હિન્દ ન્યુઝ ઈમ્પૅક્ટ : ડીસા તાલુકાના વિઠોદર થી રોબસ મોટી જવાના માર્ગ પર જર્જિત માર્ગ નું સમારકામ શરૂ

હિન્દ ન્યૂઝ, ડીસા ડીસા તાલુકાના વિઠોદર થી રોબસ મોટી જવાના માર્ગ પર જે ઠેર ઠેર ગાબડા પડેલા બે દિવસ પહેલા તા. 13 ના રોજ હિન્દ ન્યુઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જે કારણે તંત્ર થયું દોડતું થયું. હિન્દ ન્યૂઝના અહેવાલ બાદ જાણે તંત્ર અને કોન્ટ્રાક્ટર જાગ્યા હોય તેવું લાગી રહ્યું છે. લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર કરતા કોન્ટ્રાક્ટર સામે સરકારી અધિકારીઓ ક્યારે પગલાં ભરશે તેવું લોકમુખે ચર્ચાઇ રહી છે. આ રોડ 18 મહિનાની અંદર બે વખત તૂટ્યો છે. અને બે વખત પણ કોન્ટ્રાક્ટર દ્વારા આ રીતના માટીથી ખાડા પૂરવામાં આવ્યા છે. શું…

Read More

અરવલ્લી જિલ્લા કલેકટરે કોરોના મહામારીને નાથવા માટેના શપથ લીધા

હિન્દ ન્યૂઝ, મોડાસા, અરવલ્લી જિલ્લામાં ભારત સરકાર ધ્વારા કોવિટડ-૧૯ જન આંદોલન અભિયાન તા. ૭ ઓકટોબર થી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવેલ છે. આ આંદોલનના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર તથા અધિક જિલ્લા કલેકટર આર.જે. વલવી અને જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારી/કર્મચારીઓએ કોરોના મહમારીને અટકાવવા માટે લોકોમાં જાગૃત્તિ આવે અને લોકો માસ્ક પહે્ર્યા વિના ઘરની બહાર નહી નીકળવા, દરેકથી ઓછામાં ઓછું ૬ ફૂટ નું અંતર જાળવવા, વારંવાર સાબુથી હાથ ધોવા કે સેનેટાઇઝ કરતા રહેવા, પોતાની તથા સ્વજનોની રોગપ્રતિકારક શકિત વધારવા આયુષની ઉપચાર પધ્દ્રતિઓ અપનાવવા અને યોગ- વ્યાયામ ઇત્યાદિથી જીવનશૈલી સુધારવા,…

Read More

ભાવનગરનો વિક્ટોરિયા પાર્ક ખુલ્લો મુકવામાં આવ્યો

હિન્દ ન્યૂઝ, ભાવનગર, કોરનાની મહામારીના કારણે વિક્ટોરિયા પાર્ક અનામત જંગલ મુલાકાતીઓ માટે બંધ જાહેર કરવામાં આવેલ હતો. તાજેતરમાં મોટાભાગના પાર્ક ખોલવા અંગે માર્ગદર્શિકા જાહેર થયેલ છે. જે અન્વયે વિક્ટોરિયા પાર્કમાં મુલાકાતીઓને નિયત કરેલ માર્ગદર્શક સિદ્ધાંતોના અમલની શરતે સવારે ૦૬:૦૦ કલાકથી ૦૮:૩૦ કલાક અને સાંજે ૦૪:૦૦ કલાક થી ૦૬:૩૦ કલાક દરમિયાન પ્રવેશ આપવામાં આવશે. આ અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ક્ષેત્રીય રેન્જ, ભાવનગરે વધુમાં જણાવેલ કે જ્યારે પાર્ક બંધ રાખવામાં આવેલ તે દરમિયાન થયેલ અવલોકનો મુજબ વન્ય જીવોને ખલેલ બંધ થવાના કારણે ખુબજ સુંદર વાતાવરણ નું નિર્માણ તેમના માટે થયેલ અને વન્ય…

