હિન્દ ન્યુઝ ઈમ્પૅક્ટ : ડીસા તાલુકાના વિઠોદર થી રોબસ મોટી જવાના માર્ગ પર જર્જિત માર્ગ નું સમારકામ શરૂ

હિન્દ ન્યૂઝ, ડીસા

ડીસા તાલુકાના વિઠોદર થી રોબસ મોટી જવાના માર્ગ પર જે ઠેર ઠેર ગાબડા પડેલા બે દિવસ પહેલા તા. 13 ના રોજ હિન્દ ન્યુઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જે કારણે તંત્ર થયું દોડતું થયું. હિન્દ ન્યૂઝના અહેવાલ બાદ જાણે તંત્ર અને કોન્ટ્રાક્ટર જાગ્યા હોય તેવું લાગી રહ્યું છે. લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર કરતા કોન્ટ્રાક્ટર સામે સરકારી અધિકારીઓ ક્યારે પગલાં ભરશે તેવું લોકમુખે ચર્ચાઇ રહી છે. આ રોડ 18 મહિનાની અંદર બે વખત તૂટ્યો છે. અને બે વખત પણ કોન્ટ્રાક્ટર દ્વારા આ રીતના માટીથી ખાડા પૂરવામાં આવ્યા છે. શું આવી જ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે ? સરકારી અધિકારીઓ આની તપાસ ક્યારે કરાવશે ? તે એક મોટો સવાલ છે. આવા કોન્ટ્રાક્ટર સામે ખાલી માટીના ઢગલા કરીને આ રોડની સાઈડ ના મોટા ખાડા પૂરવામાં આવતા હોય તો આનાથી મોટી બેદરકારી કઈ હોઈ શકે. કોન્ટ્રાક્ટર જવાનસિંહ સોલંકી દ્વારા આ કામ 18 મહિના અગાઉ પૂર્ણ કરવામાં આવેલું હતું. જો આ રોડ 18 મહિનાની અંદર તૂટી જતા હોય તો આનાથી મોટો ભ્રષ્ટાચાર બીજું કઈ હોય જ ન શકે તેવું પણ લોકોમુખે જાણવા મળ્યું છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ કામ થયું અમારી હિન્દ ન્યૂઝ અહેવાલ બાદ કોન્ટ્રાક્ટર અને તંત્ર અને જાણે અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી જાગ્યા હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોના ગામડાઓની અંદર આવા કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી નું કામ કરવામાં આવી રહ્યું છે. આજ દિન સુધી કામ વ્યવસ્થિત ન થયું હોવાની લોકોની બુમરાણ ઉઠી જવા પામી છે.

અહેવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment