી કરાવ્યો હતો. જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં જિલ્લા સેવાસદન, ઇણાજ ખાતે ૧૦ યોગ કોચ અને ૧૦ યોગ ટ્રેનરોને અધિક કલેકટર એસ.જે.ખાચરના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.         ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં કુલ ૧૬ યોગ કોચ અને ૪૩૦ જેટલ યોગ ટ્રેનર્સના માર્ગદર્શન હેઠળ ૮૩૦ જેટલા લોકો કોવીડ-૧૯ ગાઇડલાઇન મુજબ ઓનલાઇન યોગની તાલીમ મેળવી રહ્યા છે. તેમજ વર્ષ દરમ્યાન તાલીમ આપતા…

Read More

દિયોદર રેલવે હાઇવે બ્રીજ ની સર્વિસ રોડ ની પોલ ખુલ્લી, પ્રથમ વરસાદે ટ્રેક્ટર ફસાયુ

હિન્દ ન્યુઝ, દિયોદર     દિયોદર મા નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા દિયોદર ભાભર હાઇવે રેલવે ક્રોસીંગ ઓવર બ્રીજ ની કામગીરી ની પોલ ખુલ્લી પડી છે. દિયોદર મા બે દિવસ પહેલા વરસેલા વરસાદે ઓવર બ્રિજ ની સર્વિસ રોડ ની સાઈડો ની કામગીરીની પોલ ખુલ્લી પડી છે.   છેલ્લા દોઢેક વર્ષથી બ્રીજ ની કામગીરી ચાલુ છે. દિયોદરમાં આજે બપોર ભારે વરસાદી ઝાપટું પડતાં સાઈડો ની કામગીરી નબળી હોવાથી ગોપી હોટલ પાસે એક ખેડૂત નું ટ્રેક્ટર ફસાયુ છે. જ્યાં ખેડૂત ફાટક બંધ હોવાથી વરસાદી પાણી ભરાયા હતા, જ્યાં સાઈડ માંથી પસાર થતા સાઈડો…

Read More