Read More

રાજકોટ શહેરમાં વસ્તી અને વિસ્તારમાં પણ વધારો થતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને પહોચી વળવા માટે ગૃહવિભાગ દ્વારા રાજકોટ માટે ૪૫૨ સ્ટાફ વધારે મંજુર કર્યો છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૫/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું હોમટાઉન ઉપરાંત અન્ય મંત્રીઓની સતત અવર જવર રહેતી હોવાથી તેમના V.V.I.P બંદોબસ્તને પહોચી વળવા માટે પોલીસ સ્ટાફની વધારે જરૂર રહેતી હતી. તેમજ તાજેતરમાં જ કોર્પોરેશન દ્વારા માધાપર, ઘંટેશ્ર્વર સહિતનો વિસ્તાર ભેળવ્યો હતો. આ પહેલાં કોઠારિયા અને વાવડીનો વિસ્તાર શહેરમાં ભેળવ્યો હોવાથી નવા ભળેલા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ રહેતી હોવાથી વધારે પોલીસ સ્ટાફની જરૂરીયાત અંગે અવાર નવાર ગૃહમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા થતી રજુઆતાના પગલે ૪૫૨ પોલીસ સ્ટાફ વધારે ફાળવવા માટે બજેટમાં જોગવાય કરવામાં આવી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની…

Read More

ખેડબ્રહ્મા તાલુકાના મંડપ અસોસિયન ની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા તાલુકાના મંડપ એસોિયેશન ની મિટિંગ યોજાઈ તેમાં ગુજરાત મંડપ એસોિયેશનના અને સાબરકાંઠા જિલ્લા મંડપ એસોસિયશનના સભ્યો હાજર રહ્યા હતા. રાજુભાઈ અમીન ગુજરાત મંડપ એસોસિયેશન ના મહામંત્રી, દસરથ ભાઈ પરમાર ગુજરાત મંડપ એસોસિયેશન ના કારોબારી સભ્ય, અશોક ભાઈ સથવારા સાબરકાંઠા જીલ્લા મંડપ એસોસિયેશન ના પ્રમુખ, જતીનભાઈ પટેલ સાબરકાંઠા જીલ્લા મંડપ એસોસિયેશન ના મહામંત્રી, જીજ્ઞેશભાઈ પટેલ સાબરકાંઠા જીલ્લા મંડપ એસોસિયેશન ના ખજાનચી, હેતપાલ સિંહ પરમાર સાબરકાંઠા જીલ્લા મંડપ એસોસિયેશન ના ઓડિટર સહિત ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરી માં ખેડબ્રહ્મા તાલુકા મંડપ એસોસિયેશન માં પ્રમુખ, ઉપપ્રમુખ ની વરની…

Read More

ગોંડલ આસ્થાનું કેન્દ્ર શ્રી આશાપુરા માતાજીનું મંદિર નવરાત્રી દરમ્યાન ભક્તજન માટે ખુલ્લું મુકાશે

હિન્દ ન્યૂઝ, ગોંડલ ગોંડલમાં હજારો લોકોનું આસ્થાનું કેન્દ્ર શ્રી આશાપુરા માતાજીનું મંદિર કોરોના મહામારી ના કારણે દર્શન બંધ હતા પરંતુ નવરાત્રી દરમ્યાન તા.૧૭/૧૦/૨૦૨૦ થી ૨૨/૧૦/૨૦૨૦ સુધી સવારે ૮:૦૦ થી બપોરના ૧૨:૦૦ સુધી દર્શન ખુલા રહેશે. આ સાથે તા.૨૩/૧૦/૨૦૨૦ ના અષ્ટમીના દિવસે હવનના દર્શન સવારે ૧૧:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી રહેશે. કોરોના સંક્રમણ ન ફેલાય તે હેતુથી મંદિરનો મુખ્ય દ્વાર બંધ રહેશે. દર્શનાર્થી પટાંગણમાંથી દર્શન કરી શકાશે. દર્શનાર્થી એ ફરજિયાત માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું તથા સેનેટાઇઝ તથા હાથ ધોવા માટે હેન્ડ વોશ ની મંદિર તરફ થી સુંદર વ્યવસ્થા કરવામાં…

Read More

રાજકોટ શહેરના પ્રદ્યુમન પાર્ક પાછળ ભીચરી જતાં રસ્તે ખરાબામાં વિદેશીદારૂ વેંચતો એક ઈસમને આજીડેમ પોલીસે ઝડપી પાડેલ છે

હિન્દ ન્યૂઝ,રાજકોટ તા.૧૬/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં પ્રદ્યુમન પાર્ક પાછળના ભીચરી જતાં રસ્તે ખરાબામાં ઝાડી જાખરામાં વિદેશીદારૂ વેંચાતો હોવાની બાતમીના આધારે આજીડેમ પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કિશોર ડાયા રાઠોડ નામના શખ્સને ૨૮ હજારની કિંમતની ૬૦ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. પોલીસ તપાસ દરમ્યાન આરોપી અગાઉ ત્રણ વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More