હિન્દ ન્યૂઝ, ભાવનગર તા.૩૦/૦૬/૨૦૨૧ ના સમયગાળા માટે પશુપાલનની વિવિધ સહાયકારી યોજનાઓ માટે I Khedut Portal ( આઇ ખેડુત પોર્ટલ) {https://ikhedut.gujarat.gov.in} ચાલુ કરવામાં આવેલ છે. પશુપાલકોએ યોજનાઓનો લાભ મેળવવા માટે અરજી કરી શકશે. ચાલુ વર્ષે આઇ ખેડુત પોર્ટલ ઉપર પશુપાલનની વિવિધ સહાયકારી યોજનાઓ જેવી કે પાવર ડ્રીવન ચાફ કટર, ૧૦ + ૧ બકરા એકમ સ્થાપના સહાય, ક્રુત્રિમ બિજદાનથી જન્મેલ શુધ્ધ વાછરડી માટે પ્રોત્સાહન યોજના, ગાભણ પશુઓ માટે ખાણદાણ સહાય, ૧૨ દુધાળા પશુઓ માટે ડેરીફાર્મ સ્થાપના સહાય, ગ્રામ્ય કક્ષાની દુધ મંડળીઓ માટે દુધઘર, ગોડાઉન બાંધકામ સહાય યોજનાઓ જેવી યોજનાઓ ઉપલબ્ધ છે. જે…
Read MoreMonth: June 2021
કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈ મા-કાર્ડની મુદ્દત આગામી ૩૧ મી જુલાઇ, ૨૦૨૧ સુધી લંબાવાનો નિર્ણય કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ
હિન્દ ન્યૂઝ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોઇ, આવકના દાખલા કઢાવવાની મુશ્કેલી ધ્યાને લઇ, નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે મા-કાર્ડની મુદ્દત આગામી ૩૧ મી જુલાઇ, ૨૦૨૧ સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી એ ઉમેર્યુ કે, જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત તા.૩૧.૦૩.૨૦૨૧ ના રોજ પુરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા આવકના દાખલા કઢાવવાની સાંપ્રત મુશ્કેલી ધ્યાને લઇ, મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી લંબાવવામાં આવી…
Read Moreવિનાશક તાઉતે વાવાઝોડાએ રાજ્યમાં સર્જેલી તારાજી નુકશાનથી પૂર્વવત થવા કેન્દ્ર સરકાર સમક્ષ NDRF અંતર્ગત રૂ. ૯૮૩૬ કરોડની સહાયની જરૂરિયાત માટે ગુજરાતની રજૂઆત
હિન્દ ન્યૂઝ, નડિયાદ ગુજરાતમાં તાજેતરમાં તા.૧૭મી મેના ત્રાટકેલા વિનાશક વાવાઝોડા તાઉતેથી ઊભી થયેલી પરિસ્થિતી અને નુકશાનીમાંથી પૂર્વવત થવા પૂનર્વસન કામો, માળખાકીય સુવિધા કામો વગેરે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ NDRF અંતર્ગત કુલ રૂ. ૯૮૩૬ કરોડની જરૂરિયાત અંગેનું મેમોરેન્ડમ-આવેદનપત્ર રજૂ કર્યુ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવોએ મુખ્ય સચિવ અનિલ મુકીમના નેતૃત્વમાં નુકશાની સામે પૂર્વવત સ્થિતી માટે આ કેન્દ્રીય સહાયની જરૂરિયાત અંગે આ આવેદનપત્રમાં વિસ્તારપૂર્વક રજૂઆતો કરી છે. વાવાઝોડાની ભારે વિનાશક અસરોથી રાજ્યમાં થયેલા કુલ નુકશાન સામે એન.ડી.આર.એફ.ના ધોરણે સહાય કેન્દ્ર સરકાર કરે તેવી ભારપૂર્વક…
Read Moreગોધરા ખાતે યોજાનાર ભારતીય ભૂમિદળ(ઈન્ડીયન આર્મી) ભરતી રેલીમાં ભાગ લેવા હેતુસર ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકાશે
હિન્દ ન્યૂઝ, નડિયાદ ભારતીય ભૂમિદળ (ઈન્ડીયન આર્મી)માં ઊજ્જવળ કારકિર્દી ઘડવા માંગતા દેશદાઝ ધરાવતા અવિવાહિત શારીરિક સશક્ત પુરુષ ઉમેદવારો કે જેઓ આર્મીની વિવિધ કેડરની ભરતીમાં જોડાવવા ઇચ્છુક હોય તેઓએ www.joinindianarmy.nic.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી તા.૦૬/૦૬/૨૦૨૧થી ૨૦/૦૭/૨૦૨૧ સુધી સ્વીકારવામાં આવશે. જેમાં યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારે Personal Details, Communication Details, Educational Details તેમજ જાતિનો દાખલો, ડોમીસાઇલ સર્ટીફિકેટ અને NCC સર્ટીફિકેટ ધરાવતા હોય તો તેની વિગત દર્શાવવાની રહેશે. તદુપરાંત, ઉમેદવારે અચૂકપણે પોતાનું રહેઠાણનું સરનામું, ઇ-મેઇલ એડ્રેસ તેમજ મોબાઇલ નંબર ઓનલાઇન અરજીમાં આપવાનું રહેશે. તા.૨૧/૦૭/૨૦૨૧ થી તા.૦૪/૦૮/૨૦૨૧ દરમિયાન ઉમેદવારે પોતાના ઇ-મેલ…
Read Moreદેવભૂમિ દ્વારકા જિલ્લા ના જામકલ્યાણપુર તાલુકા ના મેવાસા ગામ નો બનાવ
હિન્દ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા જામકલ્યાણપુર ના મેવાસા ગામ ના રેવન્યુ સર્વેનંબર 330 માં ની લિઝ માં પડેલ જથ્થો ગેરકાયદેસર રીતે હેરફેર કરતા ઝડપાયો દ્વારકા જિલ્લા એલસીબી ને બાતમી ના આધારે મેવાસા ગામ ની કોઠારીયા સિમ માંથી બે ટ્રક અને એક જેસીબી ની મદદ થી ગેરકાયદેસર રીતે બોક્સઈટ હેરફેર કરતા ઝડપી પાડ્યા ટ્રક ડ્રાઇવર પાસે પૂછપરછ કરતા બોક્સઈટ ના જથ્થા ને દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ માં હેરાફેરી કરવામાં આવી હોવાનું માલુમ પડતા 3હજાર મેટ્રિક ટન અંદાજિત કિં.35 લાખ ના જથ્થા ને સિઝ કરવામાં આવ્યો બે ટ્રક એક જેસીબી સહિત ટ્રક માં 18 મેટ્રિકટન…
Read Moreગીર-સોમનાથ જિલ્લાના બાગાયતદારો અને ફળ, શાકભાજી-ફુલપાકો, કૃષિ પેદાશોનું વેંચાણ કરતા કે લારીધારકોનો જાણવા જોગ
હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લાના બાગાયતદારો તથા ફળ, શાકભાજી-ફુલપાકો અને નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેંચાણ કરતા, હાટ બજારમાં વેંચાણ કરતા કે પાથરણા કે લારીથી વેંચાણ કરે છે તેના માટે બાગાયત ખાતા દ્વારા વિનામુલ્યે છત્રી/શેડકવર પુરૂ પાડવા આઇ-ખેડૂત પોર્ટલ તા. ૧૫/૦૭/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. લાભ લેવા ઇચ્છતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. શહેરી વિસ્તાર માટે ગુજરાત અર્બન લાઇવહુડ મિશન દ્વારા ઇસ્યુ કરાયેલ નાશવંત કૃષિ પેદાશોનું છુટકમાં વેંચાણ કરતા હોવાનું ઓળખકાર્ડ જમા કરાવવુ ફરજીયાત રહેશે. તેમજ ગ્રામ્યકક્ષાએ જે તે સેજા હેઠળના ગ્રામ સેવક દ્વારા ગામમાં/ ગામની સીમમાં/…
Read Moreવેરાવળના ભીડીયામાં નવયુવાનો દ્રારા સ્વચ્છતા અભિયાન યોજાયુ
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ વેરાવળના ભીડીયામાં દરિયા કિનારાના વિસ્તારમાં મત્સ્ય કિંગ યુવાનોની ટીમ દ્રારા વિશ્વ પર્યાવરણ દિવસે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. યુવાનોની ટીમ દ્રારા દરીયા કિનારાથી પ્લાસ્ટીક અને દોરડા સહિત ૫૦૦ કિ.ગ્રાથી વધુ કચરો એકઠો કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ યુવાનોની ટીમ દ્રારા અવાર નવાર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ અભિયાનમાં વધુમાં વધુ લોકોને જોડાવા માટેની અપીલ કરવામાં આવી છે. સ્વચ્છતા અભિયાનમાં વધુમા વધુ લોકો જોડાઈ ઝડપથી દરિયા કિનારાના વિસ્તારને સ્વચ્છ કરવા યુવાનોએ કાર્ય હાથ ધર્યું છે. સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા
