રાજકોટ, રાજકોટ શહેર એસ.ટી.બસ પોર્ટ ૨૨ જુન સોમવારથી મુસાફરો માટે ખુલ્લું મુકાશે. ૨૨ જૂનથી ખોલવાની રાજકોટ શહેર કચેરી દ્વારા સતાવાર જાહેરાત કરી દેવામાં આવી હતી. હવે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટના નવા બસ સ્ટેશન ઉપરથી ૪૦% બસો ઊપડશે. તેમજ મંગળવાર કે ગુરુવાર સુધીમાં પ્લેટફોર્મ નંબર ૧ થી ૧૦ ની બસ ઉપડશે. અમદાવાદ-ઉતર-દક્ષિણ-મધ્ય ગુજરાતની બસો ઊપડશે. જયારે સૌરાષ્ટ્ર-કચ્છની બસો શાસ્ત્રી મેદાન પરથી ઊપડશે રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.
Read MoreMonth: June 2020
રાજકોટ શહેર દેશમાં એક માત્ર રાજકોટ શહેરને ‘વન પ્લાનેટ સિટી ચેલેન્જ’ સ્પર્ધામાં ‘નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા’ નો એવોર્ડ એનાયત
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ એક યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેર (World Wide Fund for Nature) ‘One Planet City Challenge અંતર્ગત ગ્લોબલ કક્ષાએ ફરી એક વખત નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા ૨૦૧૯-૨૦ નો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. આ અગાઉ પણ રાજકોટ શહેર વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ માં નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા એવોર્ડ મેળવી ચૂકેલ છે. ગ્લોબલ જરી દ્વારા માર્ચ મહિનામાં ભારતના ત્રણ શહેરો કોચી, નાગપુર અને રાજકોટની નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા ફાઇનલિસ્ટ તરીકે સિલેક્શન…
Read Moreરાજકોટ શહેર દુધની ડેરી પાસે મનહરપરામાં મોલીન કુરેશી નામના વ્યક્તિ પર મોડીરાતના ફાયરિંગ થયું હતું. C.C.T.V. કેમેરામાં કેદ
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર દુધની ડેરી પાસે મનહરપરામાં મોલીન કુરેશી નામના વ્યક્તિ પર મોડીરાતના ફાયરિંગ થયું હતું. ઇમ્તિયાઝ રાઉમા અને તેના સાગરીતો મળી ૮ શખ્સોએ મોલીન કુરેશી પર ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં હવામાં ફાયરિંગ કર્યા હતા. ઘટનાની જાણ થતા થોરાળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને બે ભરેલા અને એક ખાલી કાર્ટીસ મળી આવ્યા હતા જે કબ્જે કર્યા હતા. આ બનાવમાં ૪ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સોએ ૮ જેટલા વાહનોમાં તોડફોડ પણ કરી હતી. જો કે, સમગ્ર ઘટના C.C.T.V માં કેદ…
Read Moreરાજકોટ શહેરના જીલ્લા પંચાયત ચોક ખાતે ૯ વાગ્યા બાદ ઘરની બહાર નીકળનાર ૪૦ લોકો સામે ગુન્હો નોંધાયો છે
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સવારે ૫ થી રાત્રી ૯ વાગ્યા સુધીની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે સવારે ૮ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવાની પણ સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. રાજકોટમાં જીલ્લા પંચાયત ચોક ખાતે એ.સી.પી ડિયોરા તેમજ પી.આઈ વી.એસ. વણઝારા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૯ વાગ્યા બાદ બહાર નીકળનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં અવી. જેમાં ૪૦ જેટલા લોકો સામે કેસો નોંધાયા છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર ૨૩ મી જૂનથી રાજકોટ-મુંબઈ વચ્ચેની ફ્લાઇટ્ ઉડાન ભરશે
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૭.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સ્પાઈસ જેટની પહેલી ફ્લાઇટે ઉડાન ભરી હતી. રાજકોટમાં હવેથી એર ઇન્ડિયાની ફ્લાઇટ્ પણ ઉડાન ભરશે. ૨૩મી જૂનથી રાજકોટ-મુંબઈ વચ્ચેની ફ્લાઇટ્ ઉડાન ભરશે. સરકાર દ્વારા ૩૦ જૂન સુધીનું સેડ્યુઅલ પણ જાહેર કરવામાં આવ્યું છે. તા.૨૩/૨૫/૨૭ અને ૩૦ જુન એમ ૪ ફ્લાઇટ્ સાંજે ૪.૩૦ વાગ્યે આવશે રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreકોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલજીનાં જન્મદિન નિમિતે કોરોના ના કપરા કાળમાં ઉત્તમ ફરજ બજાવતી મહિલા કર્મચારીઓનું સન્માન તથા માસ્કનું વિતરણ કરતી મહિલા કોંગ્રેસ અગ્રણીઓ
વેરાવળ , તા.19-06 કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલજીનાં જન્મદિન નિમિતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુસકીયાની આગેવાની હેઠળ મહિલા કોંગ્રેસની મહિલાઓ દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના મુખ્યમથક એવા વેરાવળ શહેરમાં આવેલ ટાવર ચોક ખાતે કોરોના ના કપરા કાળ માં ઉત્તમ ફરજ બજાવતી મહિલા કર્મચારીઓનું ગુલાબનાં ફૂલ આપી મીઠા મોઢા કરાવીને તેઓનું સન્માન કરવામાં આવેલ તેમજ જાહેર જનતાને 1000 માસ્કનું વિતરણ તેમજ શહીદોને શ્રદ્ધાંજલી આપીને રાહુલજીનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મહિલા કોંગ્રેસ અગ્રણીઓ કાજલબેન ભજગોતર, યાસ્મિનબેન ચૌહાણ, રોજીનાબેન બાનવા, કાજલબેન લાખાણી, જીજ્ઞાસાબેન રાવલ, નિર્મળાબેન ચાવડા સહિતની મહિલા કોંગ્રેસ અગ્રણીઓ…
Read Moreજોડિયા ખાતે આજ રોજ મોટા વાસ વિસ્તારમાં મુસ્લિમ સમાજ માટે દીની તાલીમ કેન્દ્ર મદેરસા નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું
જોડિયા, જોડિયા ગામે દાતા ફી સબીલીલાહ હસન હુસેન ગ્રૂપ (લંડન) વાળા તરફથી રૂપિયા પાંચ લાખ નું દાન કરવામાં આવે છે. જેમાં મુસ્લિમ સમાજ માટે દીની તાલીમ કેન્દ્ર મદરેસા નું ખાત મુહૂર્ત પધારેલા મહેમાનો આસિફ દિલાવર ખાન ઉર્ફે ટીનો , બાળકલ્યાણ વિકાસ ના ચેરમેન એસ.એસ.ખ્યાર, કારોબારી ચેરમેન બાવલાભાઈ નોત્યાર, તેયબ હાજી નગીયા, હાજી બારૈયા, હુસેનખાન કસમખાન ના વરદ હસ્તે સમાજ નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા
Read Moreગઢડા તાલુકાના ઢસા ગામ પાસે આવેલ જીવાઈ સતાધાર મંદિર તરફ થી હાલ અસાઢી બીજ નું આયોજન હાલ બંધ રાખેલ છે
ગઢડા, ઢસા ગામ પાસે આવેલ ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આવેલ જીવાઈ સતાધાર મંદિર અમારા ખાસ કાઠિયાવાડ વિસ્તાર પ્રખ્યાત છે, જેમાં દર વર્ષે ખૂબ જ સારી રીતે મેળા નું આયોજન થતું હતું તેમજ આવનાર ભક્તો માટે પ્રસાદી નું આયોજન કરવામાં આવતું હતું , પણ આ વર્ષ કોવીડ 19 સંદર્ભે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર ના નિયમ મુજબ હાલ આ વર્ષે મેળા નું આયોજન બંધ રાખેલ છે . આમ દરેક ભક્તો ને અગાઉ જણાવવામાં આવે છે તેમજ ભક્તો ને બાપુ તરફ થી એક અપીલ કરેલ કે બધાએ સરકાર આદેશ નું પાલન કરવું…
Read Moreપંચમહાલ જિલ્લાના શહેરા માં સમગ્ર મુસ્લિમ સમાજ તરફ થી ન્યૂઝ 18 ઇન્ડિયાના એંકર અમીષ દેવગન ના વિરુદ્ધ શહેરા પ્રાંતને રજુઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યુ
શેહરા, રાજસ્થાન રાજ્યના અજમેર શરીફ મુકામે આજથી આશરે 800 વર્ષ પહેલા વિશ્વ પ્રસિધ્ધ સૂફી સંત ખ્વાજા મોઇનુદીન ચિશ્તી (રેહમતુલ્લાહ અલય્હે )સાહેબની દરગાહ આવેલી છે. તેમ છતા ન્યૂઝ 18 ઇન્ડિયા નામની ન્યૂઝ ચેનલ દ્વારા તથા તેમના એંકર અમીષ દેવગનના એ પબ્લીસીટી મેળવવા તેમજ ચેનલની ટી.આર.પી. વધારવા તથા પોતાને ઓછું જ્ઞાન છે તેવું બતાવવા અને પોતે ઇતિહાસ જણાવતા ના હોય અંખડ ભારત દેશ ઇતિહાસથી અજાણ હોય તે રીતે તા. 15/6/2020 ના રોજ 7:30 કલાકે લાઇવ ડિબેટ “આરપાર મે આજ સબસે નઈ બહસ” નામેં ડિબેટ નું આયોજન કર્યું હતું. આ ડિબેટમાં જાણી જોઈને…
Read Moreજોડિયા તાલુકાના તમામ તલાટી કમ મંત્રીની એક બેઠક રાણીપા ભવન ખાતે મળી હતી
જોડિયા, જોડિયા ખાતે નવા મંડળ ની સર્વાનુમતે નકી કરવા જોડિયા તાલુકાના તમામ તલાટી કમ મંત્રીની એક બેઠક રાણીપા ભવન ખાતે મળી જેમાં હોદા ની પસંદગી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે જોડિયા તાલુકાના માનપર ગામે તલાટી કમ મંત્રી ની ફરજ બજાવતા દુષ્યતસિંહ જાડેજા અને ઉપપ્રમુખ.જોડિયા તાલુકાના બાલભા ગામે ફરજ બજાવતા ભાવેશભાઈ પ્રજાપતિ અને સચિવ જોડિયા તાલુકાના જીરાગઢ ગામે ફરજ બજાવતા દસરથસિંહ જાડેજા ની નિમણૂક કરવામાં આવી છે. અન્ય સભ્યોમાં જોડિયા તલાટી કમ મંત્રી ની ફરજ બજાવતા નિલેશભાઈ નાગપરા અને જોડિયા તાલુકાના ભાદરા ગામે ફરજ બજાવતા વિપુલભાઈ પનારા ની બિનહરીફ ચૂંટાઈ…
Read More