ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે તા.૨ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિતે હેન્ડ વોશીંગ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

તા.૦૨, ૧૫૧મી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દ્રારા ૧૦૦૧ જેટલા આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનોનું ઈ-લકાર્પણ, ઈ-ભૂમિપૂજન તથા નંદઘર ઈન્ફોર્મેશન ટ્રેક્રીંગ એપ્લીકેશનનું લોચિંગ, ઉના તાલુકાના ખાપટ-૩ આંગણવાડી કેન્દ્ર, ગીરગઢડા-૯ આંગણવાડી કેન્દ્રનું મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કર્યું હતું. જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ અને ૨ જી ઓક્ટોબર રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિતે આજે હેન્ડ વોશીંગ કાર્યક્રમની જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગુજરાત હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના ચેરમેન શંકરભાઈ દલવાડીએ જણાવ્યું હતું કે, આંગણવાડીની બહેનો ખુબ સારૂ કામ કરે છે. બાળકોને રમત-ગમતની સાથે માનસિક વિકાસ કરવામાં બહેનોનો મહત્વનો ફાળો રહ્યો છે. આંગણવાડીમાં બાળકોને આરોગ્યપ્રદ નાસ્તો, ભોજન આપવામાં આવી રહ્યું છે. અગ્રણી ઝવેરીભાઈ ઠકરારે કહ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લા બાળક કુપોષિત ન રહે તે માટે આંગણવાડીની બહેનો મહેનત કરી રહી છે. બાળકોને મનોરંજનની સાથે જીવન જરૂરી પ્રાથમિક તબક્કાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

ગીર સોમનાથ જિલ્લાના કુલ ૧૧૬૬ આંગણવાડી છે. જેમાંથી તાલાળા તાલુકાના ભોજદે-૨ આંગણવાડીને માતા યશોદા એવોર્ડ અર્પણ કરાયો હતો. આંગણવાડીના કાર્યકર લીનાબેન તન્નાદાસને રૂા.૩૧ હજાર અને તેડાગર ગીતાબેન દેવળીયાને રૂા.૨૧ હજારનો ચેક અર્પણ કરી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરા, જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, અગ્રણી પ્રતાપભાઈ સહિતના મહાનુભાવોએ બહુમાન કરાયું હતું. તેમજ ઉનાના ખાપટ-૩ અને ગીરગઢડા-૯ નું નવા નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળકો, કિશોરીઓ અને મહિલાઓને કુપોષણ-મુક્ત, સ્વસ્થ અને સશક્ત માટે સૌ સંકલ્પબધ્ધ થયા હતા. કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ અને આભારવિધી પ્રોગ્રામ ઓફિસર ગામીતે કરી હતી. કાર્યક્રમનું સંચાલન શિક્ષક દિપકભાઈ નિમાવતે કર્યું હતું.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment