હિન્દ ન્યૂઝ, દિયોદર
જાણવા મળતી માહિતી મુજબ દિયોદર ખેતર માંથી શાકભાજી લેવા ગયેલી એક 16 વર્ષ ની યુવતી મોડા સમય સુધી ઘરે પરત ના ફરતા પરિવારજનો ચિંતા માં મુકાયા હતા. જેમાં પરિવારજનો ને ભારે શોધખોળ કર્યા બાદ એકાએક સગીર યુવતી મળતા પરિવારજનો એ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળતા પરિવારજનો ચોકી ઉઠ્યા હતા, જેમાં સગીર યુવતી શાકભાજી લેવા ગામ માં આવી હતી અને પરત ઘર તરફ જઈ રહી હતી, ત્યારે દિયોદર ના ધુણસોલ ગામે રહેતો અલ્પેશ શોભાજી ઠાકોર યુવતી ને ખોટી લાલચ આપી બાવાળો ની જાડી માં લઇ જઇ સગીરા ની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સગીર યુવતી ને ધમકી પણ આપી હતી. જેમાં ઘટના સ્થળ પર સગીરા ના પરિવારજનો પણ આવી જતા નારાધમે તમામ લોકો ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાં થી નરાધમ ઈસમ ફરાર થઈ ગયો હતો. જે બાબતે યુવતી એ દિયોદર પોલીસ મથક ખાતે ફરિયાદ આપતા પોલીસે નરાધમ અલ્પેશ ઠાકોર સામે અપહરણ અને દુષ્કર્મ ની ફરિયાદ નોંધી નરાધમ ઈસમ ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે ત્યારે બનાસકાંઠા દિયોદર માં આ બનાવે સમગ્ર પથક માં ચકચાર મચાવી દીધી છે.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર