હિન્દ ન્યૂઝ, દિયોદર
સમગ્ર રાજ્ય માં ટેકા ના ભાવે મગફળી ની ખરીદી માટે 1 ઓક્ટોબર થી નોંધણી શરૂ કરવામાં આવી છે ત્યારે બીજી તરફ ગ્રામ પંચાયત ના ઓપરેટરો વિવિધ માગણી ને લઈ હડતાળ પર ઉતરી જતા ખેડૂતો ને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. દિયોદર વી.સી.ઇ. ના કર્મચારીઓ એકાએક વિવિધ માગણી ને લઈ આજે હડતાળ પર ઉતર્યા હતા. જેમાં આજે તાલુકા પંચાયત કચેરી ખાતે વી.સી.ઇ. ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. જેમાં કર્મચારીઓ એ માંગણી કરી હતી કે કાયમી ધોરણે નોકરી તથા ફિક્સ પગાર આપવો તેમજ વિવિધ કામગીરી ઓ નું મહેનતાણું આપવું જે અગાવું નું પણ હજુ ચૂકવાયું નથી તેમજ જ્યાં સુધી સરકાર માંગણી ઓ નો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી ઓનલાઈન ની કામગીરી થી અળગા રહેવાની ચીમકી આપી હતી અને એકાએક કર્મચારીઓ ની હડતાળ ની લઈ ખેડૂતો ને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર