વાસણ-કુંડા થી જસરા તરફ જતા રોડ પર સ્વિફટ ડિઝાયર ગાડી માંથી ઇગ્લિશ દારૂની બોટલ મળી

હિન્દ ન્યૂઝ, લાખણી

તા.૨/૧૦/૨૦૨૦, લાખણી તાલુકાના વાસણ -કુંડા થી જસરા તરફ જતા રોડ પર સ્વિફટ ડિઝાયર ગાડીમાંથી ઇગ્લિશ દારૂ ની બોટલ નંગ ૩૫૯ કિં.રૂ. ૧,૮૫,૫૦૦/-નો તથા ગાડીની કિ.રૂ.૩૦૦૦૦૦/- મળી કુલ કિં.રૂ.૪,૮૫,૫૦૦ નો મુદૃામાલ શોધી ગનાપાત્ર કેશ શોધી પાડતી આગથરા પોલીસ. IGP બોર્ડર રેન્જ – ભુજ જે.આર.મોથલીયા તથા SP બનાસકાંઠા – પાલનપુર તરૂણ દુગ્ગલ નાઓ તથા DY.SP ડીશા ડિવિઝન ડો. કુશલ ઓઝા તથા CPI ડીશા સર્કલ વાય.એમ. મિશ્રા નાઓના માર્ગદર્શન હેઠળ દારૂ – જુગારની પ્રવૃત્તિ ડામવા અંગે સુચન કરેલ હોઇ જે અનુસંધાને આગથળા પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ પી.એન.જાડેજા તથા સ્ટાફ દ્વારા આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એક સફેદ કલરની સ્વિફટ ડિઝાયર કાર નં- G.J.01.RJ.4517 વાળી શંકાસ્પદ રીતે નીકળતા તેનો પીછો કરતાં વાસણ-કુડાથી જસરા તરફ જતા રોડ પર ગાડી રસ્તાની સાઇડમાં ઉતરી જતાં ફસાઇ જતાં તેનો ચાલક ગાડી મુકી નાસી ગયેલ હોય સદર ગાડી અંદર તપાસ કરતાં અંગ્રેજી દારૂની બોટલ નંગ ૩૫૯ કિં.રૂ. ૧,૮૫,૫૦૦/-નો તથા ગાડીની કિ.રૂ.૩૦૦૦૦૦/- મળી કુલ કિં.રૂ.૪,૮૫,૫૦૦ નો મુદૃામાલ મળી આવેલ જેથી આ બાબત. પ્રોહીબીશન ની ધારા ૬૫ એ ઇ,૧૧૬(૨),૯૮(૨) મુજબનો ગુનો દાખલ કરી કાયદેશરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment