રાજકોટ શહેર જાહેર સ્થળોએ ગેરકાયદેસર STD-PCO ની કેબિનો ટ્રાફિકને નડતરૂપ થતી હોય, તેવી કેબિનો દુર કરવા કમિશનર દ્વારા આદેશ આપવામાં આવેલ છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૧/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર તમામ કેબિન હોલ્ડર્સને દિન-૩માં આ પ્રકારની કેબિનો દુર કરવા નોટીસ પાઠવવામાં આવી છે. ૩ દિવસમાં કેબિન હોલ્ડર્સ દ્વારા કેબિનો જાતે દુર નહી કરવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા તેઓના ખર્ચે અને જોખમે કેબિનો દુર કરવામાં આવશે. રાજકોટ શહેરના જાહેર રોડ તથા અન્ય જાહેર સ્થળોએ આવેલ ગેરકાયદેસર STD-PCO કેબિનો ટ્રાફિકને નડતરૂપ થતી હોય તેમજ કેટલાક સ્થળોએ ન્યુસન્સ થતુ હોય, આવી ૨૧ જેટલી ગેરકાયદેસર કેબિનો દુર કરવા કમિશનર દ્વારા આદેશ આપવામાં આવેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર ના બિગબજાર પાસે બેકાબૂ કાર ચાલકે પાર્ક કરેલા ૩ બાઇક અને બાઇક પર બેસેલા યુવાનને ઠોકરે લેતાં અકસ્માત સર્જાયો હતો

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૧/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ પર બિગબજાર નજીક આવેલા એટલાન્ટિસ એપાર્ટમેન્ટ સામે રોડ પર પાર્ક કરેલા બાઇક ઉપર ગીતાંજલિ પાર્કમાં રહેતો ચેતનભાઇ ભગવાનજીભાઇ શિયાળ નામનો ઉ.૩૬ વર્ષનો યુવાન બેઠો હતો. ત્યારે પૂરઝડપે ધસી આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કારે બાઇક પર બેઠેલા યુવાન સહિત પાર્ક કરેલા અન્ય ૨ બાઇકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ધટના C.C.T.V માં કેદ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચેતનભાઇને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

જેતપુરમાં ધોળા દિવસે સોની વેપારી લૂંટાયો, આંખમાં મરચું છાટી ૪૦ લાખની લૂંટ ચલાવી બે ઈસમો ફરાર

હિન્દ ન્યૂઝ, જેતપુર, તા. ૨૧/૧૦/૨૦, આજે સવારે બે અજાણ્યા ઈસમો સોની વેપારીને આંખમાં મરચું છાંટી, છરીની અણીએ રોકડ સહિત સોનાની લૂંટ ચલાવી ગયા. જેને લઈને SP બલરામ મીણા સહિત પોલીસની તમામ એજન્સીઓ જેતપુર ઘટના સ્થળે ખડકાય ગઈ છે. જેતપુરના નાના ચોક સોનિબજારમાં આજે સવારે ધોળા દિવસે બે અજાણ્યા બાઇક સવાર એક સોની વેપારીને આંખમાં મરચું છાંટીને છરીની અણીએ થેલા માં રહેલ ૭૦૦ ગ્રામ સોનુ અને રૂપિયા બે લાખની રોકડની લૂંટ ચલાવી ગયેલ છે. જેને લઈને ભોગ બનનાર સોની વેપારીને પગમાં ઇજા થતાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની ગંભીરતા લઈને રાજકોટ…

Read More

ગોંડલ નગરપાલિકા મા ખાલી પડેલ જગ્યાઓ ભરવાની માંગ સાથે અપાયું આવેદન

હિન્દ ન્યૂઝ, ગોંડલ, ગોંડલ યુવા કોંગ્રેસ દ્વરા ગોંડલ નગરપાલિકા ના અધિકારીને ને આવેદન આપી માંગ કરવામા આવી હતી કે હાલ ગોંડલ નગરપાલિકા મા ૩૫૦ થી વધુ કર્મચારીઓ ની જગ્યાઓ ખાલી પડી છે. ગુજરાત મા બેરોજગારી નો દર સતત વધી રહ્યો છે ત્યારે આટલી મોટી જગ્યાઓ ખાલી હોવા છતા ભરતી કરવામા ન આવતા બેરોજગાર યુવાનો ની સંખ્યા વધી રહી છે તેમજ આટલી મોટી ખાલી જગ્યા સામે કામ નું ભારણ પણ રહેવા પામે છે તો માટે ખાલી પડેલ જગ્યાઓ પર વહેલી તકે ભરતી કરવામાં આવે તેવી યુવા કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, શહેર…

Read More

વિરમગામ ટાઉન પો.સ્ટે ખુબજ જર્જરિત હાલતમાં હોવાથી હવે સુરક્ષિત જગ્યાએ તબદીલ કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, વિરમગામ હાલ ચાલી રહેલ વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ સંદર્ભે મોટા પાયે કાર્યક્રમ ન રાખતા મર્યાદિત લોકો ની હાજરીમાં જ નવા પોલીસ સ્ટેશન નું ઉદઘાટન સમારોહ યોજાયો. વિરમગામ ટાઉન પો.સ્ટે ખુબજ જર્જરિત હાલતમાં હોવાથી હવે સુરક્ષિત જગ્યાએ તબદીલ કરવામાં આવ્યું. જેમાં વિધિ અનુસાર પુજા પાઠ, ધૂપદીપ, આરતી કરી તેમજ સોશ્યલ ડીસ્ટન્સ નું ચુસ્ત પાલન કકરી ને કાર્યક્રમ યોજાયો. જેમાં ડી.વાય.એસ.પી ડૉ. લવિના સિન્હાના વરદ હસ્તે રિબીન કાપી ને નવું પો. સ્ટે. નું ઉદઘાટન કર્યું. જેમા પી.આઈ ઝાલા પી.એસ.આઇ સૈયદ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ, સામાજિક કાર્યકરો તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.…

Read More

દિયોદર ના રાટીલા ગામે બાઇક પર જતા યુવાન ને આખલે સિંગડું મારતા મોત

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર ના રાટીલા ગામે બાઇક પર જઇ રહેલા પિતા પુત્રી ને આખલે સિંગડું મારતા પિતા નું મોત નીપજ્યું હતું. બનાવ ને પગલે સમગ્ર પથક માં ભારે ચકચાર મચી જવા પામી હતી. દિયોદર તાલુકા ના રાટીલા ગામે રહેતા માનાભાઈ અચળાભાઈ પરમાર પોતાની દીકરી ને લઈ બાઇક પર રાટીલા શાળા તરફ થી પ્રસાર થઈ રહ્યા હતા. તે સમય રસ્તા માં બાઇક જોઈ આખલો ભડકતા આખલે બાઇક ચાલક ને સિંગડું માર્યું હતું. જેમાં સિંગડું યુવાન ના શરીર ના ભાગે લાગતા યુવાન ને ગંભીર ઇજા પોહચી હતી અને બાઇક ચાલક નીચે…

Read More

ખેડુત હિત માટે સતત ખડે પગે રેહનાર, સરકાર પાસે સતત ખેડૂતોના હિત માટે ન્યાય માંગનાર, કિસાન એકતા સમિતિના અધ્યક્ષ અને સાચો ખેડૂત પુત્ર દશરથસિંહ ગોહિલ

હિન્દ ન્યૂઝ, તણસા વર્ષોથી આરોગ્ય ખાતાઓમાં ડોક્ટરો ની ઘટ, નર્સોની ઘટ પડે છે, શિક્ષણ વિભાગ માં શિક્ષકોની ઘટ પડે છે, બાંધકામ વિભાગમાં ઈજનેરોની, કોલેજમાં અધ્યાપકોની ઘટ, રેવન્યુ મા તલાટી ક્રમમંત્રી ની ઘટ, ગામ પંચાયત મા ગામ સેવક ની ઘટ, તો કાયદો વ્યવસ્થા માં પોલીસની, જજની, સરકારી વકીલની ઘટ છે. અનેક વહિવટી ખાતાઓમાં અધીકારી થી લઈ ને ક્લાર્ક, તલાટી, પટાવાળા સુધીની ઘટ પડે છે. જે ક્યારેય પુર્ણ થઈ નથી કે થશે નહી. ફક્ત ગુજરાત વિધાનસભાજ એવી છે જેમાં ૧૮૨ સીટની ભરતીમાં એક પણ ઓછી હોય તો તાત્કાલિક પેટા ચુંટણી થી ભરી…

