હિન્દ ન્યુઝ, બોટાદ તા. ૨૧ જૂનને વિશ્વભરમાં ‘યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર તથા બોટાદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજે બોટાદ શહેરની સરકારી હાઇસ્કુલના પ્રાંગણમાં જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવાયો હતો. આઠમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશને યોગ દિવસ ઉજવવાનું સૌભાગ્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ મળ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે બોટાદ જિલ્લાને પણ આ મહામૂલો અવસર મળ્યો છે. યોગ એવી પ્રક્રિયા…
Read MoreCategory: Health
ધ્રાંગધ્રા ના શિવકુજ ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી
હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા આજે 8 માં વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ના શીવકુજ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી યોગ કરવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે આજના આ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા 8 મા વિશ્વ યોગ દિવસ નુ આયોજન શીશુકુંજ વિદ્યાલય ખાતે કરવામાં આવેલ. જેમાં પાલિકા પ્રમૂખ કલ્પનાબેન રાવલ, શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા અને સંજયભાઈ ગોવાણી હાજર રહ્યા હતા તેમજ અધિકારીઓ, નગરપાલિકાના પદાધિકારીઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર :…
Read Moreઆયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને રાણા સમાજ દ્વારા સુરતમાં સાત દિવસીય યોગ શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત સુરત રાણા સમાજ, રાણા સમાજ મહિલા ફોરમ, યુવા રાણા સમાજ-સુરતના સંયુક્ત ઉપક્રમે આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા સિકોત્રા માતાની વાડી, કોટસફીલ રોડ ખાતે ૮ દિવસીય યોગ શિબિર યોજાઈ હતી. યોગ સાથે આયુર્વેદના પ્રચાર-પ્રસાર વિશે ડો.હેમાલીબેન રાણાએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે તેમજ વધુને વધુ લોકો યોગાભ્યાસ કરે એવા આ શિબિર દરમિયાન પ્રયાસો કરવામાં આવ્યાં હતા. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રાણા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી સુરેશભાઈ માસ્તર, જિલ્લા આયુર્વેદ અધિકારી મિલનભાઈ દસોંદી, સુરત રાણા સમાજના પ્રમુખ…
Read Moreઆજે સિકલસેલ એનિમિયા અવેરનેસ દિવસઃ વલસાડ જિલ્લામાં સિકલસેલ ટ્રેઈટ (વાહક)ના ૬૧૨૪૩ અને સિકલ સેલ ડિસિઝ (રોગ)ના ૨૫૩૦ દર્દીઃ સૌથી વધુ ધરમપુર-કપરાડામાં
હિન્દ ન્યુઝ, વલસાડ સઘન કામગીરીને પગલે વર્ષ ૨૦૧૮માં ૨૬૬૬ દર્દી હતા જે ઘટીને વર્ષ ૨૦૨૨ માં ૧૩૧૮ થયા – સંકલનઃ જિજ્ઞેશ સોલંકી સામાન્ય રીતે બાળકોનો જન્મદર વધે એ માટે પ્રયાસ કરાતા હોય છે પરંતુ એક એવી ગંભીર બિમારી કે જેમાં બાળકોના જન્મદરને ઘટાડવા માટે પ્રયાસ કરાઈ છે. આ બિમારી છે સિકલસેલ એનિમિયા. ૧૯ જૂન વિશ્વ સિકલસેલ એનિમિયા અવેરનેસ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. આ બિમારી સૌથી વધુ આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે. જેમાં પણ ખાસ કરીને આદિવાસી એવા વલસાડ જિલ્લામાં સિકલસેલના કેસ વધુ જોવા…
Read Moreઆયુર્વેદ અનુસાર ઉનાળાની ઋતુમાં સ્વસ્થ રહેવા શું કરવું ?
હિન્દ ન્યુઝ, ભુજ હાલે રાજયમાં ગરમીએ માઝા મૂકી છે ત્યારે સરકાર વખતો વખત ગરમીથી બચવાના વિવિધ જાહેરનામા મૂકી પ્રજાની સુખાકારીની ગાઇડલાઇન પ્રચાર પ્રસારના વિવિધ માધ્યમો દ્વારા રજુ કરે છે. જન સ્વાસ્થ્ય માટેના માર્ગદર્શનો ચોકકસ આવકાર્ય અને સ્વીકાર્ય છે પણ સાથો સાથ આપણે પણ પોતાના આરોગ્યને અંદરથી મજબૂત કરવાની જરૂરિયાત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આયુર્વેદ આયુષ દ્વારા જન સ્વાસ્થ્ય પર વિશેષ ભાર મૂકયો છે ત્યારે કચ્છ જેવી વિષમતા ધરાવતા પ્રદેશમાં આકરા તાપ વચ્ચે આયુર્વેદ દ્વારા કેમ મજબૂત બનવું તે કચ્છ જિલ્લા આયુષ અધિકારી ડો.પવનભાઇ મકરાણી દ્વારા રજુ…
Read Moreભાવનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને તાલુકા હેલ્થ કચેરી સિહોર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વલ્લભીપુર દ્વારા આરોગ્ય મેળાઓ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકાર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ આરોગ્યતંત્ર દ્વારા જુદા – જુદા વિભાગના આરોગ્યલક્ષી સ્ટોલ દ્વારા જન જાગૃતિ લાવવામાં આવનાર છે. તે અન્વયે આવતીકાલે એટલે કે, સોમવારે સવારે ૯-૦૦ થી સાંજના પ-૦૦ કલાક સુધી સિહોર ખાતે આવેલા ટાઉનહોલ ખાતે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વલ્લભીપુર ખાતે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આરોગ્ય મેળામાં પી.એમ.જે.વાય. ‘માં’ યોજનાના નવા કાર્ડ કાઢી આપવામાં આવશે.આ માટે લાભાર્થીએ આવકનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે આવવાનું રહેશે. તેમજ હાઇ બી.પી.ડાયાબિટીસ તેમજ સામાન્ય દર્દીની તપાસ- સારવાર,…
Read Moreકિડનીના દર્દીઓ માટે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન તથા લોકવિજ્ઞાન કેન્દ્ર રાજકોટના સહયોગથી કિડનીની સમસ્યાઓ અંગે નિઃશુલ્ક કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, રાજકોટ ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન એ સમગ્ર ગુજરાતનાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મહેસાણા, ભુજ, વિસનગર, શિંહોર, નવસારી, ઘોઘા, ઉઝા સહિતના શહેરોમાં કામ કરતી સ્વૈચ્છિક સ્વાસ્થ્ય લક્ષી સસ્થા છે. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગઋષી સ્વ. ચીનુભાઈ શાહ દ્વારા સ્થાપીત આ સંસ્થાનો પ્રમુખ ધ્યેય સમાજમાં લોકોને કિડની વિશે જાગૃતિ લાવવાનો, કિડનીની નિષ્ફળતાના દર્દીઓની સેવા કરવી, કિડનીના રોગો ન થાય તે અંગેની જાગૃતિ ફેલાવવી, દર્દીઓનું પુર્નઃવસન, શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં પ્રયત્નશીલ રહેવાનું છે. આ ઉપરાંત આ સંસ્થા દ્વારા સ્વાસ્થયના ક્ષેત્રમાં જુદા જુદા કાર્યો કરી રહી છે. જેમા ગરીબ…
Read Moreબ્લોક હેલ્થ મેળા અંગે વિડિયો કોન્ફરન્સ યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ, ગાંધીનગર દ્વારા અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનરના અધ્યક્ષસ્થાને ‘બ્લોક હેલ્થ એન્ડ હેલ્થ વેલનેસ ડે’ અંગે વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ વિડિયો કોન્ફરન્સમાં ભાવનગર જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જિલોવા તથા આરોગ્ય વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કલેક્ટર યોગેશ નિરગુડેએ ક્લસ્ટરવાઈઝ બ્લોક હેલ્થ મેળાના સુચારું આયોજન અને અમલ અંગે અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ગ્રામ્ય સ્તરે આશા વર્કરો આ માટે મહત્વપૂર્ણ કામગીરી કરી શકે છે. તેથી તેમને તે બાબતે જાગૃત કરી જિલ્લામાં વધુને વધુ…
Read Moreબોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા રમત ગમત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જિલ્લા વહીવટી તંત્ર બોટાદ તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી બોટાદ દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ યોજાશે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભમાં પાંચ કેટેગરી મુજબ માનસિક દિવ્યાંગ (MRMR), શારીરિક ક્ષતિગ્રસ્ત (OHOH), અંધજન (BLINDBLIND), શ્રવણમંદ ક્ષતિવાળા (DEAFDEAF) અને સેરેબ્રલ પાલ્સી (CPCP) ધરાવતા ભાઈઓ/બહેનો આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. ચાલુ વર્ષે અલગ કેટેગરીમાં સેરેબ્રલ પાલ્સીના ખેલાડીઓ માટે સીધે સીધી…
Read More