સુઇગામ તાલુકાના 12 ગામોમાં હેન્ડ વોશ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, સુઇગામ,  બનાસકાંઠા જિલ્લા સુઇગામ તાલુકાના 12 ગામોમાં હેન્ડ વોશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુંઇગામ, ભરડવા, કોરેટી, મમાંણા, ઊચૉસન, કુંભારખા, ભટાસણા, મોરવાડા, ગરાબડી, સોનેથ, બેણપ, માધપુરા વગેરે ગામોની પ્રાથમિક શાળામાં આંગણવાડી કાર્યકર બહેનો તેમજ શાળાના શિક્ષક ગણ અને ગામની કિશોરીઓના સાથ સહકારથી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત દરેક ગામમાં દીપ પ્રાગટ્ય કરી પોષણ આરતી સામુહિક આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર દ્વારા કરવામાં આવ્યુ.તેમજ આંગણવાડી વાઇઝની દસ કિશોરીઓ દ્વારા સરકારની ગાઈડ લાઇન મુજબ કોરોના મહામારી બાબતે માર્ગદર્શન આપવા સોશિયલ ડિસ્ટન્સ સાથે હાથ સાફ કરવામાં આવ્યાં હતા અને આજના…

Read More

વાસણ-કુંડા થી જસરા તરફ જતા રોડ પર સ્વિફટ ડિઝાયર ગાડી માંથી ઇગ્લિશ દારૂની બોટલ મળી

હિન્દ ન્યૂઝ, લાખણી તા.૨/૧૦/૨૦૨૦, લાખણી તાલુકાના વાસણ -કુંડા થી જસરા તરફ જતા રોડ પર સ્વિફટ ડિઝાયર ગાડીમાંથી ઇગ્લિશ દારૂ ની બોટલ નંગ ૩૫૯ કિં.રૂ. ૧,૮૫,૫૦૦/-નો તથા ગાડીની કિ.રૂ.૩૦૦૦૦૦/- મળી કુલ કિં.રૂ.૪,૮૫,૫૦૦ નો મુદૃામાલ શોધી ગનાપાત્ર કેશ શોધી પાડતી આગથરા પોલીસ. IGP બોર્ડર રેન્જ – ભુજ જે.આર.મોથલીયા તથા SP બનાસકાંઠા – પાલનપુર તરૂણ દુગ્ગલ નાઓ તથા DY.SP ડીશા ડિવિઝન ડો. કુશલ ઓઝા તથા CPI ડીશા સર્કલ વાય.એમ. મિશ્રા નાઓના માર્ગદર્શન હેઠળ દારૂ – જુગારની પ્રવૃત્તિ ડામવા અંગે સુચન કરેલ હોઇ જે અનુસંધાને આગથળા પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ પી.એન.જાડેજા તથા સ્ટાફ દ્વારા આગથળા…

Read More

દિયોદર વી.સી.ઇ. કર્મચારીઓ વિવિધ માંગણી ને લઈ હડતાળ પર ઉતર્યા

હિન્દ ન્યૂઝ, દિયોદર સમગ્ર રાજ્ય માં ટેકા ના ભાવે મગફળી ની ખરીદી માટે 1 ઓક્ટોબર થી નોંધણી શરૂ કરવામાં આવી છે ત્યારે બીજી તરફ ગ્રામ પંચાયત ના ઓપરેટરો વિવિધ માગણી ને લઈ હડતાળ પર ઉતરી જતા ખેડૂતો ને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. દિયોદર વી.સી.ઇ. ના કર્મચારીઓ એકાએક વિવિધ માગણી ને લઈ આજે હડતાળ પર ઉતર્યા હતા. જેમાં આજે તાલુકા પંચાયત કચેરી ખાતે વી.સી.ઇ. ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. જેમાં કર્મચારીઓ એ માંગણી કરી હતી કે કાયમી ધોરણે નોકરી તથા ફિક્સ પગાર આપવો તેમજ વિવિધ કામગીરી ઓ નું…

Read More

દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે કોંગ્રેસ ની બેઠક મળી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જોરાભાઈ દેસાઈ ની વરણી

હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા ના દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે આજે સોસીયલ ડિસ્ટન સાથે કોંગ્રેસ કારોબારી ની એક બેઠક મળી હતી. જેમાં જિલ્લા ના કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી અને ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા ની અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી જેમાં દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પૂર્વ સરપંચ જોરાભાઈ રાજાભાઈ દેસાઈ ની પસંદગી કરવામાં આવતા સહુ કોઈએ વધાવી લીધા હતા અને શુભેચ્છા ઓ પાઠવી હતી. જો કે બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પક્ષ માં ઉપ પ્રમુખ તરીકે અભેસિંહ ઠાકોર પણ નિમણુક કરવામાં આવી હતી. આ બેઠક માં પ્રવિણસિંહ વાઘેલા ,દિયોદર સરપંચ રાજવી…

Read More

દિયોદર ખાતે નરાધમ સામે ફિટકાર સગીર યુવતી નું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું આરોપી ફરાર

હિન્દ ન્યૂઝ, દિયોદર જાણવા મળતી માહિતી મુજબ દિયોદર ખેતર માંથી શાકભાજી લેવા ગયેલી એક 16 વર્ષ ની યુવતી મોડા સમય સુધી ઘરે પરત ના ફરતા પરિવારજનો ચિંતા માં મુકાયા હતા. જેમાં પરિવારજનો ને ભારે શોધખોળ કર્યા બાદ એકાએક સગીર યુવતી મળતા પરિવારજનો એ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળતા પરિવારજનો ચોકી ઉઠ્યા હતા, જેમાં સગીર યુવતી શાકભાજી લેવા ગામ માં આવી હતી અને પરત ઘર તરફ જઈ રહી હતી, ત્યારે દિયોદર ના ધુણસોલ ગામે રહેતો અલ્પેશ શોભાજી ઠાકોર યુવતી ને ખોટી લાલચ આપી બાવાળો ની…

Read More

ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે તા.૨ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિતે હેન્ડ વોશીંગ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૦૨, ૧૫૧મી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દ્રારા ૧૦૦૧ જેટલા આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનોનું ઈ-લકાર્પણ, ઈ-ભૂમિપૂજન તથા નંદઘર ઈન્ફોર્મેશન ટ્રેક્રીંગ એપ્લીકેશનનું લોચિંગ, ઉના તાલુકાના ખાપટ-૩ આંગણવાડી કેન્દ્ર, ગીરગઢડા-૯ આંગણવાડી કેન્દ્રનું મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કર્યું હતું. જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ અને ૨ જી ઓક્ટોબર રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિતે આજે હેન્ડ વોશીંગ કાર્યક્રમની જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના ચેરમેન શંકરભાઈ દલવાડીએ જણાવ્યું હતું કે, આંગણવાડીની બહેનો ખુબ સારૂ કામ કરે…

Read More

પૂજય બાપૂના ૧૫૧માં જન્મદિનની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા વિવિધ પ્રકલ્પોના ઇ-લોકાર્પણ-ભૂમિપૂજન સંપન્

હિન્દ ન્યૂઝ, દાહોદ,  તા. ૨ : પૂજય બાપૂના ૧૫૧માં જન્મદિનની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિવિધ પ્રકલ્પોના ઇ-લોકાર્પણ-ભૂમિપૂજન કર્યા છે, ત્યારે દાહોદ જિલ્લાની પણ ૧૮૨ લાખના ખર્ચે તૈયાર થયેલી ૨૬ આંગણવાડીઓનું ઇ-લોકાર્પણ અને ૪૬૭ લાખના ખર્ચે તૈયાર થનાર ૬૭ આંગણવાડીઓનું ઇ-ભૂમિપૂજન પણ સંપન્ન થયું છે. તદઉપરાંત પૂજય બાપૂના જન્મદિવસને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે જિલ્લામાં ૨૫૩ જગ્યાએ યોજાયેલા હેન્ડ વોશ કેમ્પેંનમાં ૨૫૩૫૦ મહિલાઓએ ભાગ લઇને રાજયનો અનોખો રેકોર્ડ સ્થાપવામાં પોતાનું યોગદાન આપ્યું છે. ઉપરાંત આજે યોજાયેલા જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ અન્વયે ૪૬ પોષણકર્મીઓને રૂ.…

Read More

થરાદ તાલુકામાં જેસીબી ના તમામ ડ્રાઈવરો દ્વારા મિટિંગ નું આયોજન

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા           થરાદ તાલુકામાં જેસીબી ના તમામ ડ્રાયવરોઓ દ્વારા આજે મિટિંગ કરવામાં આવી હતી. થરાદ જેતડા ધાનેરા લાખણી ભાભર સૂઇગામ વાવ તાલુકાના તમામ જેસીબી ના ડ્રાયવરોજનો શેણન માતાજીના મંદિર ભેગાં મળીને ખાનગી બેઠક કરવામાં આવી હતી અને કેટલાંક સમય થી ડ્રાયવરો ઓછા પગારથી નોકરી કરી રહ્યા છે. આજના સમય પ્રમાણે દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે, તો જેસીબી માલિક પગાર વધારો કરે તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી અને તારીખ 01.10.2020 ના રોજ એસોસિયેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે કોઇ પણ ડ્રાયવરે 12 કલાક…

Read More

બોટાદ નગરપાલિકા દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ

હિન્દ ન્યૂઝ, બોટાદ,  બોટાદ નગરપાલિકા દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઢસા જં. તેમજ ઢસા ગામ માથી ભાજપ ના કાર્યકર્તા ઓએ ખાસ હાજરી આપી હતી. જેમાં ઢસા જં. ના સરપંચ ભરતભાઈ કટારીયા, યુસુફભાઇ આકબાણી, કમલેશભાઈ ગઢવી, મનહરભાઈ ત્રિવેદી તેમજ ઢસા ગામ ના કાળુભાઇ પાવરા વગેરે ઢસા ગામ તેમજ ઢસા જં. ના તમામ ભાજપ ના કાર્યકર્તા ઓ એ આ સન્માન સમારોહ માં હાજરી આપી હતી. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ની જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ વખત પોતાના વતન મા પધારી રહેલા લોકપ્રિય સાંસદ ડો.ભારતીબેન શિયાળ ને આવકારવા આજે બોટાદ જીલ્લા ના ઢસા ના…

Read More

બનાસકાંઠા- લાખણીમાં ટેકાના ભાવે મગફળીની નોધણી બાબતે ખેડૂતોએ હોબાળો મચાવ્યો

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા,  લાખણીમાં ટેકાના ભાવે મગફળીની નોંધણી બાબતે ખેડૂતોને પહેલાં દિવસે જ પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો. આજ થી મગફળીની નોંધણી કરવાની શરૂઆત થયેલ છે પરંતુ ટેકાના ભાવે મગફળી ની નોંધણી બાબતે આજે લાખણી ખાતે ખેડૂતોની મગફળી ની નોંધણી નાં થતાં ખેડૂતો એ ભારે હોબાળો મચાવ્યો હતો. લાખણી ખાતે આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાં ખેડૂતો એકઠાં થયાં હતાં આજથી ચાલુ થયેલ ટેકાના ભાવ માટેની નોધણી ન થતાં ખેડૂતો એ ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રામ પંચાયતના વી.સી.ઈ હડતાળના કારણે ખેડૂતોને પરેશાની વેઠવાનો આજે વારો આવ્યો હતો. ગ્રામ પંચાયતમાં નોધણી ન થતાં…

Read More