માંગરોળ સરકીટ હાઉસમાં જીલ્લા ભાજપ લઘુમતી મોરચાની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, માંગરોળ

     જુનાગઢ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાની ટીમ સ્થાનિક સંગઠનમાં લઘુમતી મોરચાની રચના કરવા, નવા હોદેદારો સાથે પરિચય કરવા, આગામી કાર્યક્રમોની જાણકારી આપવા, લઘુમતી સમાજની સ્થિતિ અંગે સમીક્ષા કરવા, ભાજપનો જનાધાર વધારવા બાબત જીલ્લાનો પ્રવાસ કરી રહ્યા છે. જેના ભાગ રૂપે આજે માંગરોળ સરકીટ હાઉસમાં મિટિંગ યોજાઈ.

જીલ્લા લઘુમતી મોરચાના પ્રવાસમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ડીરેક્ટર સિરાજભાઈ માડકીયા, પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા ના મંત્રી હુસેનભાઈ દલ, જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અબ્દુલ્લામીંયા બાપુ, મહામંત્રી આરીફભાઈ નાઈ, મહામંત્રી નજીરખાન બેલીમ, ઉપપ્રમુખ ગફારભાઈ ભોર, મંત્રી બહાદુરશા બાનવા, ખજાનચી અખલાકભાઈ ભાભા, ઉપપ્રમુખ અલીભાઈ સાંધ, મંત્રી ભીખુબાપુ નકવી, મંત્રી ઈલ્યાસભાઈ મકરાણી, પૂર્વ મહામંત્રી નુરમામંદભાઈ શમા, જીલ્લા પંચાયતના સદસ્ય અનુભાઈ ગુજરાતી વિગેરે જોડાયા હતા.

આજે માંગરોળ શહેર અને તાલુકાની બેઠકમાં બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, તાલુકા મહામંત્રી દાનાભાઈ ખાંભલા, જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ અને મંડળ પ્રભારી પ્રભાબેન બુટાણી, જીલ્લા ભાજપ કાર્યાલય મંત્રી અને મંડળ પ્રભારી ભરતભાઈ ચારીયા, જીલ્લા ભાજપ મંત્રી માલદેભાઈ ભાદરકા, શહેર લઘુમતી મોરચાના પ્રમુખ હારૂનભાઈ પડાયા, મહામંત્રી અલારખાભાઈ કાલવાત, તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ હાસમભાઈ ખેભર, શહેર લઘુમતી મોરચાના સલમાનભાઈ ઘમેરીયા, રીઝવાનભાઈ બમ, મુસ્તાકભાઈ ગંધરા, હનીફભાઈ મથા, ઈબ્રાહીમશા બાનવા વિગેરે હાજર રહ્યા હતા.

    નવ નિયુકત તમામ હોદેદારોનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. મિટિંગ ના એજન્ડા મુજબ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. માંગરોળ શહેરમાં લઘુમતી સમાજમાં ભાજપનો જનાધાર વધારવા સવિશેષ ચર્ચા કરવામાં આવી હતી. શહેર લઘુમતી મોરચાની ટીમ બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા એ સ્વાગત પ્રવચન કર્યું હતું. સિનિયર અગ્રણી વેલજીભાઈ મસાણી એ સવિશેષ માર્ગદર્શન આપ્યું હતું. તાલુક ભાજપ મહામંત્રી દાનાભાઈ ખાંભલા એ આભાર વિધિ કરી હતી.

રિપોર્ટર : સોયબ જેઠવા, માંગરોળ

Related posts

Leave a Comment