Read Moreફોરેન ભણવા જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ કોવીશીલ્ડ વેકસીનનો બીજો ડોઝ કોવીશીલ્ડ વેક્સિનના પહેલા ડોઝના ૨૮ દિવસ બાદ લઇ શકશે
હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે વધુને વધુ લોકો વેક્સીન મેળવી સુરક્ષિત થાય તે માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે જે વિદ્યાર્થીઓ ફોરેન ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર લીંક મુકવામાં આવી છે, જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી ભરવાની રહેશે. જે વિદ્યાર્થીઓએ કોવીશીલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય અને તેમને ફોરેન જવાનો સમય થઇ ગયો હોય તેવા વિદ્યાર્થીઓ કોવીશીલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લીધાના ૨૮ દિવસ બાદ કોવીશીલ્ડ વેકસીનનો બીજો ડોઝ લઇ શકશે, આવા વિદ્યાર્થીઓ માટે રાજકોટ…
Read Moreગીર-સોમનાથ જિલ્લામાં પીજીવીસીએલની અવિરત કામગીરી
હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાને લીધે વીજલાઇન, વીજપોલ અને સબસ્ટેશનો ધરાશયી-નુકસાનગ્રસ્ત થતા વીજપુરવઠો બંધ થઇ ગયો હતો. પીજીવીસીએલ દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં ઉના અને ગીરગઢડા તાલુકામાં હાલ બંધ થયેલી વીજળી ચાલુ કરવા રાત-દિન કામગીરી કરવામાં આવી હતી. વાવાઝોડાને લીધે નુકસાન પામેલ વીજપોલ, વીજલાઇન, ટ્રાન્સફોર્મર અને સબ સ્ટેશનોને રીસ્ટોર કરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીને સફળ બનાવવા માટે સયમમર્યાદામાં માલ-સામાન પહોંચાડવો પણ ખુબ આવશ્યક હતો. જેને સફળ રીતે પાર પાડવા ઉના પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેર યશપાલ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનીયર ઇજનેર એમ.એન.જાદવ અને તેમની ટીમ દ્વારા આગોતરા…
Read Moreગીર-સોમનાથ જિલ્લામાં દ્રીચક્રીય વાહનોની ચાલુ સીરીઝ જુની સીરીઝ તથા ફોરવ્હીલ વાહનોની ચાલુ સીરીઝના બાકી રહેલ ગોલ્ડન/સિલ્વર નંબરોની હરાજી
હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીર-સોમનાથ દ્વારા જિલ્લામાં દ્રીચક્રીય વાહનોની ચાલુ સીરીઝ જીજે-૩૨-ક્યુ અને જુની સીરીઝ જીજે-૩૨-એન, જીજે-૩૨-એમ, જીજે૩૨-પી તથા ફોરવ્હીલ વાહનની ચાલુ સીરીઝ જીજે-૩૨-કે ના બાકી રહેલ ગોલ્ડન/સિલ્વર નંબરોની હરાજી તા. ૨૧/૦૬/૨૦૨૧ નાં રોજ ખોલવામાં આવશે. ઇચ્છા ધરાવનાર વાહન માલીકો વેબ પોર્ટલ http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઇ શકશે. તા. ૧૫-૦૬-૨૦૨૧ થી ૧૭-૦૬-૨૦૨૧ સુધી ઓક્સન માટે ઓનલાઇન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લીકેશન કરવાની રહેશે. તા. ૧૮-૦૬-૨૦૨૧ અને ૧૯-૦૬-૨૦૨૧ ના રોજ ઓક્સનનુ બિડિંગ ઓપન થશે અને તા. ૨૧/૦૬/૨૦૨૧ ના રોજ ખોલવામાં આવશે. તેમજ જે વાહન…
Read More