Read More

મહુવા મા PGVCL ના લાઈટ ના ધાંધીયા

હિન્દ ન્યૂઝ, મહુવા,                           તા.21, મહુવા માં PGVCL દ્વારા વારંવાર રીપેરીંગ ના બહાને આઠ થી દસ કલાક સુધી લાઈટ પુરવઠો બંધ રાખે છે. આવું દર અઠવાડિયે થાય છે. ક્યારેક ક્યારેક દરરોજ આવું થાય છે. જેના કારણે નાના બાળકો તથા વૃદ્ધ ને આવી ગરમી મા હાલાકી નો સામનો કરવો પડે છે અને PGVCL દ્વારા એમ કેવા મા આવે છે કે હવે પછી તમારે લાઈટ નો કોઈપણ જાતનો પ્રોબ્લેમ નહીં રહે, પણ એકાદ બે દિવસ જતા લાઈટ જતી રહે અને…

Read More

મહુવા નગરપાલિકા દ્વારા ગુજરાત સોસાયટી મા પેવર બ્લોક ના કામ મા ભ્રષ્ટાચાર

હિન્દ ન્યૂઝ, મહુવા મહુવા તા.21, મહુવા તાલુકામાં આવેલ ગુજરાત કો.ઓ.સોસાયટી મા પેવર બ્લોક નું કામ થયેલ જેમાં ભ્રષ્ટાચાર થયેલ છે અને બ્લોક નું લેવલ કર્યા વગર બેસાડવામાં આવેલ છે. બ્લોક ની ગુણવત્તા નબળી ક્વોલિટીની છે અને બ્લોક નું કાર્ય કોઈપણ જાતની માપની વગર આડે ધડ કર્યું છે. હજી બ્લોક બેસાડ્યા ને બે થી ત્રણ દિવસ જ થયા છે ત્યાં તો આવી હાલત છે. ગુજરાત સોસાયટી મા બ્લોક નું કામ મંજુર થયેલ અને કર્યું છે, પણ અડધું. નવકાર ફ્લેટ, મહાવીર એપાર્ટમેન્ટ, સત્યસદન સોસાયટી આ બધું ગુજરાત સોસાયટી મા આવે છે. તો…

Read More

ડીસા તાલુકાના પમરૂ ગામે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો માલ વાપરી વરંડો બનાવતા લોકોમાં બુમરાડ ઊઠી રહી

હિન્દ ન્યૂઝ, ડીસા બુમરાડ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પમરૂ ગામમાં બનાવેલો વરંડો હલકી ગુણવત્તાનો માલ વાપરે હોવાના લોકોમાં બુમરાડ ઊઠી રહી છે. એક બાજુ પમરૂ ગામના સરપંચ અને તલાટી ક્મ મંત્રી સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાવી રહ્યા હોય તેવું દ્રશ્ય નજરે પડે છે. બીજી બાજુ કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી નું કામ કરીને ટેન્ડરો પાસ કરતા હોવા ના કોન્ટ્રાક્ટર સામે તંત્ર ક્યારે પગલાં ભરશે તે એક મોટો સવાલ છે. બનાસકાંઠા જિલ્લાના કેટલાક કોન્ટ્રાક્ટર દ્વારા નાના-મોટા ગામડાઓની અંદર કામ કરતાં કોન્ટ્રાક્ટર પમરૂ ગામની અંદર ભ્રષ્ટાચાર આચરી હોવાનું લોકો ચર્ચા કરી રહ્યા છે. ત્યારે…

Read More